68મા ફિલ્મફેર એવોર્ડસની જાહેરાત, શ્રેષ્ઠ અભિનેતા રાજકુમાર રાવ

હાલમાં જ 68 મો ભારતીય ફિલ્મફેર એવોર્ડ યોજાઇ ગયો જેમાં આલિયા ભટ્ટ અને રાજકુમાર રાવને શ્રેષ્ઠ અભિનય માટે એવોર્ડ આપવામાં આવ્યા છે.  ભારતીય ફિલ્મોનો સૌથી પ્રતિષ્ઠિત એવો આ સમારોહ 27 એપ્રિલે જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં  ‘ગંગુબાઈ  કાઠિયાવાડી’ ફિલ્મમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો  એવોર્ડ  આલિયા ભટ્ટને મળ્યો છે. ‘બધાઈ દો’માં અભિનય […]

Share:

હાલમાં જ 68 મો ભારતીય ફિલ્મફેર એવોર્ડ યોજાઇ ગયો જેમાં આલિયા ભટ્ટ અને રાજકુમાર રાવને શ્રેષ્ઠ અભિનય માટે એવોર્ડ આપવામાં આવ્યા છે. 

ભારતીય ફિલ્મોનો સૌથી પ્રતિષ્ઠિત એવો આ સમારોહ 27 એપ્રિલે જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં  ‘ગંગુબાઈ  કાઠિયાવાડી’ ફિલ્મમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો  એવોર્ડ  આલિયા ભટ્ટને મળ્યો છે. ‘બધાઈ દો’માં અભિનય માટે રાજકુમાર રાવને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. 

ગંગુબાઈ  કાઠિયાવાડી ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મફેરમાં ગંગુબાઈ  કાઠિયાવાડી ફિલ્મને અલગ અલગ  દસ શ્રેણીમાં ઈનામ મળ્યા હતા જેમાં સંજય લીલા ભણસાલીને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવૉર્ડ મળ્યો હતો. 

સલમાન ખાને આ સમારંભને હોસ્ટ કર્યું હતું જેમાં મનીષ પૉલ અને આયુષ્યમાન ખુરાનાએ સાથ આપ્યો હતો. ત્યારે સાથે જ ગોવિંદા, જેકવેલીન ફર્નાન્ડીસ, ટાઈગર શ્રોફ, જ્હાન્વી કપૂર તેમજ વિકી કૌશલે તેમના પરફોર્મન્સ દ્વારા દર્શકોનું મનોરંજન કર્યું હતું. સલમાન ખાને તેની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મના ગીત ‘નૈયો લગદા’  પર ડાન્સ કર્યો હતો. જેનો લોકોએ ભરપૂર આનંદ લીધો હતો. 

આ સમારોહમાં 1960 ના દાયકાના જાણીતા વિલન અને એક્ટર પ્રેમ ચોપરાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપી સન્માન કરાયું હતું. શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટિક્સ) એવોર્ડ  બે અભિનેત્રીને આપવામાં આવ્યા છે જેમાં, બધાઈ હો’ની અભિનેત્રી ભૂમિ પેડણેકાર અને ભૂલ ભુલાઇયાં  2 માટે તબુનો સમાવેશ થાય છે. 

આ સાથે જ સહાયક ભૂમિકામાં `જુગ જુગ જીઓ’ માટે અનિલ કપૂરને શ્રેષ્ઠ અભિનેતા  અને `બધાઈ હો’ માટે સહાયક અભિનેત્રી તરીકે શિબા ચઢ્ઢાને એવૉર્ડ આપવામાં આવ્યા છે.

 બ્રહ્માસ્ત્રને બેસ્ટ મ્યુઝિક આલ્બમ જાહેર કરાયું છે અને તેના કેસરિયા ગીતના ગાયક અરિજિત સિંહને  શ્રેષ્ઠ ગાયકનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. બેસ્ટ ગીતો માટે બ્રહ્માસ્ત્ર  પાર્ટ 1 શિવાના અમિતાભ ભટ્ટાચાર્યણે કેસરિયા માટે અપાયો હતો. મહિલા પ્લેબેકમાં જુગ જુગ જીઓના રંગસારી માટે કવિતા શેઠને એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

ગંગુબાઈ  કાઠિયાવાડીને બેસ્ટ કોસ્ચ્યુમથી લઈને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન, બેસ્ટ કોરીયોગ્રાફર અને બેસ્ટ બેકગ્રાઉન્ડના એવોર્ડ ગયા હતા. અયન મુખર્જીની બ્રહ્માસ્ત્રને  પણ VFX માટે એવોર્ડ મળ્યો છે. 

વિક્રમ વેધામાં બેસ્ટ એક્શન માટે પરવેઝ શેખને એવોર્ડ અપાયો છે જ્યારે એક્શન હીરોમાં  બેસ્ટ એડિટિંગનો એવોર્ડ  નિનાદ ખાનોલકરને ફાળે આવ્યો છે.

 મહારાષ્ટ્ર પ્રવાસન વિભાગના સહયોગથી આ ફિલ્મફેર એવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં, અનિલ કપૂર, આલિયા ભટ્ટ, નોર ફતેહી, વિકી કૌશલ, રેખા, જ્હાન્વી કપૂર સહિતના અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.  68મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સ 2023નું  દર્શકો માટે કલર્સ પર પ્રસારણ કરાશે. આ ઉપરાંત 28 એપ્રિલે રાતના 9 વાગે જીઓ સિનેમા પર પણ જોવા મળશે.