Amitabh Bachchanએ રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો મામલે કરી લીગલ એક્શનની માગણી

Amitabh Bachchan: દક્ષિણની ફેમસ અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક એડિટેડ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેની બોલ્ડનેસ જોઈને ચાહકો ખૂબ જ રોષે ભરાયા છે. ત્યારે હવે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ રશ્મિકાના સમર્થનમાં ઉભા રહ્યા છે અને ચાહકો સાથે મળીને વીડિયો એડિટ કરીને લીક કરનારા લોકો સામે કાયદાકીય એક્શન […]

Share:

Amitabh Bachchan: દક્ષિણની ફેમસ અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક એડિટેડ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેની બોલ્ડનેસ જોઈને ચાહકો ખૂબ જ રોષે ભરાયા છે. ત્યારે હવે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ રશ્મિકાના સમર્થનમાં ઉભા રહ્યા છે અને ચાહકો સાથે મળીને વીડિયો એડિટ કરીને લીક કરનારા લોકો સામે કાયદાકીય એક્શન લેવાની માગણી કરી છે. 

રશ્મિકાના સમર્થનમાં ઉતર્યા Amitabh Bachchan

સોશિયલ મીડિયામાં થોડા થોડા સમયે સેલિબ્રિટીના એડિટેડ ફોટોઝ વગેરે લીક થતું રહેતું હોય છે. ત્યારે હાલ અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક એડિટેડ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શુક્રવારે વાયરલ થયેલી આ ક્લિપમાં જોઈ શકાય છે કે, બ્લેક કલરના ડીપ નેકવાળા ટાઈટ જીમવેરમાં રશ્મિકા લિફ્ટમાં પ્રવેશી રહી છે. 

વધુ વાંચો: Katrina Kaifએ ગ્રીન થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું પર્ફેક્ટ ફિગર

જોકે તે એક એડિટેડ વીડિયો છે. ત્યારે આ પ્રકારનો એડિટેડ બોલ્ડ વીડિયો વાયરલ થવાથી રશ્મિકાના ચાહકો નારાજ થઈ ગયા છે. હકીકતમાં વીડિયોમાં જારા પટેલના સ્થાને રશ્મિકાનું મોઢું એડિટ કરવામાં આવ્યું છે. એક યુઝરે વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે, ભારતમાં ડીપફેકનો સામનો કરવા માટે કાયદાકીય અને રેગ્યુલેટરી ફ્રેમવર્કની જરૂર છે.

વધુ વાંચો: Kangana Ranautએ લોકસભા ચૂંટણી લડવાના આપ્યા સંકેત

ફેક વીડિયોથી રોષે ભરાયા મહાનાયક

રશ્મિકા મંદાનાનો આવો ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ખૂબ નારાજ થયા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો અને કાયદાકીય કાર્યવાહીની માગણી કરી હતી. અમિતાભ બચ્ચને માઈક્રો બ્લોગિંગ સાઈટ X (ટ્વિટર) પર આ વાયરલ વીડિયો શેર કરીને લખ્યું હતું કે, “હા, આ કાયદાકીય રીતે સ્ટ્રોન્ગ કેસ છે.”

આ ઉપરાંત તેમણે વીડિયોની સત્યતા સાબિત કરવા માટે અન્ય એક ઓરિજનલ વીડિયો પણ શેર કર્યો છે જેમાં જારા પટેલ જોવા મળી રહી છે અને તેને તેમણે ‘ઈન્ફોર્મેશન’ એવું કેપ્શન આપ્યું છે. 

અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ

અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ફિલ્મ ગુડબાય દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા સાથે તેણે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મને વિકાસ બહલે લખી અને ડિરેક્ટ કરી હતી જ્યારે એકતા કપૂરે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મમાં રશ્મિકા મંદાનાના પિતાના રોલમાં એક્ટર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જ્યારે માતાના રોલમાં એક્ટ્રેસ નીના ગુપ્તા છે. 

ફિલ્મ ગુડબાય એક ઈમોશનલ ડ્રામા હતી જેમાં અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા પતિ-પત્નીના રોલમાં જોવા મળ્યા હતા. તેમાં ગાયત્રી (નીના ગુપ્તા)નું અચાનક અવસાન થયા બાદ તેમના ચારેય સંતાનો માતાને અંતિમ વિદાય આપવા ચંદીગઢ પહોંચે ત્યાંથી શરૂ થતી ફિલ્મની વાર્તાને ખૂબ હૃદયસ્પર્શી રીતે દર્શાવવામાં આવી હતી.