'જો તમારી સ્ત્રીને થપ્પડ ન મારી શકો..', Animalના ડિરેક્ટરની મહિલાઓ પરની હિંસાને વાજબી ઠેરવતી ટિપ્પણી વાયરલ

એનિમલના ડિરેક્ટરની વીડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. તેમાં તેઓ મહિલાઓ પરની હિંસાને યોગ્ય ઠેરવી રહ્યા છે. મહત્વનું છે કે, હાલ એનિમલ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

Courtesy: Pic: Instagram

Share:

હાઈલાઇટ્સ

  • એનિલમના ડિરેક્ટર સંદીપ રેડ્ડીની વીડિયો ક્લિપ વાયરલ
  • મહિલાઓ પરની હિંસાને યોગ્ય ઠેરવી રહ્યા છે ડિરેક્ટર
  • એનિમલ ફિલ્મ હાલ બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ

Animal: સંદીપ રેડ્ડી વાંગા હાલ પોતાની ફિલ્મ એનિમલની સફળતા બાદ આનંદ લઈ રહ્યા છે. ફિલ્મમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર જેવા સ્ટાર્સ છે. એનિમલ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી પણ કરી રહી છે. હાલ આ ફિલ્મ બોલીવૂડમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારથી આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે ત્યારથી ફિલ્મના એક્ટર રણબીરના ચારિત્ર્ય પર સવાલો કરવામાં આવી રહ્યા છે. જે એકદમ હિંસક છે અને લગ્નેતત્ર સંબંધોમાં પણ માને છે. ત્યારે હવે સંદીપ રેડ્ડીની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. 

શું કહ્યું હતું? 


એક ઈન્ટરવ્યૂમાં 41 વર્ષીય ડિરેક્ટર કહે છે કે, જો તમે તમારી સ્ત્રીને ગમે ત્યાં સ્પર્શ ન કરી શકો, જો તમે થપ્પડ ના મારી શકો, તેને કિસ ન કરી શકો તો તમે તેનો ઉપયોગ કરી શકો નહી. કસમ ખાઈને કહીશ, મને ત્યાં કોઈ પણ લાગણી દેખાતી નથી. તો કબીર સિંહ અને શાહિદ વિશે વાત કરતા કહ્યું હતું કે, તેઓ વિસ્તારને ચિહ્નિત કરે છે અને કહે છે કે, તુ મારી છે, મને આમાં કંઈ ખોટુ લાગતુ નથી. તમે તમારા લગ્નમાં 2000 લોકોને બોલાવો છો અને લગ્ન કરો છો. તમે શું કહેવા માગો છો. 

બોક્સ ઓફિસ પર ધૂમ 
હાલ સંદીપ રેડ્ડીની વીડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ મહિલાઓ પરની હિંસાને વાજબી ઠેરવી રહ્યાં છે. મહત્વનુ છે કે, ફિલ્મ એનિમલ હાલ દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. તે અત્યારે ફેન્સમાં ચર્ચાનો વિષય બની છે. ફિલ્મમાં હિંસાના અનેક દ્રશ્યો છે. મારપીટ અને કાપંકાપી સહિત અનેક દ્રશ્યો તમને હચમચાવી દે એવા છે.