રશ્મિકા મંદાના બાદ હવે Katrina Kaif  ડીપફેકનો શિકાર બની

Katrina Kaif: સોશિયલ મીડિયા પર તાજેતરમાં અભિનેત્રી રશ્મિકા મંદાનાનો મોર્ફ કરેલો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો નકલી હતો અને ડીપફેકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. જે બાદ હવે કેટરીના કૈફ (Katrina Kaif) પણ આનો શિકાર બની છે. જેમાં ટાઈગર 3ના એક વાયરલ સીનને મોર્ફ કરવામાં આવ્યો છે. Katrina Kaifની ડીપફેક તસવીર સોશિયલ મીડિયા પર […]

Share:

Katrina Kaif: સોશિયલ મીડિયા પર તાજેતરમાં અભિનેત્રી રશ્મિકા મંદાનાનો મોર્ફ કરેલો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો નકલી હતો અને ડીપફેકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. જે બાદ હવે કેટરીના કૈફ (Katrina Kaif) પણ આનો શિકાર બની છે. જેમાં ટાઈગર 3ના એક વાયરલ સીનને મોર્ફ કરવામાં આવ્યો છે.

Katrina Kaifની ડીપફેક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ

ફિલ્મ ટાઈગર 3ના એક સીનમાં કેટરીના કૈફ (Katrina Kaif) ટોવેલ લપેટીને એક્શન કરતી જોવા મળી હતી. કેટરીના કૈફની આ તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે અને નકલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે. મૂળ તસવીરમાં કેટરીના કૈફ ટોવેલ લપેટીને ફાઈટ સીન કરતી જોવા મળે છે, જ્યારે મોફર્ડ તસવીરમાં તે સફેદ ડીપ નેકલાઈનની બિકીની ટોપમાં જોવા મળી રહી છે.

વધુ વાંચો: Alia Bhattએ પહેલા જન્મદિવસ પર બતાવી દીકરી રાહાની પહેલી ઝલક

રશ્મિકા મંદાનનો આ વિડીયો જોયા પછી વાયરલ થઈ રહેલી કેટરીના કૈફ (Katrina Kaif)ની આ તસવીરે લોકોને ચોંકાવી દીધા છે. જો કે આ વાત પર હજુ સુધી કેટરીના કૈફ તેમજ ટાઈગર 3ના મેકર્સે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ટાઈગર 3ના ટોવેલનો ફાઈટ સીન વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સીન કરતા કેટરીના કૈફને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.

કેટરીના કૈફે આ સીન વિશે જણાવ્યું કે હમ્મામમાં શૂટ કરવું ખૂબ મુશ્કેલ હતું. ટોવેલમાં એક્શન કરવી અનેક રીતે અઘરું હતું. આ લેવલ પર એક્શન સીન બોલિવૂડમાં પહેલી વાર જોવા મળશે. આ પહેલાં ક્યારેય પણ આ પ્રકારના એક્શન સીન ફિલ્મમાં આવ્યા નથી.

વધુ વાંચો: Amitabh Bachchanએ રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો મામલે કરી લીગલ એક્શનની માગણી

કેટરીના કૈફ (Katrina Kaif)ની આ ડીપફેક તસવીર જોયા બાદ ચાહકો બરાબરના ગુસ્સે ભરાયા છે. લોકોએ સાયબર ક્રાઈમ સામે કડક કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. આ પોસ્ટ પર એક વ્યક્તિએ કમેન્ટમાં લખ્યું, “આ બધું બંધ કરવાની જરૂર છે.” બીજાએ લખ્યું, “આ શરમજનક કૃત્ય છે.” 

અગાઉ રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો સામે આવ્યો હતો, જે AI દ્વારા બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં એક મહિલા લિફ્ટમાં પ્રવેશતી જોવા મળી હતી, જેનો ચહેરો બિલકુલ રશ્મિકા મંદાના જેવો છે. આ વીડિયોમાં AIની ડીપફેક ટેક્નોલોજીની મદદથી તે મહિલાનો ચહેરો રશ્મિકા મંદાના જેવો બનાવવામાં આવ્યો છે. રશ્મિકાએ આ ડીપફેક વીડિયોને ખૂબ જ ખતરનાક ગણાવ્યો હતો. 

રશ્મિકા મંદાનાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા નિવેદનમાં લખ્યું હતું કે, “હું આ શેર કરતાં ખરેખર દુઃખી છું અને હું મારા ડીપફેક વીડિયોને ઓનલાઈન ફેલાવવા વિશે વાત કરવા માંગુ છું. આ ખૂબ ડરામણો છે. ટેકનોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે. આજે એક મહિલા અને એક અભિનેત્રી તરીકે હું મારા પરિવાર, મિત્રો અને શુભેચ્છકોની આભારી છું જેઓ મારા સપોર્ટ સિસ્ટમ છે.”