જવાનની સફળતા બાદ સલમાન ખાન, રણબીર કપૂર જેવા મેગા સ્ટાર સાથે કામ કરવા ઉત્સુક છે એટલી કુમાર

તમિળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું દિગ્ગજ નામ ગણાતા ફિલ્મ નિર્દેશક એટલી કુમારે ‘બિગિલ’, ‘મર્સેલ’ જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તાજેતરમાં તેમની બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનને ચમકાવતી ફિલ્મ ‘જવાન’ પણ બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન આપી રહી છે. ત્યારે ફિલ્મ જવાનની સફળતાનો આનંદ માણી રહેલા એટલી કુમારે પોતાના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરી હતી.  એટલી કુમારના કહેવા […]

Share:

તમિળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું દિગ્ગજ નામ ગણાતા ફિલ્મ નિર્દેશક એટલી કુમારે ‘બિગિલ’, ‘મર્સેલ’ જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તાજેતરમાં તેમની બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનને ચમકાવતી ફિલ્મ ‘જવાન’ પણ બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન આપી રહી છે. ત્યારે ફિલ્મ જવાનની સફળતાનો આનંદ માણી રહેલા એટલી કુમારે પોતાના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. 

એટલી કુમારના કહેવા પ્રમાણે તેઓ આગામી ફિલ્મ માટે સલમાન ખાન, રિતિક રોશન, રણવીર સિંઘ અને રણબીર કપૂર જેવા મેગાસ્ટાર સાથે વાત કરી રહ્યા છે. હકીકતે એક ઈન્ટરવ્યુ દરમિયાન એટલી કુમારને તેઓ હવે કોના સાથે કામ કરશે તેવો સવાલ કરવામાં આવ્યો હતો. જવાબમાં એટલી કુમારે કહ્યું હતું કે, “સારી વાત એ છે કે, સૌને ક્રાફ્ટ, હું અને મારી ટીમ જે કરીએ છીએ તે ગમે છે. માટે હું પણ દેશના દિગ્ગજ કલાકારો સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું.”

એટલી કુમાર એક સારી સ્ક્રીપ્ટની રાહમાં

એટલી કુમારે પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, “સારી વાત એ છે કે, ઈશ્વર તમને આશીર્વાદ આપે. મારા માટે સારી સ્ક્રીપ્ટ અને સારા વિચારો જ ઈશ્વરના આશીર્વાદ સમાન છે. માટે એ મળશે એટલે આગળનું બધું પણ ગોઠવાઈ જશે. હું સલમાન ખાન સર અને રણબીર સર સાથે કામ કરવા માટે એક સારી સ્ક્રીપ્ટની રાહ જોઈ રહ્યો છું.”

શાહરૂખ ખાન સાથે કામ કરવાનો અનુભવ કર્યો શેર

એટલી કુમારે ફિલ્મ જવાનના નિર્માણમાં શાહરૂખ ખાનની સામેલગીરી અંગે પણ ખુલીને વાતો કરી હતી. એટલી કુમારના કહેવા પ્રમાણે એક ફિલ્મમેકર તરીકે તેઓ હંમેશા ફીડબેકનું સ્વાગત કરે છે. વધુમાં તેમને ટેક્નિકલ લોકોની થોટ પ્રોસેસ, ફીડબેક અને તેમના સૂચનો શેર કરવા પણ પસંદ છે. 

એટલી કુમારે જણાવ્યું હતું કે, આખી સ્ક્રીપ્ટ પાછળનું એક નામ એસઆરકે સર (શાહરૂખ ખાન) હતા. પહેલા દિવસથી જ તેઓ બંનેના મનમાં સાથે કામ કરવાનો વિચાર હતો અને તેમણે જવાનમાં સાથે મળીને કામ કર્યું છે. એટલી કુમારે ફિલ્મ જવાનની સ્ક્રીપ્ટ શાહરૂખ ખાન સમક્ષ રજૂ કરી હતી અને શાહરૂખ ખાને તેને વધુ વિસ્તૃત રૂપ આપવાની સાથે જ એક્શન કેવી રીતની હોવી જોઈએ વગેરે અંગે ફીડબેક આપ્યા હતા. 

એટલી કુમારે ફિલ્મ જવાનમાં વિષ્ણુ દ્વારા કલર સ્કીમ અને તે સહીતની બાબતો માટે કામ કરવામાં આવ્યું તેની પણ ખૂબ પ્રશંસા કરી હતી. એટલી કુમારના કહેવા પ્રમાણે જવાન ફિલ્મ શાહરૂખ ખાન સહિતના અનેક શાનદાર ટેક્નિશિયન દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને માટે જ તેને ફિલ્મ નિર્માણ કહેવામાં આવે છે. ફિલ્મ એ એક વ્યક્તિગત વિચાર કે કોઈ એક વ્યક્તિના દૃષ્ટિકોણ પૂરતી સીમિત નથી હોતી.