હવે બોલો 'જુબાં કેસરી'..એડ કરવું અજય, અક્ષય અને શાહરુખને પડ્યું ભારે, કોર્ટે ફટકારી નોટિસ

Notice To Actors: એક ગુટખા એડ માટે હવે અજય દેવગણ, શાહરુખ ખાન અને અક્ષય કુમારને કોર્ટે નોટિસ પાઠવી છે. ત્રણેય એક્ટર્સને આ એડ કરવાનું ભારે પડી ગયું છે.

Share:

હાઈલાઇટ્સ

  • અજય, અક્ષય, શાહરુખ ખાનને મળી કોર્ટની નોટિસ
  • ગુટખા એડ માટે ત્રણેયને મળી છે આ નોટિસ
  • આવતી 9 મેના રોજ સુનાવણી હાથ ધરાશે

કેન્દ્ર સરકારની એક અવમાનના અરજીનો જવાબ આપતા અલ્હાબાદ કોર્ટની લખનૌ ખંડપીઠને સૂચિત કર્યું કે, અજય દેવગણ, અક્ષય કુમાર અને શાહરુખ ખાનને ગુટખા કંપનીઓ માટે કરવામાં આવેલી એડ માટે નોટિસ જારી કરવામા આવી છે. કેન્દ્રના વકીલે શુક્રવારે હાઈકોર્ટને સૂચિત કર્યુ કે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટ પણ સુનાવણી કરી રહી છે. આ સ્થિતિમાં તાત્કાલિક અરજી રદ્દ કરી દેવી જોઈએ. દલીલો સાંભળ્યા બાદ પીઠે આગામી 9 મે, 2024ના રોજ સુનાવણી નક્કી કરી હતી. 

નોટિસ પાઠવી હતી
22 સપ્ટેમ્બર 2022ના રોજ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે, અભિનેતાઓ દ્વારા ગુટખા કંપનીઓના પ્રચાર  કરવા મામલે વિચાર કરવો જોઈએ. શુક્રવારના રોજ થયેલી સુનાવણી વખતે કેન્દ્ર સરકાર વતી ડેપ્યુટી સોલિસિટર જનરલે 16 ઓક્ટોબરની નોટિસની નકલ રજૂ કરતા કહ્યું કે, કેન્દ્રએ અક્ષય કુમાર, અજય દેવગણ અને શાહરુખ ખાનને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો. 

અમિતાભ બચ્ચને પાઠવી હતી નોટિસ 
સુનાવણી દરમિયાન એવી પણ દલીલ કરવામાં આવી કે, અમિતાભ બચ્ચને એક ગુટખા કંપનીને નોટિસ મોકલી હતી. કરાર પૂરા થઈ ગયા હોવા છતા પણ આ કંપની તેમની એડ બતાવી રહી હતી. જે બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.