Alia Bhattએ રણબીર કપૂરને ટોક્સિક પાર્ટનર કહેવા પર આપી પ્રતિક્રિયા

આલિયા ભટ્ટે કહ્યું હતું કે, તે ન્યૂડ લિપસ્ટિક લગાવીને તરત લૂછી નાખે છે કારણ કે, રણબીરને લિપસ્ટિક બિલકુલ પસંદ નથી

Courtesy: Image: Twitter

Share:

 

Alia Bhatt: કરણ જોહરનો ચેટ શો કોફી વિથ કરણ સીઝન 8 વિવિધ કારણોસર સતત ચર્ચામાં રહે છે. શોના ચોથા એપિસોડમાં કરીના કપૂર અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની જોડી મહેમાન તરીકે હાજર રહી હતી. આ એપિસોડમાં આલિયાએ શોના હોસ્ટ કરણ જોહર સામે પોતાના પતિ રણબીર કપૂર વિશે ખૂબ જ ખુલીને વાતો કરી હતી. 

ટોક્સિક પાર્ટનર અંગે Alia Bhattનું રિએક્શન

રણબીરને આપવામાં આવેલા ટોક્સિક પાર્ટનર તરીકેના ટેગ પર પોતાનું રિએક્શન આપતાં આલિયા ભટ્ટે કહ્યું હતું કે, "મને લાગે છે કે ઘણી બધી બાબતો કારણ વગરની હોય છે. મેં તેને જોઈ અને મારી ટીમને કહ્યું કે આ કઈક બહાર જઈ રહ્યું છે. પછી મેં કહ્યું -‘ઠીક છે જવા દો’ કારણકે એ લોકો હંમેશા કઈકને કઈક કહેતા રહે છે. કેટલાક આર્ટિકલ એવા પણ આવ્યા જેમાં રણબીરને ટોક્સિક વ્યક્તિ કહેવામાં આવ્યો."

રણબીર લોકો માને છે તેવો નથી

આલિયા ભટ્ટે (Alia Bhatt) રણબીર કપૂરને લઈ જે આર્ટિકલ્સ છપાઈ રહ્યા છે તે અંગે વધુ સ્પષ્ટતા કરતા એમ પણ કહ્યું હતું કે, "દુનિયામાં ઘણા બધા મુદ્દા છે. જેના પર લોકો વાત કરી શકે છે. પરંતુ આપણે એક એવી વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ જેનો અર્થ ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. મને માત્ર એક જ વાતનું ખરાબ લાગ્યું કે રણબીર એ બિલકુલ નથી જે લોકો તેને માને છે. લોકો જે વિચારે છે તેનાથી તે એકદમ અલગ છે."

લિપસ્ટિકના કારણે ટ્રોલ થઈ રહ્યો છે રણબીર

હકીકતે રણબીર કપૂરને ટોક્સિક પાર્ટનર તરીકેનું ટેગ મળ્યું તેના પાછળ આલિયા ભટ્ટનો ઈન્ટરવ્યુ જવાબદાર છે. તેમાં આલિયા ભટ્ટે જે કહ્યું તેના આધાર પર રણબીર કપૂર માટે વિવિધ પ્રકારની કોમેન્ટ્સ થઈ રહી છે. આલિયા ભટ્ટે થોડા દિવસો પહેલા વોગ ઈન્ડિયા માટે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં રણબીર કપૂર અને પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. 

 

આ ઈન્ટરવ્યુમાં આલિયા ભટ્ટે (Alia Bhatt) કહ્યું હતું કે, તે મોટાભાગે ન્યૂડ લિપસ્ટિક લગાવે છે. પરંતુ લિપસ્ટિક લગાવ્યા બાદ તેને લૂછી નાખે છે કારણ કે રણબીર કપૂરને લિપસ્ટિક બિલકુલ પસંદ નથી. તેણે કહ્યું હતું કે, "રણબીરને મારા નેચરલ લિપ્સ વધુ ગમે છે." આ પછી રણબીરને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. લોકો તેને માત્ર ટોક્સિક જ નહીં પણ કંટ્રોલિંગ પણ કહેવા લાગ્યા હતા. 

જાણો કોફી વિથ કરણના આગામી ગેસ્ટ વિશે

કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ સીઝન 8ની વાત કરીએ તો તેમાં અત્યાર સુધીમાં દીપિકા-રણવીર, સની-બોબી, સારા-અનન્યા અને આલિયા-કેટરીનાની જોડી ગેસ્ટ તરીકે જોવા મળી છે. દર ગુરૂવારે રીલિઝ થતા આ શોમાં ભવિષ્યમાં રાણી મુખર્જી, કાજોલ, અજય દેવગણ, રોહિત શેટ્ટી સહિતના સેલેબ્સ જોવા મળશે.