Anil Kapoorએ ઈન્સ્ટાગ્રામની તમામ પોસ્ટ્સ ડિલીટ કરી, શું મિસ્ટર ઈન્ડિયા 2 સાથે છે કનેક્શન?

Anil Kapoor: બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરે શુક્રવારે તેમની ડિસ્પ્લે પિક્ચર સહિત તમામ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરીને ચાહકોને સ્તબ્ધ કરી દીધા હતા. 5 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા દિગ્ગ્જ અભિનેતાએ તેમની પુત્રી સોનમ કપૂર અને જમાઈ આનંદ આહુજાને પણ તેમના આ પગલાથી ચોંકાવી દીધા હતા. ઘણા ચાહકોએ એવું અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે તે અનિલ કપૂરની આગામી […]

Share:

Anil Kapoor: બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરે શુક્રવારે તેમની ડિસ્પ્લે પિક્ચર સહિત તમામ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરીને ચાહકોને સ્તબ્ધ કરી દીધા હતા. 5 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા દિગ્ગ્જ અભિનેતાએ તેમની પુત્રી સોનમ કપૂર અને જમાઈ આનંદ આહુજાને પણ તેમના આ પગલાથી ચોંકાવી દીધા હતા. ઘણા ચાહકોએ એવું અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે તે અનિલ કપૂરની આગામી ફિલ્મ એનિમલના પ્રમોશનનો ભાગ છે, ત્યારે ન્યૂઝ18ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પગલું મિસ્ટર ઈન્ડિયા 2 (Mr India 2) સાથે કનેક્શન ધરાવે છે. 

ન્યૂઝ18ના અહેવાલ પ્રમાણે, એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “અનિલ કપૂર મિસ્ટર ઈન્ડિયા 2 (Mr India 2)ના લોન્ચિંગ માટે સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ ગયો છે. મિસ્ટર ઈન્ડિયા (1987)માં તેના પાત્રની જેમ તે સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ ગયો છે. આ જ અહેવાલમાં અનિલ કપૂર (Anil Kapoor)ના મોટા ભાઈ બોની કપૂરની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમણે મિસ્ટર ઈન્ડિયાનું નિર્માણ કર્યું હતું. બોની કપૂરે કહ્યું, “મને જોવા દો, મેં તે જોયું નથી. પરંતુ અનિલ કપૂરે મને કહ્યું કે તે મને કંઈક બતાવવા માંગે છે.”

વધુ વાંચો: પ્રીતિના બચાવમાં ઉતરી કિયારા આડવાણી,

મિસ્ટર ઈન્ડિયાની સિક્વલ વિશે પૂછવામાં આવતા બોની કપૂરે કહ્યું, “મને નથી લાગતું કે હું મિસ્ટર ઈન્ડિયા 2 (Mr India 2)ની જાહેરાત કરી શકીશ.”

આ દરમિયાન, સોનમ કપૂરે પણ તેના પિતા અનિલ કપૂરે તેની તમામ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ્સ ડિલીટ કરવા પર પ્રતિક્રિયા આપી હતી. સોનમ કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર અનિલ કપૂર (Anil Kapoor)ની ટાઈમલાઈનનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, ‘ડેડ!!??’ 

અનિલ કપૂર (Anil Kapoor) અને શ્રીદેવીની મિસ્ટર ઈન્ડિયા ફિલ્મ તેના સમય કરતાં ઘણી આગળ હતી. આ ફિલ્મ શેખર કપૂર દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. તે પણ એવા સમયે જ્યારે CGI, સ્પેશિયલ ઈફેક્ટ્સ અથવા ગ્રીન સ્ક્રીન ન હતી. મિસ્ટર ઈન્ડિયાને સલીમ ખાન અને જાવેદ અખ્તર દ્વારા લેખિત હતી. 

બોની કપૂર દ્વારા નિર્મિત, આ ફિલ્મમાં અનિલ કપૂરને એક એવા માણસ તરીકે દર્શાવવામાં આવ્યો હતો જે એક અનાથાશ્રમનું સંચાલન કરે છે અને તે ગાયબ થાય તેવી ઘડિયાળનો ઉપયોગ કરે છે. શ્રીદેવી પત્રકારની ભૂમિકા નિભાવે છે. આ ફિલ્મમાં મોગેમ્બો તરીકે અમરીશ પુરી, કેલેન્ડર તરીકે સતીશ કૌશિક, રૂપચંદ તરીકે હરીશ પટેલ અને એડિટર ગાયતોંડે તરીકે અન્નુ કપૂર પણ હતા. આ ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. 

વધુ વાંચો: દિકરા યુગ સાથે રાણી પિંક સાડીમાં છવાઈ ગઈ કાજોલ

અનિલ કપૂર (Anil Kapoor) હાલમાં એનિમલની રિલીઝની તૈયારી કરી રહ્યો છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે.

Tags :