Amitabh Bachchanએ દીકરી શ્વેતા નંદાને ગિફ્ટ કર્યો 'પ્રતીક્ષા' બંગલો, જાણો કેટલી છે કિંમત?

અમિતાભ બચ્ચને આ બંગલામાં પોતાના માતા-પિતા સાથે સમય વિતાવ્યો છે

Courtesy: Twitter

Share:

Amitabh Bachchan: બોલિવૂડ સ્ટાર એક્ટર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) માત્ર તેમની એક્ટિંગ માટે જ નહીં પરંતુ તેમના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહે છે. આ દરમિયાન મુંબઈના જુહુ સ્થિત તેમના બંગલા 'પ્રતીક્ષા'ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમણે પોતાનો બંગલો તેમની પુત્રી શ્વેતા નંદાને ગિફ્ટ કર્યો છે. અમિતાભ બચ્ચનના આ બંગલાનું નામ પ્રતિક્ષા છે. 

Amitabh Bachchanએ પુત્રીના નામે કર્યો બંગલો

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અનેક પ્રસંગોએ પોતાની પુત્રી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે તેમ નો જુહુનો બંગલો 'પ્રતિક્ષા' તેમની પુત્રી શ્વેતા બચ્ચન નંદાને ગિફ્ટ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોપર્ટી 16,840 સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલી છે, તેને 8 નવેમ્બર 2023ના રોજ ગિફ્ટ કરવામાં આવી છે. જો કે બચ્ચન પરિવારે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈપણ જાહેર કર્યું નથી.


આ બંગલાની કિંમત કરોડોમાં છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના આ બંગલાની કિંમત લગભગ 50.63 કરોડ રૂપિયા છે. નોંધનીય છે કે આ બંગલો બે પ્લોટ પર બનેલો છે. પહેલો પ્લોટ 9,585 ચોરસ ફૂટનો છે અને બીજો પ્લોટ 7,255 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. પહેલા પ્લોટના માલિક અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચન છે, જ્યારે બીજા પ્લોટના માલિક એકલા અમિતાભ બચ્ચન છે. બચ્ચન પરિવારે આ બંગલાને શ્વેતા બચ્ચનના નામ પર કરી, સ્ટેમ્પ ડ્યુટી પર 50.65 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિના સેટ પર ખુલાસો કર્યો હતો કે તેમના પિતાએ આ બંગલાનું નામ રાખ્યું હતું. જે તેમની કવિતાથી પ્રેરિત હતો. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) માટે આ બંગલો ખૂબ જ યાદગાર છે કારણ કે તેમણે આ ઘરમાં પોતાના માતા-પિતા સાથે સમય વિતાવ્યો છે.

અમિતાભ બચ્ચનના જુહુમાં અન્ય બે અન્ય બંગલા પણ છે. એક બંગલાનું નામ ‘જલસા’ છે, જ્યાં હાલ તેઓ તેમના પરિવાર સાથે રહે છે. આ બંગલામાં અમિતાભ સાથે જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન રહે છે. અમિતાભ બચ્ચન રવિવારે આ બંગલાની બહાર પોતાના ફેન્સને મળે છે. તે પોતાના બંગલામાં પરિવાર સાથે તમામ તહેવારો પણ ઉજવે છે. આ સાથે જુહુમાં તેમનો બીજો બંગલો પણ છે જેનું નામ ‘જનક’ છે. 

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે નાગ અશ્વિનની ફિલ્મ 'કલ્કી 2998 એડી'માં જોવા મળશે. જેમાં તેઓ દીપિકા પાદુકોણ અને પ્રભાસ સાથે પડદા પર જોવા મળશે. આ સાથે તે રજનીકાંત સાથે ફિલ્મ 'થલાઈવર 170'માં કામ કરી રહ્યા છે.