"હું આ ન કરી શકું!" અલ્લુ અર્જુને ‘પુષ્પા-2’ માટે દારૂ - પાનની એડની ઓફર ઠુકરાવી

અલ્લુ અર્જુને એક એવું કામ કર્યું છે કે જે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બાકી એક્ટર્સ માટે પ્રેરણાદાયક છે. 

Share:

હાઈલાઇટ્સ

  • અલ્લુ અર્જુને હંમેશા તમાકુ, ગુટખા અને દારુ જેવી બ્રાંડનો પ્રચાર કરવાનું ટાળ્યું છે
  • અલ્લુ અર્જુને કહ્યું કે, હું આ પ્રકારની બ્રાંડને પ્રમોટ કરવામાં સહમત નથી.

સાઉથના સ્ટાઈલીશ સ્ટાર અલ્લુ અર્જુનના ફેન્સ આખા દેશમાં છે. મહત્વની વાત એ છે કે, અલ્લુ અર્જુન પર પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહે અને તેમને સન્માન આપે છે. ત્યારે હવે અલ્લુ અર્જુને એક એવું કામ કર્યું છે કે જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બાકી એક્ટર્સ માટે પ્રેરણાદાયક છે. 

અલ્લુ અર્જુને તેની ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' માટે દારૂ અને પાન બ્રાન્ડની આકર્ષક ઓફરને ઠુકરાવી દિધી છે. બ્રાંડે દર વખતે ફિલ્મમાં 'પુષ્પા' પાત્ર ધૂમ્રપાન કરે છે અથવા ગુટખા ચાવે છે ત્યારે તેનો લોગો પ્રદર્શિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં રૂ. 10 કરોડની ઓફર કરવામાં આવી હતી. અલ્લુએ આ પ્રકારના ઉત્પાદનોને પ્રમોટ કરવા માટે ચોખ્ખી ના પાડી દિધી અને કહ્યું કે હું આને પ્રમોટ ન કરી શકું. 

અલ્લુ અર્જુને હંમેશા તમાકુ, ગુટખા અને દારુ જેવી બ્રાંડનો પ્રચાર કરવાનું ટાળ્યું છે. ત્યારે પુષ્પા-2 માટે પણ તેમણે આવી જ એક ડિલને રિજેક્ટ કરી છે. એક લિકર અને પાન બ્રાંડ દ્વારા ફિલ્મની સ્ટોરીમાં જ પોતાની બ્રાંડની એડ કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પ્રસ્તાવ એવો હતો કે, જ્યારે ફિલ્મમાં પુષ્પા રાજનું પાત્ર દારુ પીવે અથવા તો તમાકુ ખાય ત્યારે આ બ્રાંડનો લોગો દર્શાવવામાં આવે.  

આ ડિલ માટે 10 કરોડ રૂપીયા જેટલી મસમોટી રકમની ઓફર પણ કરવામાં આવી હતી પરંતુ અલ્લુ અર્જુને આ ડિલને લઈને ઈનકાર કરી દિધો છે. અલ્લુએ કહ્યું કે, હું આ પ્રકારની બ્રાંડને પ્રમોટ કરવામાં સહમત નથી. અલ્લુ, ક્યારેય એવી બ્રાંડ પ્રમોટ નથી કરવા ઈચ્છતા કે જેનાથી ફેન્સને નુકસાન થાય. 

અલ્લુ અર્જુને આવું પહેલીવાર નથી કર્યું. પુષ્પાની સફળતા બાદ પણ તેને એક ટિવી કમર્શિયલ એડ માટે આવી જ એક ઓફર આવી હતી. પરંતુ આ ઓફરને પણ તેણે ઠુકરાવી દિધી હતી. અર્જુનની ટીમે જણાવ્યું હતું કે, તેઓ પર્સનલી ન તો તમાકુ ખાય છે અને ન તો લોકોને આના સેવન વિશે કહેવા માંગે છે.