21 વર્ષ પછી Rajinikanth અને કમલ હાસને એક જ સ્ટુડિયોમાં શૂટિંગ કર્યું

રજનીકાંત અને કમલ હાસનની થલાઈવર 170 અને ઈન્ડિયન 2નાંશૂટિંગની તસવીરો વાયરલ થઈ

Courtesy: Image: Twitter

Share:

 

Rajinikanth: સાઉથ ઈન્ડસ્ટ્રીના બે દિગ્ગ્જ અભિનેતા રજનીકાંત (Rajinikanth) અને કમલ હાસનની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. રજનીકાંત અને કમલ હાસને સાઉથ સિનેમાની સાથે સાથે બોલિવૂડમાં પણ લોકપ્રિયતા મેળવી છે. કમલ હાસન અને રજનીકાંતના કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. રજનીકાંત અને કમલ હાસને તેમની આગામી ફિલ્મો માટે 21 વર્ષ બાદ એક જ સ્ટુડિયોમાં શૂટિંગ કર્યું હતું.

કમલ હાસન અને Rajinikanthની તસવીરો લાયકા પ્રોડક્શન્સે શેર કરી 

કમલ હાસન અને રજનીકાંત (Rajinikanth)ની ઘણી તસવીરો લાયકા પ્રોડક્શન્સ દ્વારા X પર શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં બંને સુપરસ્ટાર હાથ મિલાવતા અને ગળે લગાવતા જોવા મળે છે. આ તસવીરોને કેપ્શન આપવામાં આવ્યું હતું કે, "ભારતીય સિનેમાના 2 અનોખા દિગ્ગ્જ કમલ હાસન અને રજનીકાંત 21 વર્ષ પછી તેમની આગામી ફિલ્મો ઈન્ડિયન 2 અને થલાઈવર 170 ના શૂટિંગ દરમિયાન એક જ સ્ટુડિયોમાં ફરી મળ્યા હતા. અમે બંને ફિલ્મોનું નિર્માણ કરવા બદલ ખુબ જ ખુશ અને ગર્વ અનુભવીએ છીએ." 

ચાહકોએ આપી પ્રતિક્રિયા 

આ ફોટા અને વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો તેમના પ્રિય કલાકારોને એકસાથે જોઈને ખૂબ જ ખુશ છે. ઘણા ચાહકોએ બંને સુપરસ્ટાર માટે તેમનો ઉત્સાહ અને પ્રશંસા વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી.

 

પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, એક ચાહકે લખ્યું, "દશકો ભલે વીતી જાય પરંતુ તેઓનો એકબીજા માટેનો પ્રેમ એટલો જ રહે છે. આવી સુપ્રસિદ્ધ મિત્રતાના સાક્ષી બનવા માટે નસીબદાર છું." બીજા યુઝરે લખ્યું, "તેમને એક મૂવીમાં સાથે કાસ્ટ કરો." ત્રીજા વ્યક્તિએ કમેન્ટ કરી, "મારો દિવસ સારો રહ્યો." અન્ય એક વ્યક્તિએ કમેન્ટ કરી, "વાહ! શું શાનદાર તસવીરો છે. સિનેમાના બે મહાન કલાકારો."

કમલની હાસનની આગામી ફિલ્મો

ઈન્ડિયન 2 ઉપરાંત કમલ હાસન મણિરત્નમની આગામી ફિલ્મમાં જોવા મળશે. અગાઉ, ફિલ્મનું નામ KH234 હતું, હવે તેનું નામ ઠગ લાઈફ રાખવામાં આવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં, ફિલ્મના પ્રોડક્શન હાઉસ રાજ કમલ ફિલ્મ્સ ઈન્ટરનેશનલે ચાહકોને શીર્ષકની ઘોષણા વિડિઓમાં આપી હતી.

 

આ સિવાય કમલ હાસન કલ્કી 2898 એડીમાં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટણી પણ છે. તે 12 જાન્યુઆરી, 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

રજનીકાંતની આગામી ફિલ્મો

અભિનેતા રજનીકાંત (Rajinikanth) સ્પોર્ટ્સ ડ્રામા લાલ સલામમાં કેમિયો કરવા જઈ રહ્યા છે અને સુપરસ્ટારની 'થલાઈવર 170' પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, રાણા દગ્ગુબાતી અને ફહદ ફાસિલ મહત્વની ભૂમિકામાં છે. આ પછી રજનીકાંત ડાયરેક્ટર લોકેશ કનાગરાજના આગામી પ્રોજેક્ટમાં પણ કામ કરવા જઈ રહ્યા છે. 

Tags :