સૂરજ પંચોલી જિયા ખાન આત્મહત્યા કેસમાં નિર્દોષ છૂટ્યો

અભિનેત્રી જિયા ખાનની આત્મહત્યાના લગભગ એક દાયકા પછી મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે આજે તેના બોયફ્રેન્ડ અને ફિલ્મ સ્ટાર સૂરજ પંચોલીને ઉશ્કેરણીના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યો છે. 25 વર્ષીય જિયા ખાન, 3 જૂન, 2013ના રોજ તેના જુહુના ઘરે ગળે ફાસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે બાદમાં જિયાએ લખેલા છ પાનાના પત્રના આધારે સૂરજ પંચોલીની ધરપકડ […]

Share:

અભિનેત્રી જિયા ખાનની આત્મહત્યાના લગભગ એક દાયકા પછી મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે આજે તેના બોયફ્રેન્ડ અને ફિલ્મ સ્ટાર સૂરજ પંચોલીને ઉશ્કેરણીના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યો છે. 25 વર્ષીય જિયા ખાન, 3 જૂન, 2013ના રોજ તેના જુહુના ઘરે ગળે ફાસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે બાદમાં જિયાએ લખેલા છ પાનાના પત્રના આધારે સૂરજ પંચોલીની ધરપકડ કરી હતી અને તેના પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો હતો. જિયાની માતા રાબિયા ખાને દાવો કર્યો હતો કે તેની હત્યા કરવામાં આવી છે.

CBI કોર્ટના ન્યાયાધીશ એએસ સૈયદે  “પુરાવાઓની અછતને કારણે, 32 વર્ષીય સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો”. પંચોલીની જૂન 2013માં આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને જુલાઈ 2013માં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. જિયાની માતા રાબિયા ખાન, જે આ કેસની મુખ્ય ફરિયાદી સાક્ષી છે. ગયા વર્ષે બોમ્બે હાઈકોર્ટે કેસની નવેસરથી તપાસની માંગ કરતી તેણીની અરજીને ફગાવી દીધી હતી. ચુકાદા પર પ્રતિક્રિયા આપતા તેણે સમાચાર એજન્સીને જણાવ્યું કે તેની પુત્રીની હત્યા કરવામાં આવી છે. “આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ દૂર થઈ ગયો છે. પરંતુ મારા દીકરીનું મૃત્યુ કેવી રીતે થયું? આ હત્યાનો મામલો છે, તે હાઈકોર્ટનો સંપર્ક કરશે,”

ન્યાયાધીશ એએસ સૈયદે ગયા અઠવાડિયે બંને પક્ષોની અંતિમ દલીલો સાંભળી હતી અને આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે આ કેસની શરૂઆતમાં તપાસ કરતી મુંબઈ પોલીસે જપ્ત કરેલો પત્ર જિયા ખાને લખ્યો હતો. કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું હતું કે પત્રમાં સૂરજ પંચોલીના હાથે કથિત રીતે જિયા ખાન પર શારીરિક શોષણ અને માનસિક અને શારીરિક ત્રાસ વર્ણવવામાં આવ્યો હતો. જેના કારણે તેણીએ આત્મહત્યા કરી લીધી હતી..

12 એપ્રિલ, 2023ના રોજ કોર્ટમાં આપેલા તેમના અંતિમ નિવેદનમાં, સૂરજ પંચોલીએ કહ્યું હતું કે તેના પર ખોટા કેસમાં કેસ કરવામાં આવ્યો હતો અને તે ખોટા કાર્યવાહી અને સતાવણીનો ભોગ બન્યો હતો. તેણે દાવો કર્યો હતો કે જ્યારે તેણે જીયાના મૃત્યુ વિશે સાંભળ્યું ત્યારે તે ભાંગી પડ્યો હતો અને કહ્યું હતું કે, “મેં મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ અને તે સ્ત્રીને ગુમાવી દીધી જેને હું ખરેખર પ્રેમ કરતો હતો.”

જિયા ખાન ફિલ્મ નિ:શબ્દમાં તેના અભિનય માટે જાણીતી છે. આ ઉપરાંત તેને આમિર ખાન સ્ટારર ફિલ્મ ગજનીમાં પણ કામ કર્યુ હતું. જેના કારણે લોકો તેને સારી રીતે ઓળખતા થયા હતા. બીજી તરફ સુરજ પંચાલીએ એ સમયે બોલિવુડમાં ડેબ્યૂ પણ નહોતું કર્યું.