શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું એડવાન્સ બુકિંગ શરૂ, અધધ 2400 રૂપિયામાં વેચાઈ રહી છે ટિકિટ

ભારતમાં અભિનેતા શાહરૂખ ખાનની બહુચર્ચિત ફિલ્મ જવાનનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મ રિલીઝના એક સપ્તાહ પહેલા શુક્રવારે જવાનના નિર્માતાઓએ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી હતી. એડવાન્સ બુકિંગ શરૂ થયાના માત્ર 2 કલાકથી પણ ઓછા સમયમાં 41,000 ટિકિટોનું હોટ કેકની માફક વેચાણ થઈ ગયું હતું.  શાહરૂખ ખાનના ચાહકો જવાનના એડવાન્સ બુકિંગ માટે […]

Share:

ભારતમાં અભિનેતા શાહરૂખ ખાનની બહુચર્ચિત ફિલ્મ જવાનનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મ રિલીઝના એક સપ્તાહ પહેલા શુક્રવારે જવાનના નિર્માતાઓએ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી હતી. એડવાન્સ બુકિંગ શરૂ થયાના માત્ર 2 કલાકથી પણ ઓછા સમયમાં 41,000 ટિકિટોનું હોટ કેકની માફક વેચાણ થઈ ગયું હતું. 

શાહરૂખ ખાનના ચાહકો જવાનના એડવાન્સ બુકિંગ માટે ઉત્સુક

જવાન ફિલ્મના એડવાન્સ બુકિંગ માટે ટિકિટોના ભાવ 2400 રૂપિયા સુધી પહોંચી જવા છતાં કિંગ ખાનના ચાહકો એડવાન્સ બુકિંગ કરવા માટે પડાપડી કરી રહ્યા છે. પઠાનની ધમાકેદાર સફળતા બાદ શાહરૂખ ખાનની આ ફિલ્મ વધુ ઉત્સુકતા જગાવી રહી છે.
 

ફિલ્મ વેપાર વિશ્લેષક મનોબાલા વિજયબાલને શુક્રવારના રોજ ટ્વિટર પોસ્ટમાં લખ્યું હતું કે, શાહરૂખ ખાન જવાન ફિલ્મ સાથે વધુ એક વખત ઈતિહાસ રચવાનો છે અને આ ફિલ્મ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મો પૈકીની એક છે. તેમણે જવાન ફિલ્મનું એડવાન્સ બુકિંગ તેજીમાં હોવાનું જણાવીને સાથે જ ફાયરનું ઈમોજી પણ મુક્યુ હતું. 

એક કલાકમાં 20 હજાર ટિકિટનું વેચાણ


ભારતમાં બુક માય શો પોર્ટલ પરથી માત્ર એક કલાકમાં 20.26 હજાર ટિકિટો વેચાઈ. જવાન 100 કરોડ રૂપિયાની કમાણી કરનારી બીજી ફિલ્મ બનવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પઠાન બાદ શાહરૂખ ખાન માટે તે વધુ એક ઓપનર સાબિત થશે અને તે બોલિવુડના ઈતિહાસમાં આ ઉપલબ્ધિ હાંસલ કરનારા પ્રથમ કલાકાર બની જશે.
 

આગામી 7 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં જવાન હિંદી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થવાની છે. ફિલ્મ 2ડી અને આઈમેક્સ ફોર્મેટમાં જોઈ શકાશે. દિલ્હીના એમ્બિઅન્સ મોલમાં સૌથી મોંઘી ટિકિટ વેચાઈ રહી છે જેની કિંમત 2,400 રૂપિયા છે. જોકે શાહરૂખ ખાનના ચાહકોને આટલા ભાવની કોઈ ચિંતા નથી અને લગભગ તમામ શો માટેની ટિકિટો માટે પડાપડી થઈ રહી છે. 


શાહરૂખ ખાનના ફેન ક્લબ, એસઆરકે યુનિવર્સે ભારતના 300થી પણ વધારે શહેરોમાં આ એક્શનથી ભરપૂર મનોરંજક ફિલ્મ માટે ફેન શોનું આયોજન કર્યું છે જે કોઈ પણ હિંદી ફિલ્મ સ્ટાર માટે રેકોર્ડ સમાન ઘટના છે.

આ ફિલ્મમાં શાહરૂખ ખાન દક્ષિણની અભિનેત્રી નયનતારા સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ સિવાય જવાનમાં સાન્યા મલ્હોત્રા, વિજય સેતુપતિ, પ્રિયમણી અને રિદ્ધિ ડોગરા પણ મહત્વના રોલમાં જોવા મળશે. દીપિકા પાદુકોણ પણ ફિલ્મમાં ખાસ કેમિયોમાં જોવા મળશે. જવાનનું ટ્રેલર શાહરૂખ ખાનના વિલન તરીકેના પાત્રથી શરૂ થાય છે, જે મુંબઈમાં મેટ્રોને હાઈજેક કરે છે. શાહરૂખ ખાનનું આ ખતરનાક પાત્ર તેના ચાહકોની ઉત્સુકતા વધારી રહ્યું છે.