બીજા સંતાન બાદ Anushka Sharma એક્ટિંગ છોડી દેશે?

Anushka Sharma: બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) અને તેનો પતિ ક્રિકેટર વિરાટ કોહલી ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલ્સ પૈકીના એક છે. થોડા દિવસ પહેલા અનુષ્કા શર્મા બીજી વખત પ્રેગ્નેન્ટ હોવાની અફવાએ જોર પકડ્યું હતું. જોકે અનુષ્કા અને વિરાટે આ મામલે હજુ કોઈ નિવેદન નથી આપ્યું પરંતુ આ સાથે જ અનુષ્કા શર્માનો દિગ્ગજ અભિનેત્રી સિમી ગરેવાલ (Simi […]

Share:

Anushka Sharma: બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) અને તેનો પતિ ક્રિકેટર વિરાટ કોહલી ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલ્સ પૈકીના એક છે. થોડા દિવસ પહેલા અનુષ્કા શર્મા બીજી વખત પ્રેગ્નેન્ટ હોવાની અફવાએ જોર પકડ્યું હતું. જોકે અનુષ્કા અને વિરાટે આ મામલે હજુ કોઈ નિવેદન નથી આપ્યું પરંતુ આ સાથે જ અનુષ્કા શર્માનો દિગ્ગજ અભિનેત્રી સિમી ગરેવાલ (Simi Garewal) સાથેનો એક જૂનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

Anushka Sharma માટે પરિવાર મહત્વનો

અનુષ્કા શર્મા ફરી પ્રેગ્નેન્ટ હોવાની અફવા બાદ તેનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સિમી ગરેવાલના ઈન્ડિયાઝ મોસ્ટ ડિઝાયરેબલ શોમાં ઈન્ટરવ્યુ આપતી જોવા મળી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન અનુષ્કા શર્માએ પોતે લગ્ન બાદ કામ નથી કરવા માગતી એવી ઈચ્છા દર્શાવી હતી. 

ઈન્ટરવ્યુ દરમિયાન સિમી ગરેવાલે (Simi Garewal) અનુષ્કા શર્માને તેના જીવનમાં લગ્નના મહત્વ અંગે સવાલ કર્યો હતો. જવાબમાં અનુષ્કાએ કહ્યું હતું કે, “ખૂબ જરૂરી છે. હું લગ્ન કરવા ઈચ્છું છું, હું બાળકો પેદા કરવા ઈચ્છું છું, અને લગ્ન થઈ ગયા બાદ કદાચ હું કામ નથી કરવા ઈચ્છતી.”

વધુ વાંચો: આલિયા ભટ્ટે તેના લગ્નની સાડીમાં એવોર્ડ સ્વીકાર્યો

અનુષ્કા શર્મા ફરી પ્રેગ્નેન્ટ હોવાની અફવા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દ્વારા કોઈ જાહેરાત નથી કરવામાં આવી પરંતુ અનુષ્કા ફરી પ્રેગ્નેAnushka Sharma, Simi Garewal, Acting હોવાની અફવા ખૂબ જોરમાં છે. ઉપરાંત અનેક વીડિયોમાં અનુષ્કાનો બેબી બમ્પ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે જૂનો વીડિયો વાયરલ થયા બાદ અનુષ્કાના ચાહકો તે એક્ટિંગ છોડી દેશે એ વાતને લઈ ચિંતિત જણાઈ રહ્યા છે. 

સિમી ગરેવાલ સાથેના અનુષ્કા શર્મા (Anushka Sharma)ના ઈન્ટરવ્યુ દરમિયાન તેની માતાનો એક વીડિયો પણ પ્લે કરવામાં આવ્યો હતો. તે વીડિયોમાં તેઓ કહી રહ્યા હતા કે, “મને નથી લાગતું કે, અનુષ્કા બોલિવુડમાં કોઈ સાથે લગ્ન કરે. હું 100% સ્યોર છું. મેં એને જોઈ છે અને મને ખબર છે કે, તે બોલિવુડ ટાઈપ હસબન્ડ નથી ઈચ્છતી. મને લાગે છે કે તે અરેન્જ મેરેજ કરશે.” 

અનુષ્કા શર્માએ પણ પોતાની માતાની તે વાતને સ્વીકારીને પોતે અરેન્જ મેરેજ કરવા ઈચ્છે છે તેમ જણાવ્યું હતું. અનુષ્કા શર્માએ કહ્યું હતું કે, તેને પોતાની પસંદ પર વિશ્વાસ નથી પરંતુ તેના માતા-પિતાની પસંદ સારી હશે. 

વધુ વાંચો: લગ્ન બાદ પતિ રાઘવ ચઢ્ઢાને બદલે ગર્લ્સ ગેંગ સાથે માલદીવ પહોંચી ગઈ

દીકરી માટે એક્ટિંગમાંથી બ્રેક

અનુષ્કા શર્માએ 2017માં ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ તે ઝીરો અને સૂઈ ધાગા ફિલ્મોમાં જોવા મળી હતી. જોકે દીકરી વામિકાના જન્મ બાદ તેણે એક્ટિંગ કરિયર પર બ્રેક મારી હતી અને અનેક વર્ષો બાદ તે ચકદા એક્સપ્રેસ દ્વારા કમબેક કરવા જઈ રહી છે. 

થોડા સમય પહેલા અનુષ્કા અને વિરાટ એક ક્લિનિકની બહાર સ્પોટ થયા હતા જેથી અનુષ્કા શર્મા ફરી પ્રેગ્નેન્ટ હોવાની અફવા જોરમાં આવી હતી.