દીકરી રાહા સાથે ભારતમાં એક વસ્તુ કરતા ડરે છે આલિયા ભટ્ટ, કહ્યું- “વિદેશમાં કોઈ મુશ્કેલી નથી આવતી”

અભિનેત્રી આલિયા ભટ્ટ એક શાનદાર કલાકાર હોવાની સાથે જ એક સુપર્બ માતા પણ છે. ગત 6 નવેમ્બર 2022ના રોજ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહાનો જન્મ થયો હતો. જોકે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે હજુ સુધી સોશિયલ મીડિયા પર તેમની દીકરી રાહાની તસવીર શેર નથી કરી. ઉપરાંત તેમણે મીડિયાને પણ તેમની દીકરી રાહાની તસવીર […]

Share:

અભિનેત્રી આલિયા ભટ્ટ એક શાનદાર કલાકાર હોવાની સાથે જ એક સુપર્બ માતા પણ છે. ગત 6 નવેમ્બર 2022ના રોજ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહાનો જન્મ થયો હતો. જોકે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે હજુ સુધી સોશિયલ મીડિયા પર તેમની દીકરી રાહાની તસવીર શેર નથી કરી. ઉપરાંત તેમણે મીડિયાને પણ તેમની દીકરી રાહાની તસવીર કેપ્ચર ન કરવા માટે વિનંતી કરેલી છે. 

આલિયા ભટ્ટ મુંબઈના રસ્તાઓ પર રાહાને સાથે લઈ ખૂબ ઓછી બહાર નીકળે છે. તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે, તે એક વસ્તુ એવી છે જે ભારતમાં પોતાની દીકરી સાથે નથી કરી શકતી પરંતુ વિદેશમાં જરૂરથી કરી શકે છે. 

વિદેશમાં રાહા સાથે ફરવું સરળ

આલિયા ભટ્ટે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, તે વિદેશમાં દીકરી રાહા સાથે સામાન્ય વસ્તુઓનો આનંદ માણી શકે છે જેમ કે તેને પાર્કમાં ફેરવવી, તેના સાથે શોપિંગ પર જવું વગેરે. આલિયા ભટ્ટના કહેવા પ્રમાણે તે ભારતમાં રાહા સાથે આ બધું નથી કરી શકતી કારણ કે, ભારતમાં તેને સૌ ઓળખે છે. વિદેશમાં તેને સૌ ઓછું ઓળખતા હોવાથી રાહા સાથે બહાર સમય વિતાવવો સરળ બની જાય છે.

આલિયા ભટ્ટે કહ્યું હતું કે, “ભારતમાં અમે આ નથી કરી શકતા કારણ કે, આ અમારા માટે થોડું મુશ્કેલ બની જાય છે. તો બસ અમે સાથે ચાલીએ છીએ, તેને કેફે અને શોપિંગમાં સાથે લઈને જઈએ છીએ. હું તેને તેના નાનકડા કેરિયર પર રાખું છું. આ બધું મને ખૂબ ગમે છે.”

બેગમાં હોય છે રાહાનો સામાન

અગાઉ એક ઈન્ટરવ્યુ દરમિયાન આલિયા ભટ્ટે પોતાની બેગમાં દીકરી રાહાનો જ સામાન હોય છે તેની વાત કરી હતી. આલિયા ભટ્ટે કહ્યું હતું કે, “હું મુંબઈથી લંડન ટ્રાવેલ કરી રહી હતી તો મેં જોયું કે મારી બેગમાં મારો કોઈ જ સામાન નહોતો. બસ પાસપોર્ટ હતો અને બાકી રાહાનું પેસિફાયર, નેપકિન, બર્પ ક્લોથ, મિટન્સ અને તેના એકસ્ટ્રા સોક્સ હતા. એક નાનકડું રમકડું પણ, એક નાનકડી બુક પણ એટલે મેં પછી કહ્યું કે, ઓકે મારૂં બેગ હવે રાહાનું બેગ બની ગયું છે.”

રાહાના જન્મ બાદ આલિયા ભટ્ટ અનેક ઈન્ટરવ્યુમાં તેના વિશે વાત કરતી હોય છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે, કઈ રીતે તે હવે જ્યારે પણ દીકરી સાથે હોય છે તો તેને ઘણી બધી કિસ કરે છે અને વારંવાર ગળે લગાડે છે. આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે, જો તે આખો દિવસ ઘરે રહે તો આખો દિવસ એવી રીતે જ કરે જાય છે.