‘મેરા કોઈ ચેહરા નહીં થા’… નાના પાટેકરે OTT પ્લેટફોર્મના કંઈક આવા કર્યા વખાણ

બોલિવુડ અભિનેતા નાના પાટેકરે OTT પ્લેટફોર્મના ભરપૂર વખાણ કર્યા છે. નાના પાટેકરે તેમની શરૂઆતની જર્ની વિશે વાત કરતા જણાવ્યું હતું કે મારા જેવા કલાકારો જે દેખાવે ઠીક ઠાક હોય એવા લોકોને તો તક પણ નહોંતી મળતી. નાના પાટેકરે જણાવ્યું કે ઓમ પુરી, ઈરફાનખાન, મનોજ બાજપાઈ જેવા લોકોને તક નહોતી મળતી પણ OTT પ્લેટફોર્મે આવા લોકોને […]

Share:

બોલિવુડ અભિનેતા નાના પાટેકરે OTT પ્લેટફોર્મના ભરપૂર વખાણ કર્યા છે. નાના પાટેકરે તેમની શરૂઆતની જર્ની વિશે વાત કરતા જણાવ્યું હતું કે મારા જેવા કલાકારો જે દેખાવે ઠીક ઠાક હોય એવા લોકોને તો તક પણ નહોંતી મળતી. નાના પાટેકરે જણાવ્યું કે ઓમ પુરી, ઈરફાનખાન, મનોજ બાજપાઈ જેવા લોકોને તક નહોતી મળતી પણ OTT પ્લેટફોર્મે આવા લોકોને તક આપવાનું શરૂ કર્યું છે.

નાના પાટેકરની કઈ છે નેક્સ્ટ ફિલ્મ?

નાના પાટેકર તેમની આગામી ફિલ્મ ધ વેક્સીન વોર માટે તૈયારી કરી રહ્યા છે. તેઓએ DNA સાથેના ઇન્ટરવ્યુમાં OTT ના ઉદભવ વિશે વાત કરી. તેમણે OTT  વિશે વાત કરતા જણાવ્યું કે OTTએ ઘણા એવા ચહેરાઓને તક આપી છે જેવા ચહેરાઓને મારા સમયમાં તક નહોંતી મળી શકતી.

“ઉસ વક્ત હમકો ચાન્સ નહીં મિલતા થા..”

નાના પાટેકરે ઈન્ટરવ્યૂમાં વાત કરતા જણાવ્યું કે, “ઉસ વક્ત હમ કો ચાંસ મિલતા નહીં થા. હમારે જૈસે ચેહરે વાલે લોગો કો. જૈસે ઓમ (પુરી) કા ચેહરા નહીં થા, ઈરફાન કા કોઈ ચેહરા નહીં થા. મેરા કોઈ ચેહરા નહીં થા, મનોજ (બાજપેયી) કા કોઈ ચેહરા નહીં થા. રઘુબીર (યાદવ) કા ચેહરા નહીં થા. અબ હમ સબકો એક મંચ મિલ ગયા હૈ અપના હુનર દિખાને કા. લોગો ને ઉનકો પેહચાં લિયા, ઔર ઉનહે અચ્છા કહેને લગે (અમને તે સમયે તક ન મળી). 

વધુમાં નાના પાટેકરે કહ્યું કે, મારા જેવા સામાન્ય દેખાવવાળા કલાકારો, ઓમ પુરી, ઈરફાન, મનોજ બાજપેયી, અને રઘુબીર યાદવને તેમની તક મળી ન હતી. પરંતુ હવે OTT એક એવું મંચ છે જ્યાં નાના કલાકારો પણ તેમનો જલવો બતાવી શકે છે. OTT પ્લેટફોર્મ હવે સિનેમા અને થિયેટર સિવાયનું બીજું એક એવું માધ્યમ છે જ્યાં કલાકારો પોતાની કલાને બતાવી શકે છે.

કયા મોટા કલાકારોને નાના પાટેકરે વાગોળ્યા?

આ જ ઈન્ટરવ્યુમાં નાના પાટેકરે ફિલ્મ સુપરસ્ટારડમના અંત વિશે પણ વાત કરી હતી અને બોક્સ ઓફિસના પરિણામો પ્રમાણે કેટલાંક અઠવાડિયામાં સ્ટાર્સ કેવી રીતે બદલાઈ જાય છે તે પણ કહ્યું . નાનાએ દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવ આનંદ જેવા સ્ટાર્સનું ઉદાહરણ આપ્યું હતું કે કેવી રીતે દર્શકો હજુ પણ તેમની ફિલ્મોને યાદ કરે છે.

નાના પાટેકર ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકાથી વધુ સમયથી અભિનય કરી રહ્યા છે. તેમના કેટલાક નોંધપાત્ર કાર્યોમાં પરિંદા (1989), ક્રાંતિવીર (1994), ખામોશી: ધ મ્યુઝિકલ (1996), અને વેલકમ (2007) નો સમાવેશ થાય છે.

નાના પાટેકર થોડા સમય પછી વિવેક અગ્નિહોત્રીની ધ વેક્સીન વોર સાથે મોટા પડદા પર પાછા ફરશે. તે ભારતીય વૈજ્ઞાનિક ટીમના વડાની ભૂમિકા કરશે જેણે રોગચાળા દરમિયાન કોવિડ-19 સામે ભારતની પ્રથમ રસી વિકસાવી હતી. આ ફિલ્મમાં અનુપમ ખેર, રાયમા સેન, સપ્તમી ગૌડા અને પલ્લવી જોશી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ  28 સપ્ટેમ્બરે રિલીઝ થશે.