National Film Award: આલિયા ભટ્ટે તેના લગ્નની સાડીમાં એવોર્ડ સ્વીકાર્યો

National Film Award: દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ બોલીવુડ સ્ટાર્સને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અભિનેત્રી આલિયા ભટ્ટે (Alia Bhatt) તેની લગ્નની સાડીમાં ગંગુબાઈ કાઠિયાવાડી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સ્વીકાર્યો હતો. આલિયા ભટ્ટ તેના પતિ રણબીર કપૂર સાથે પહોંચી હતી, તેણે તેના […]

Share:

National Film Award: દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ બોલીવુડ સ્ટાર્સને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અભિનેત્રી આલિયા ભટ્ટે (Alia Bhatt) તેની લગ્નની સાડીમાં ગંગુબાઈ કાઠિયાવાડી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સ્વીકાર્યો હતો. આલિયા ભટ્ટ તેના પતિ રણબીર કપૂર સાથે પહોંચી હતી, તેણે તેના લગ્નના દિવસે પહેરેલી સાડી પહેરવાનું પસંદ કર્યું હતું. સમારોહની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

વધુ વાંચો: દીકરી રાહા સાથે ભારતમાં એક વસ્તુ કરતા ડરે છે આલિયા ભટ્ટ, કહ્યું- “વિદેશમાં કોઈ મુશ્કેલી નથી આવતી”

આલિયા ભટ્ટે તેના લગ્નની સાડી પહેરી 

જાણીતી ડિઝાઈનર સબ્યસાચીની નાજુક ગોલ્ડન એમ્બ્રોઈડરીવાળી સાડીમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ તેના વાળ એક બનમાં બાંધ્યા અને ઈવેન્ટ માટે અલગ જ્વેલરી પહેરી હતી. તેણે ન્યૂડ લિપ્સ અને લાલ બિંદી સાથે લૂક કમ્પ્લીટ કર્યો હતો. તેના વાળમાં સફેદ ગુલાબ પણ હતા, જેનો લૂક ગંગુબાઈ કાઠિયાવાડીમાં તેના મુખ્ય પાત્રથી પ્રેરિત હતો. જ્યારે તેણે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (National Film Award) સ્વીકાર્યો ત્યારે રણબીર કપૂર તેના મોબાઈલમાં આ ખાસ ક્ષણને કેદ કરતો જોવા મળ્યો હતો.

ચાહકોની પ્રતિક્રિયાઓ

આલિયા ભટ્ટ (Alia Bhatt)ના લૂકનો વીડિયો ઓનલાઈન સામે આવ્યા પછી તરત જ X પર વાયરલ થયા હતા. તેના લૂક પર પ્રતિક્રિયા આપતા, એક ચાહકે લખ્યું “તે એકદમ અદભૂત લાગે છે.” એક પ્રશંસકે એમ પણ કહ્યું કે, “મને ગમે છે કે તેણે તેની સાડીમાં કંઈપણ બદલ્યું ન હતું અને તેને જેમ છે તેમ રાખી.” બીજાએ લખ્યું, “હકીકત એ છે કે તે સમયે તે એક મહત્વપૂર્ણ વ્યક્તિગત દિવસ હતો અને વ્યવસાયિક રીતે આજે તે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે!” એક કમેન્ટમાં લખવામાં આવ્યું હતું કે, “તે ઘણી બધી રીતે પ્રેરણાદાયી છે.” 

વધુ વાંચો: ફિલ્મ જવાનના આલિયા ભટ્ટવાળા ડાયલોગથી સોશિયલ મીડિયા પેજ ઓવરફ્લો

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર ગયા વર્ષે 14 એપ્રિલના રોજ તેમના મુંબઈના ઘરે લગ્નના બંધનમાં બંધાયા હતા. તે લગ્નના દિવસે ગોલ્ડન સાડીમાં અદભૂત દેખાતી હતી. આ સાથે તેણે હેવી કુંદન જ્વેલરી પહેરી હતી પરંતુ મેકઅપ સિમ્પલ રાખ્યો હતો. અગાઉ, તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મને સાડી ગમે છે. તે વિશ્વનું સૌથી આરામદાયક વસ્ત્ર છે, તેથી જ મેં મારા લગ્નમાં લહેંગા નહીં પણ સાડી પહેરી હતી.”     

આ ઉપરાંત, સાઉથ એક્ટર અલ્લુ અર્જુનને ફિલ્મ પુષ્પા માટે અને એક્ટ્રેસ કૃતિ સેનનને મિમી ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (National Film Award) આપવામાં આવ્યો હતો. અભિનેત્રી વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બધાએ સ્ટેન્ડિંગ ઓવેશન સાથે અભિનેત્રીનું સન્માન કર્યું હતું. આ દરમિયાન વહીદા ભાવુક જોવા મળી હતી. સમારોહમાં વહીદા રહેમાનની અત્યાર સુધીની કારકિર્દીની સફર બતાવવામાં આવી હતી.