આમિર ખાનની દીકરી Ira Khanના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થયા

Ira Khan: બોલિવૂડના અભિનેતા આમિર ખાનની દીકરી ઈરા ખાન (Ira Khan) ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે લગ્નના બંધનમાં બંધાશે. હાલમાં તેના પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. જેની તસવીરો ઈરા ખાને સોશિયલ મિડીયા પર શેર કરી છે. આ તસવીરોમાં તેની માતા રીના દત્તા જોવા મળી હતી.  લગ્ન પહેલાં ઈરા ખાન (Ira Khan) […]

Share:

Ira Khan: બોલિવૂડના અભિનેતા આમિર ખાનની દીકરી ઈરા ખાન (Ira Khan) ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે લગ્નના બંધનમાં બંધાશે. હાલમાં તેના પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. જેની તસવીરો ઈરા ખાને સોશિયલ મિડીયા પર શેર કરી છે. આ તસવીરોમાં તેની માતા રીના દત્તા જોવા મળી હતી. 

લગ્ન પહેલાં ઈરા ખાન (Ira Khan) અને નૂપુર શિખરેના વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે. કેલવન સેરેમનીથી ફંક્શનની શરૂઆત થઈ છે. જો કે ઈરાના દુલ્હા નૂપુર શિખરે એક મહારાષ્ટ્રિયન છે. કેલવન ફંક્શનમાં દુલ્હા અને દુલ્હનની ફેમિલી લગ્ન પહેલાં ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ભોજન માટે એકબીજાને મળે છે જેથી કરીને એકબીજાને લગ્ન માટે આમંત્રિત  કરી શકાય. તેમાં દુલ્હા-દુલ્હનના ઘરના લોકા લગ્નના બંધનમાં બંધાય એ પહેલાં ગિફ્ટ આપતા હોય છે.

ઈરા ખાને જે તસવીરો શેર કરી છે તેમાં ઈરા ખાન (Ira Khan) પિંક-વ્હાઈટ લેરિયા સાડીની સાથે નોઝ રિંગ પહેરેલી જોવા મળે છે, જે પારંપારિક રૂપથી મહારાષ્ટ્રિન થાય છે. નૂપુર શિખરે પ્રિન્ટેડ કુર્તા અને પાયજામા પહેરેલો જોવા મળે છે. આ દરમિયાન ઈરા અને નૂપુર બંને પરિવારજનો સાથે જોવા મળ્યા હતા. એક તસવીરમાં ઈરા ખાનની માતા રીના દત્તા, નૂપુર શિખરેની માતા પ્રીતમ શિખરે સાથે જોવા મળી હતી. ઈરાની નજીકની મિત્ર અભિનેત્રી મિથિલા પાલકર પણ તેની સાથે જોવા મળી હતી. જો કે આ દરમિયાન ઈરા ખાનના પિતા આમિર ખાન  જોવા મળ્યા ન હતા.

વધુ વાંચો: ફિલ્મ Dunki માટે શાહરૂખ ખાનથી લઈને અન્ય કલાકારોએ લીધી આટલી ફી

Ira Khanએ નૂપુર શિખરે સાથે નવેમ્બર 2022માં સગાઈ કરી હતી

ઈરા ખાન અને નૂપુર શિખરે નવેમ્બર 2022માં સગાઈ કરી હતી. આ સગાઈમાં આમિર ખાન, રીના દત્તા અને આમિરની પૂર્વ પત્ની કિરણ રાવ સહિત પરિવારના અનેક લોકોએ હાજરી આપી હતી. ઈમરાન ખાન પણ આ પાર્ટીમાં જોવા મળ્યા હતા.

થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા પછી આમિર ખાનની દીકરી ઈરા ખાને (Ira Khan) પોતાના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે નવેમ્બર 2022માં ઓફિશિયલ રીતે સગાઈ કરી. આ કપલ હવે જાન્યુઆરી 2024માં લગ્ન કરવા જઈ રહ્યું છે. ઈરા ખાન અને નૂપુર શિખરે 3 જાન્યુઆરી 2024ના રોજ કોર્ટ મેરેજ કરશે. ત્યારબાદ તેઓ ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉદયપુર જશે. ઈરા ખાનના પિતા આમિર ખાન 13 જાન્યુઆરીના રોજ મુંબઈમાં દીકરી માટે એક ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન હોસ્ટ કરશે.

વધુ વાંચો: Sara Ali Khanએ કોફી વિથ કરણ 8માં શુભમન ગિલ અને સારાના રિલેશન અંગે પુષ્ટિ કરી

એક અહેવાલ અનુસાર, આમીર ખાનની દીકરી ઈરાના લગ્નની ભવ્ય ઉજવણી થશે. આમિર ખાન રિસેપ્શન માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને વ્યક્તિગત રીતે આમંત્રિત કરી રહ્યાં છે. ગેસ્ટ લિસ્ટમાં યંગ સ્ટાર્સથી લઈને સિનિયર એક્ટર્સ સુધી દરેકનો સમાવેશ થાય છે.

Tags :