આદિપુરુષ અંગે લોકોની પ્રતિક્રિયા સાથે રામાયણ પ્રેરિત અન્ય ફિલ્મો પર નજર કરીએ 

આદિપુરુષના ટ્રેલરથી માંડીને તેના રિલીઝ સુધી આ ફિલ્મ એક પછી એક વિવાદમાં ફસાતી આવી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં કૃતિ સેનન, પ્રભાસ, સની સિંહ તેમજ સૈફ અલી ખાન છે. ફિલ્મના VFX કે હિન્દુ મહાકાવ્ય રામયણની પ્રસ્તુતિ માટે જ નહીં પણ તેના સંવાદોને લઈને પણ વિવાદ ઊભો થયો છે.  આ અગાઉ પણ અનેક ફિલ્મ રામાયણથી પ્રેરણા […]

Share:

આદિપુરુષના ટ્રેલરથી માંડીને તેના રિલીઝ સુધી આ ફિલ્મ એક પછી એક વિવાદમાં ફસાતી આવી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં કૃતિ સેનન, પ્રભાસ, સની સિંહ તેમજ સૈફ અલી ખાન છે. ફિલ્મના VFX કે હિન્દુ મહાકાવ્ય રામયણની પ્રસ્તુતિ માટે જ નહીં પણ તેના સંવાદોને લઈને પણ વિવાદ ઊભો થયો છે. 

આ અગાઉ પણ અનેક ફિલ્મ રામાયણથી પ્રેરણા લઈને બનાવાઈ છે અને તેને દર્શકોએ આવકારી છે. 

1. સંપૂર્ણ રામાયણ (1961)

1961માં બનેલી આ ફિલ્મમાં સમગ્ર રામયણને વર્ણવામાં આવ્યું છે અને રામના જન્મથી લઈને રાવણ પર વિજયને આલેખવામાં આવી છે. બાબુભાઈ મિસ્ત્રી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ઘણા જાણીતા કલાકારો હતા. 

2. ‘જય સંતોષી મા’ (1975)

આ ફિલ્મમાં સીધું રામાયણનું વર્ણન નહતું. આ ફિલ્મ સંતોષી મા પર આધારિત હતી. આ ફિલ્મનું નિર્દેશન વિજય શર્મા દ્વારા કરાયું હતું. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મ ખૂબ જ સફળ થઈ હતી. 

3. લવ કુશ (1997) 

આ ફિલ્મ રામ અને સીતાના સંતાનો લવ અને કુશ પર આધારિત હતી. તેનું નિર્દેશન મધુસૂદન રાવ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અગ્રણી કલાકારો જેવાકે, જિતેન્દ્ર, જયા પ્રદા તેમજ અરુણા ઈરાનીની અદાકારી હતી. 

4. હમ સાથ સાથ હૈ (1999)

આ ફિલ્મનો પ્લોટ રામાયણ જેવો હતો. રાજશ્રી પ્રોડક્શન હેઠળ અને સૂરજ બડજાત્યાના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ સુપર ડુપર હિટ સાબિત થઈ હતી. 

5. રાવણ (2010) 

આ ફિલ્મમાં રામાયણને આધુનિક રીતે વર્ણવવામાં આવી હતી. આ ફિલ્મમાં રાવણ તરીકે અભિષેક બચ્ચન, માં સીતા તરીકે ઐશ્વર્યા રાય અને ભગવાન રામનો રોલ વિક્રમે ભજવ્યો હતો. 

6. બાહુબલી (2017) 

એસ.એસ રાજામૌલીની બ્લોકબસ્ટર ‘બાહુબલી’ ‘રામાયણ’થી પ્રેરિત હતી, અને તેના  બીજા ભાગમાં બાહુબલી અને દેવસેનાનો ‘રામાયણ’ની જેમ જ રોયલ પેલેસમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતા.

7. રામ સેતુ (2022)  

રામ સેતુ કે જે માં સીતાને રાવણના ચંગુલમાંથી પરત લાવવા માટે બનાવવામાં આવ્યો હતો. આ ફિલ્મ પુરાતત્વવિદ ઉપર આધારિત છે. જે રામ સેતુ વિશે સંશોધન કરી રહ્યા હોય છે. 

8. આરઆરઆર (2022) 

આ ફિલ્મ પણ બહુબલીની જેમ રામાયણ ઉપરાંત મહાભારતથી પ્રેરિત હતી. અને તેને લોકોએ ખૂબ વખાણી હતી.