Gautam Singhania: ડિવોર્સની ઝંઝટ વચ્ચે રેમન્ડના બોસે બોર્ડને બિઝનેસ સ્ટેબિલિટીની આપી ખાતરી

ગૌતમ-નવાઝના ડિવોર્સની જાહેરાત બાદ રેમન્ડના શેર 13.3% ઘટ્યા, નવાઝ દ્વારા વિવિધ આરોપોનો મારો ચલાવાયો

Courtesy: Image: Twitter

Share:

 

Gautam Singhania: રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયા (Gautam Singhania)એ તેમના સ્ટાફ અને બોર્ડ ઓફ બિઝનેસને સ્થિરતાની ખાતરી આપી છે. દિવાળી પર ગત 13 નવેમ્બરના રોજ તેમણે પોતાની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી અલગ થવાની માહિતી આપી હતી. ત્યારથી રેમન્ડ ગ્રુપની બિઝનેસ સ્થિરતા અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

Gautam Singhaniaનો બોર્ડને પત્ર

ગૌતમ સિંઘાનિયાએ બોર્ડ અને કર્મચારીઓને ઈમેઈલના માધ્યમથી પત્રમાં જણાવ્યું હતું કે, "મીડિયા મારા અંગત જીવન સાથે સંકળાયેલી બાબતોના સમાચારોથી ભરેલું છે. હું આ અંગે ટિપ્પણી નહીં કરૂં. મારા માટે પરિવારનું ગૌરવ જાળવવાનું સર્વોચ્ચ મહત્ત્વ છે. હું અમારા કર્મચારીઓ, ગ્રાહકો અને હિતધારકોના હિતોનું રક્ષણ કરવા માટે તથા અમારા તમામ શેરધારકો માટે મૂલ્ય વધારવા પ્રતિબદ્ધ છું."

 

રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયા (Gautam Singhania)એ પોતે કંપની અને બિઝનેસની સુચારૂ કામગીરી માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ મુશ્કેલ સમયમાં પણ પોતે સૌને ખાતરી આપે છે કે રેમન્ડમાં બધું સામાન્ય રીતે ચાલી રહ્યું છે તેમ કહ્યું હતું. 

નવાઝ મોદી દ્વારા 75% હિસ્સાની માગણી

ગૌતમ સિંઘાનિયા દ્વારા અલગ થવાની જાહેરાત કરવામાં આવી ત્યાર બાદ નવાઝ મોદીએ અલગ થવા માટેની શરતો રાખી છે. તેણે કુલ 1.4 અબજ ડોલર (લગભગ 11 હજાર કરોડ રૂપિયા)ની સંપત્તિમાં 75% હિસ્સો માગ્યો છે. જો કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. આ તરફ છેલ્લા 9 ટ્રેડિંગ દિવસોથી રેમન્ડ ગ્રુપના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રેમન્ડના શેર 13.3% ઘટ્યા છે. આ કારણે શેરધારકોની સંપત્તિમાં 1700 કરોડનો ઘટાડો થયો છે.

નવાઝે મારપીટ બાદ વધુ એક આરોપ લગાવ્યો

રેમન્ડ કંપનીના સીએમડી અબજોપતિ ગૌતમ સિંઘાનિયા અને તેમના પત્ની નવાઝ મોદી વચ્ચેની ડિવોર્સ અંગેની તકરાર દિવસેને દિવસે ઉગ્ર બની રહી છે. દિવાળી પછી ગૌતમ સિંઘાનિયાએ પોતાના 32 વર્ષના સંબંધનો અંત આણવાન જાહેરાત કરી હતી અને ત્યાર બાદ આ મામલે તેમના પત્ની દ્વારા એક પછી એક નવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. 

 

નવાઝ મોદીએ પહેલા મારપીટનો આરોપ લગાવ્યો હતો અને હવે ગૌતમને તેના સ્વાસ્થ્યની જરા પણ પરવાહ નહોતી. તે ભોજન-પાણી વિના જ તેને તિરુપતિ મંદિરના દાદર ચઢાવતો હતો અને આ દરમિયાન તે 2-3 વાર બેભાન પણ થઈ ગઈ હતી તેવો આરોપ લગાવ્યો છે.

 

નવાઝના કહેવા પ્રમાણે પતિ ગૌતમ સિંઘાનિયા (Gautam Singhania)ને તેના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે સંપૂર્ણ જાણ હતી છતાં તિરુપતિ મંદિરમાં દાદર ચઢીને અંદર જવા કહ્યું હતું. તે રસ્તામાં 2-3 વખત બેભાન થઈ ગઈ હતી અને ગૌતમને ખબર હતી કે તેને બ્લડપ્રેશર અને શુગરની સમસ્યા છે છતાં જાણી જોઈને એમ કર્યું હતું.