Animal advance booking: રણબીર કપૂરની ફિલ્મ બંપર ઓપનિંગ માટે તૈયાર

મુંબઈમાં પણ ટિકિટની કિંમતો વધારી દેવાઈ છે અને અમુક સ્થળે તે 2,200 રૂપિયા બોલાઈ રહી છે

Courtesy: Image: Twitter

Share:

 

Animal advance booking: રણબીર કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા મંદાના અભિનિત ફિલ્મ એનિમલ આ વર્ષની બહુપ્રતીક્ષિત ફિલ્મો પૈકીની એક છે. અર્જુન રેડ્ડી અને તેની સત્તાવાર હિન્દી રિમેક કબીર સિંહ જેવી બ્લોક બસ્ટર ફિલ્મ બનાવી ચુકેલા સંદીપ રેડ્ડી વાંગાએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. એનિમલનું એડવાન્સ બુકિંગ (Animal advance booking) શરૂ થયું ત્યારથી તેની સીટ ફુલ થઈ રહી છે. 

 

એડવાન્સ બુકિંગ મામલે આ ફિલ્મ યુકે અને યુએસમાં પહેલેથી જ શાનદાર પ્રદર્શન કરી રહી છે. જ્યારે 25 નવેમ્બરના રોજ ભારતમાં એડવાન્સ બુકિંગ શરૂ થયું ત્યાર બાદ પાંચમા દિવસે પણ જોરદાર પ્રતિસાદ જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં એડવાન્સ બુકિંગના આંકડા તેના બ્લોક બસ્ટર હોવાનું પ્રમાણ દર્શાવે છે. 

Animal advance booking 13.95 કરોડને પાર

રણબીર કપૂરની ફિલ્મ એનિમલે 29 નવેમ્બર, 2023ની સવાર સુધીમાં એડવાન્સ બુકિંગ દ્વારા 13.95 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અત્યાર સુધીમાં આ ફિલ્મના 8,850 શો માટે 5,04,078 ટિકિટો વેચાઈ ચુકી છે. આ આંકડાઓ પરથી એવું અનુમાન લગાવી શકાય કે એનિમલ રણબીર કપૂરની કરિયરની સૌથી મોટી ઓપનર સાબિત થઈ શકે છે. 

 

એનિમલની એડવાન્સ બુકિંગને જોતા તેના દ્વારા અનેક બ્લોક બસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટશે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. ફિલ્મના ટ્રેલરની દર્શકો અને સમીક્ષકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. વિક્કી કૌશલની આગામી ફિલ્મ સૈમ બહાદુર સાથે ટક્કર છતાં પણ એનિમલનું પ્રદર્શન ખૂબ બેમિસાલ છે. 

ટિકિટોની કિંમત આસમાને

એક અહેવાલ પ્રમાણે એનિમલનું એડવાન્સ બુકિંગ (Animal advance booking) સની દેઓલની ગદર 2 અને શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને પણ ટક્કર મારી શકે છે. દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં એનિમલની ટિકિટની કિંમતો 250 રૂપિયાથી શરૂ થાય છે. મલ્ટીપ્લેક્સ ચેઈનમાં સામાન્ય સીટો માટે ટિકિટ 600 રૂપિયા સુધીમાં વેચાઈ રહી છે. રિક્લાઈનર સીટ માટે 2,400 રૂપિયા સુધીની કિંમતો બોલાઈ રહી છે. મુંબઈમાં પણ ટિકિટની કિંમતો વધારી દેવાઈ છે અને અમુક સ્થળે તે 2,200 રૂપિયા બોલાઈ રહી છે. 

 

એનિમલના એડવાન્સ બુકિંગના વર્તમાન રૂઝાન પ્રમાણે તે જવાનને પછાડીને તેલુગુ રાજ્યોમાં હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાની રાહ પર ઝડપથી આગળ વધી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદાના ઉપરાંત બોબી દેઓલ, અનિલ કપૂર, તૃપ્તિ ડિમરી, શક્તિ કપૂર અને પ્રેમ ચોપડા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રીલિઝ થશે.