અમિતાભ બચ્ચને તેમની વર્ષો જૂની પરંપરા તોડી 

અમિતાભ બચ્ચન વર્ષોથી તેમના ચાહકોને તેમના બંગલાની બહાર મળે છે અને તેમના ચાહકો પણ હંમેશા તેમને મળવા ભીડ લગાવે છે. તેમના ચાહકોને મળતી વખતે તેઓ હંમેશા ખુલ્લા પગે જ આવે છે.  આ વખતે 25 જૂન રવિવારે પણ તેઓએ તેમના ચાહકોને મળીને અભિવાદન કર્યું હતું. તેઓ આ સમયે તેમના ચાહકોને મળ્યા ત્યારે કંઈક નવું હતું અને […]

Share:

અમિતાભ બચ્ચન વર્ષોથી તેમના ચાહકોને તેમના બંગલાની બહાર મળે છે અને તેમના ચાહકો પણ હંમેશા તેમને મળવા ભીડ લગાવે છે. તેમના ચાહકોને મળતી વખતે તેઓ હંમેશા ખુલ્લા પગે જ આવે છે. 

આ વખતે 25 જૂન રવિવારે પણ તેઓએ તેમના ચાહકોને મળીને અભિવાદન કર્યું હતું. તેઓ આ સમયે તેમના ચાહકોને મળ્યા ત્યારે કંઈક નવું હતું અને તરત જ ચાહકોનું ધ્યાન દોરાયું હતું. ત્યારે તેમણે તેમના પગમાં જૂતાં પહેર્યા હતા અને તેનું કારણ તેમના બ્લોગ પર જણાવ્યું હતું. તેમાં તેમણે ખુલાસો કર્યો હતો કે, ફિલ્મના શૂટિંગના સેટ પર પગમાં ફોલ્લા થયા છે. બિગ બી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે અને તેમના મનની વાત તેઓ તેની પર રજૂ કરતાં હોય છે. 

તેઓ તેમના બંગલા જલસામાં સાંજે 6 વાગે તેમના ચાહકોને મળે છે. લોકો પણ તેમના પ્રિય અદાકારની ઝલક માત્ર મેળવવા દૂર દૂરથી આવતા હોય છે. 

તેઓ આ રવિવારે પણ હંમેશ ની જેમ ઘરની બહાર આવ્યા હતા અને તેમને મળવા આવેલા ચાહકો સામે હાથ લહેરાવ્યો હતો. અને આ વખતે તેમણે ખુલ્લા પગે મળવાની પરંપરા તોડી હતી. 

 તેમણે તેમના પગમાં જૂતાં પહેરવાનું કારણ છતું કરતાં બ્લોગમાં જણાવ્યું કે, આજે એક મોટો તફાવત છે શૂઝ કેમ કે ગઈકાલે આખો દિવસ ખુલ્લા પગે શૂટિંગ કરવાથી  ફોલ્લા થયા છે અને તેનું ધ્યાન રાખવું જરૂરી છે. તેઓ વર્ષોથી ચાહકોને ખુલ્લા પગે મળવાનું કારણ જણાવતા કહે છે કે, જ્યારે આપણે મંદિરમાં જઈએ ત્યારે ખુલ્લા પગે  જઈએ છીએ બિગ બી માટે તેમના ચાહકો એ જ મંદિર છે તેથી તેઓ ચાહકો પાસે જાય ત્યારે ખુલ્લા પગે જાય છે. 

તેઓ છેલ્લે સૂરજ બડજાત્યાની ફિલ્મ ઊંચાઈમાં જોવા મળ્યા હતા. હાલમાં તેઓ દિપીકા પાદુકોણ, પ્રભાસ અને દિશા પટની સાથેના પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યા છે. આ શૂટિંગ રામોજી ફિલ્મ સિટીમાં ચાલી રહ્યું છે.   

ટૂંક સમયમાં KBC પણ શરૂ થવાનું છે અને ઉલ્લેખનીય છે કે તેઓનું સામ્રાજ્ય ફિલ્મ ઉપરાંત ટીવી પર પણ યથાવત છે. KBCની સિઝન 15 માટે તેમણે અપડેટ શેર કરી છે. આ માટેની નોંધણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જેથી બિગ બી થોડા જ સમયમાં ટીવી પર KBC કાર્યક્રમમાં જોવા મળશે.