આમીરખાનની પુત્રી ઇરાએ હતાશા વિશે ખુલીને વાત કરી

આમિર ખાનની પુત્રી ઇરા ખાને હાલમાં જ તેના માતા અને પિતાના છૂટાછેડાની તેના પર કેવી રીતે અસર પડી અને તે જે હતાશાનાં દોરમાંથી ગુજરી તેનું વર્ણન કરવા આગળ આવી છે.  આમિર ખાનની પુત્રી ઇરા ખાન કહે છે કે પરિવારમાં માનસિક સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. ડિપ્રેશન સામે લડવા, માતાપિતાના છૂટાછેડાનાં બનાવમાં કેવી રીતે […]

Share:

આમિર ખાનની પુત્રી ઇરા ખાને હાલમાં જ તેના માતા અને પિતાના છૂટાછેડાની તેના પર કેવી રીતે અસર પડી અને તે જે હતાશાનાં દોરમાંથી ગુજરી તેનું વર્ણન કરવા આગળ આવી છે.  આમિર ખાનની પુત્રી ઇરા ખાન કહે છે કે પરિવારમાં માનસિક સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. ડિપ્રેશન સામે લડવા, માતાપિતાના છૂટાછેડાનાં બનાવમાં કેવી રીતે સંભાળવું અને તેને પાંચ વર્ષ અગાઉ આવેલા હતાશાનાં દોર અંગે તેના અનુભવો જણાવ્યા હતા. 

ઇરા ખાને આમિર ખાન અને રીના દત્તાના છૂટાછેડાની તેના પર કેવી અસર પડી તે વિશે વાત કરી, ઇરા ખાને થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પોસ્ટ્સની શ્રેણી દ્વારા ડિપ્રેશન સાથેની તેની લડાઈ વિશે ખુલાસો કર્યો હતો. પાંચ વર્ષ પહેલાં ઇરાને ક્લિનિકલ ડિપ્રેશન હોવાનું નિદાન થયું હતું. તેણીએ હવે તેણીને તેના પિતા આમીર તરફથી મળેલા સમર્થન વિશે ખુલાસો કર્યો છે, અને કહ્યું છે કે તેના પરિવારમાં ભૂતકાળમાં માનસિક સ્વાસ્થ્ય અંગે સમસ્યાઓ હતી. 

ઇરાએ તાજેતરમાં માનસિક સ્વાસ્થ્ય સહાય પૂરી પાડવાના પ્રયાસ સાથે અગસ્તુ ફાઉન્ડેશનને શરૂ કર્યું છે. એક મુલાકાતમાં ઇરાએ  જણાવ્યું કે, આમિર ખાન અને તેની માતા રીના દત્તા ફાઉન્ડેશનના સલાહકાર બોર્ડમાં છે, અને ઉમેર્યું કે જ્યાં સુધી તેને યોગ્ય ભંડોળ ન મળે ત્યાં સુધી આમીરખાને તેને સ્થાપવામાં મદદ કરી.

જ્યારે ઇરાને તેના ડિપ્રેશન વિશે પૂછવામાં આવ્યું ત્યારે, ઇરાએ કહ્યું કે તેણીએ તેના વર્તનમાં ફેરફાર નોંધ્યા હતા જેમાં તે  લાંબા સમય સુધી રડતી હતી, ઉદાસ રહેતી અને ઘણીવાર તો  તે ચાર દિવસ સુધી ખાતી પણ નહોતી. ત્યારે તેને સમજાયું કે કશુંક ખોટુ છે.  જો કે રીના દત્તાથી આમિરના છૂટાછેડા સૌહાર્દપૂર્ણ હતા અને આ ઘટનાની તેના પર વધુ અસર થઈ ન હતી, તેમ છતાં તેણીને લાગ્યું કે કંઈક તો બરાબર નથી અને જ્યાં તે ભણતી હતી નેધરલેન્ડથી પાછા આવવાનું નક્કી કર્યું હતું. 

તેણે નેધરલેન્ડથી ભારત પાછા આવવાનું નક્કી કર્યું, જ્યાં તે અભ્યાસ કરતી હતી. તેણીએ કહ્યું, “મારી મમ્મીએ પણ એવું લાગ્યું કે,  હું જીવિત રહેવા માંગતી નથી તેથી હું ફક્ત ઊંઘીને દિવસો પસાર કરું છું જેથી જીવવાના દિવસો ઓછા થાય.  

ઇરાએ કહ્યું કે તેની હજી સારવાર ચાલુ છે અને હજી પણ દવા પર છે અને ઉમેર્યું હતું કે કેટલીકવાર ચિંતાજનક તબક્કાઓ આવે છે. તેણીએ ઉમેર્યું, “દર 8-10 મહિને એવું થાય છે કે હું સંપૂર્ણપણે ભાંગી પડું છું.  તે કેટલાંક અંશે આનુવંશિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક છે. તેને  સમજતા થોડો સમય લાગ્યો. પરંતુ, મારા પરિવારમાં મને માનસિક સ્વાસ્થ્યને લગતી વિકૃતિઓ છે. મારી પસંદગી સ્વસ્થયપૂર્ણ નહોતી. અને તેથી હું ડિપ્રેશનમાં જતી રહેતી હતી.