અલ્લુ અર્જુન-રશ્મિકા સ્ટારર ‘પુષ્પા 2’ની રિલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ

‘પુષ્પા 2’ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ છે અને તેઓ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકો આ ફિલ્મ સંબંધિત અપડેટ્સ મેળવવા માટે ઉત્સાહિત રહે છે. પુષ્પા 1 ની સફળતા બાદ ‘પુષ્પા 2’ માટે ઉત્સાહિત થવું સ્વાભાવિક છે. હવે તાજેતરમાં, ‘પુષ્પા 2’ના નિર્માતાઓએ આ મોસ્ટ અવેટેડ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. તો ચાલો જાણીએ […]

Share:

‘પુષ્પા 2’ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ છે અને તેઓ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકો આ ફિલ્મ સંબંધિત અપડેટ્સ મેળવવા માટે ઉત્સાહિત રહે છે. પુષ્પા 1 ની સફળતા બાદ ‘પુષ્પા 2’ માટે ઉત્સાહિત થવું સ્વાભાવિક છે. હવે તાજેતરમાં, ‘પુષ્પા 2’ના નિર્માતાઓએ આ મોસ્ટ અવેટેડ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. તો ચાલો જાણીએ આ ફિલ્મ કઈ તારીખે રીલિઝ થવાની છે.

પુષ્પા 2ની રિલીઝ ડેટની જાહેરાત

અલ્લુ અર્જુનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ 15મી ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની જાહેરાત કરી. આ ફિલ્મ 2021માં આવેલી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની સિક્વલ છે. સુપરહિટ ફિલ્મના પ્રોડક્શન હાઉસ મિથરી મૂવી મેકર્સે સોશિયલ મીડિયા પર ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.સુકુમાર દ્વારા દિગ્દર્શિત, “પુષ્પા 2: ધ રૂલ” પ્રથમ હપ્તા “પુષ્પા 1: ધ રાઇઝ” ને અનુસરે છે, જે અર્જુનના શીર્ષક પાત્ર અને મલયાલમ સ્ટાર ફહાદ ફાસીલના ખતરનાક ઇન્સ્પેક્ટર ભંવર સિંહ શેખાવત વચ્ચેના મુકાબલાને સુયોજિત કરે છે.

અલ્લુ અર્જુને પુષ્પા માટે નેશનલ એવોર્ડ જીત્યો

લાંબા સમયથી ચાહકો પુષ્પા 2ની રિલીઝ ડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અલ્લુ અર્જુને તાજેતરમાં જ 69માં નેશનલ એવોર્ડ્સમાં પુષ્પાની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો. જે બાદ પુષ્પા 2 માટે તેના ચાહકોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે.

રશ્મિકાના લુક પહેલા ફિલ્મની રિલીઝ ડેટ જાહેર 

‘પુષ્પા 2’માંથી અલ્લુ અર્જુનની ફર્સ્ટ લૂક પોસ્ટ આ વર્ષની શરૂઆતમાં શેર કરવામાં આવી હતી.  જેમાં તે સાડી પહેરેલા જોવા મળે છે. અભિનેતાના ચહેરા પરનો મેક-અપ લાલ અને વાદળી રંગથી દેખાતો હતો. તે બંગડીઓ, જ્વેલરી, કાનની બુટ્ટી અને નોઝ પિન પહેરેલી જોવા મળ્યા હતા . અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મનો રશ્મિકા મંદાનાનો લુક પણ ટૂંક સમયમાં શેર કરવામાં આવશે. જોકે, મેકર્સે રશ્મિકાના લુક પહેલા ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ સાથે સિંઘમ અગેઇન પણ રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં બંને ફિલ્મો વચ્ચે ટક્કર થઈ શકે છે.

પુષ્પા 2 – ધ રૂલ વિશ્વભરના સિનેમા સ્ક્રીન પર બહુવિધ ભાષાઓમાં રિલીઝ થશે. સુકુમાર દ્વારા નિર્દેશિત, માયથરી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત, આ ફિલ્મમાં સુપરસ્ટાર અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દેવી શ્રી પ્રસાદે ફિલ્મમાં સંગીત આપ્યું છે.