કંદુરી ફેસ્ટિવલમાં સામેલ થવા AR Raeman રિક્ષામાં બેસી નાગોર દરગાહ પહોંચ્યા

AR Rahman reaches Nagore Dargah: કંદુરી ફેસ્ટિવલમાં સામેલ થવા માટે એઆર રહેમાન ઓટોમાં બેસી નાગોર દરગાહ પહોંચ્યા હતા. વીડિયો પણ સામે આવ્યો છે

Share:

હાઈલાઇટ્સ

  • એઆર રહેમાન રિક્ષામાં બેસી નાગોર દરગાહ પહોંચ્યા
  • કુંદરી ફેસ્ટિવલમાં ભાગ લેવા રિક્ષામાં બેસીને પહોંચ્યા
  • 14 દિવસ સુધી નાગોર દરગાહ ફેસ્ટિવલ ચાલશે

નાગપટ્ટિનમઃ એઆર રહેમાન કંદુરી ફેસ્ટિવલમાં સામેલ થવા માટે તમિલનાડુના નાગપટ્ટિનમાં નાગોર દરગાહે પહોંચ્યા હતા. આ ફેસ્ટિવલમાં સામેલ થવા માટે એઆર રહેમાન રિક્ષામાં બેસીને પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. ઓસ્કાર એવોર્ડ વિનર રહેમાન મરુન કલરનો કૂર્તો પહેરીને પહોંચ્યા હતા. નાગોર દરગાહ ફેસ્ટિવલ તરીકે પણ આ ઓળખાય છે અને તે 14 દિવસ ચાલશે. 

આ કારણે થાય છે ઉજવણી 
ઈસ્લામી મહિનો જમથુલ આગિર દરમિયાન સંત શાહુલ હામીદની પુણ્યતિથી નિમિત્તે 14 દિવસ માટે મનાવવામાં આવે છે. તહેવારની શરુઆતમાં ધ્વજ ફરકાવવામાં આવે છે. જે બાદ તેને રથોમાં નાગોર દરગાહ સુધી લાવવામાં આવે છે. બીજાથી સાતમા દિવસ સુધી સંતો અલગ અલગ દુઆઓ સાથે કુરાન પઢે છે. આઠમા દિવસે ફેસ્ટિવલની આતશબાજી થાય છે. આતશબાજીનો હેતુ એ છે કે, ઉત્સાહનો માહોલ વધારવો અને બીજો એ કે જૂઠ પર સત્યનો વિજય થાય છે.

નવા ગીતની જાહેરાત 
જો કે, એઆર રહેમાને અને ફિરદોશ ઓરકેસ્ટ્રાએ અબુ ધાબીની એક હોસ્પિટલમાં સંયુક્ત અરબ અમીરાતના સંસ્થાપક પિતા દિવંગત શેખ જાયદ બિન સુલ્તાન અલ નાહયાન વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ એઆર રહેમાને ભારતીય એન્ટરપ્રિન્યોરશિપ ડોક્ટર શમશીર વાયલિલ અને અબુધાબી સ્થિત બુર્જીલ હોલ્ડિંગ્સના સહયોગથી લખેલું પોતાના આગામી ગીતની પણ જાહેરાત કરી હતી.