ઇંડિયન આઇડલ 13ના વિજેતા ઋષિ સિંહની શૉમાં જજ બનવાની ઈચ્છા

અયોધ્યાના 21 વર્ષીય ઋષિ સિંહ  ઇંડિયન આઇડલ 13માં વિજેતા બન્યો હતો.  જીત્યા પછી તેને પૂછવામાં આવ્યું હતું કે તે વિજેતા બનીને કેવું અનુભવી રહ્યો છે ત્યારે તેણે જણાવ્યું હતું કે, , મને આશા છે કે કોઈ દિવસ આ શોમાં જજ તરીકે પાછો આવીશ.  તેણે જણાવ્યું કે,  ઇંડિયન આઇડલ 13ના વિજેતા તરીકે મારું નામ ઘોષિત થતા […]

Share:

અયોધ્યાના 21 વર્ષીય ઋષિ સિંહ  ઇંડિયન આઇડલ 13માં વિજેતા બન્યો હતો.  જીત્યા પછી તેને પૂછવામાં આવ્યું હતું કે તે વિજેતા બનીને કેવું અનુભવી રહ્યો છે ત્યારે તેણે જણાવ્યું હતું કે, , મને આશા છે કે કોઈ દિવસ આ શોમાં જજ તરીકે પાછો આવીશ. 

તેણે જણાવ્યું કે,  ઇંડિયન આઇડલ 13ના વિજેતા તરીકે મારું નામ ઘોષિત થતા જ હું મારા આસું રોકી શક્યો નહતો. આ એક ખૂબ જ જાણીતો રિયાલિટી શો છે અને તેમાં જીતવા માટે મેં શરૂઆતથી જ ઘણી મહેનત કરી હતી. 

 જ્યારે મેં  ઇંડિયન આઇડલ શોમાં ભાગ લીધો ત્યારે જ  અંત સુધી ટકી રહેવાનું નક્કી કર્યું હતું. શરૂઆત થી જ હું સોશિયલ મીડિયામાં ફેમસ હતો પરંતુ કોમ્પિટિશન ઘણી ટફ હતી અને તે પણ ખાસ કરીને ફર્સ્ટ રનર આપ  

દેબોસ્મિતા રૉય સાથે. આથી હું વિચારતો હતો કે કોઈ પણ જીતી શકે છે. 

તેણે વધુમાં જણાવ્યું કે, આટલી નાની ઉંમરે જીતેલા રૂ. 25 લાખ થકી તે અનેક દેશોમાં ફરીને તેનાં સંગીતની કલાને વધુ વિકસાવવા માંગે છે. એક આર્ટિસ્ટ હંમેશા શીખતો જ રહે છે. આ ઉપરાંત હું હવે મારી કલાને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માંગુ છે . તેને એમ પણ જણાવ્યું કે હું એટલો આગળ વધવા માંગુ છું કે એક દિવસ હું ઇંડિયન આઇડલ શોમાં જ જજ બનીને આવું. વધુમાં, મને આ શો દરમિયાન જ ઘણા ગીત માટે પ્લેબેક સિંગિંગની ઓફર થઈ છે તે પણ  હું મારા સંગીતના વિડીયો સાથે કરીશ તેમ પણ તેણે જણાવ્યું હતું. 

આ ઉપરાંત તેણે જણાવ્યું કે મહાન ગાયક અરિજિત સિંહ મારા આદર્શ છે અને હું તેમની પાછળ પાગલ છું તેમને  મળવાનું મારું સપનું પણ હવે પૂરું કરવા માંગુ છું. તેમ ઋષિએ મંગળવારે અયોધ્યા તેનાં ઘરે પાછા ફરીને જણાવ્યું હતું. 

તેની અત્યાર સુધીની સફર વિશે વાત કરતાં કહ્યું કે, હું અયોધ્યામાં જ જન્મ્યો છું અને અહીં જ મોટો થયો છું. હ્યુમનિટીઝમાં ધોરણ 12 પૂરું કર્યું છે મારા પરિવારનો મને પૂરો ટેકો મળી રહ્યો હતો તેથી હું ભણવા સાથે મારી ગાયકી ઉપર સારી રીતે ધ્યાન આપી શક્યો. 

મારા ઘરમાં મારા પિતા મારી સૌથી મોટી તાકાત બની રહ્યા અને મને તેમણે મને જે સૌથી વધુ ગમતું હોય તે કરવા માટે પ્રોત્સાહિત કર્યો.