ચેન્નાઈમાં એઆર રહેમાનના ચાહકોએ કોન્સર્ટના નબળા આયોજનની ટીકા કરી

રવિવારે ચેન્નાઈમાં આયોજિત એઆર રહેમાન કોન્સર્ટને નબળા આયોજનને કારણે ચાહકો તરફથી આકરી ટીકાઓનો સામનો કરવો પડયો હતો. કોન્સર્ટ અગાઉ તારીખ 12 ઓગસ્ટના રોજ થવાનો હતો. પરંતુ ખરાબ હવામાનને કારણે 10 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. એઆર રહેમાનના ચાહકોએ મોટી સંખ્યામાં કોન્સર્ટમાં હાજરી આપી હતી. જ્યારે ઘણાને માન્ય ટિકિટ હોવા છતાં કાર્યક્રમમાં પ્રવેશ્યા વિના જ […]

Share:

રવિવારે ચેન્નાઈમાં આયોજિત એઆર રહેમાન કોન્સર્ટને નબળા આયોજનને કારણે ચાહકો તરફથી આકરી ટીકાઓનો સામનો કરવો પડયો હતો. કોન્સર્ટ અગાઉ તારીખ 12 ઓગસ્ટના રોજ થવાનો હતો. પરંતુ ખરાબ હવામાનને કારણે 10 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. એઆર રહેમાનના ચાહકોએ મોટી સંખ્યામાં કોન્સર્ટમાં હાજરી આપી હતી. જ્યારે ઘણાને માન્ય ટિકિટ હોવા છતાં કાર્યક્રમમાં પ્રવેશ્યા વિના જ પરત ફરવું પડયું હતું.

કોન્સર્ટમાં ભાગ લેનારા ચાહકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના ખરાબ અનુભવો શેર કર્યા હતા. ઘણાએ કહ્યું કે વોલ્યુમ ખૂબ ઓછું હતું, જે લોકો સ્ટેજથી દૂર હતા તેઓ ભાગ્યે જ સાંભળી શકતા હતા. લોકોએ ભીડને કારણે ગભરાટ અને અસ્વસ્થતા સહન કરવાના ઘણા અનુભવો શેર કર્યા અને વચન આપ્યું કે તેઓ એઆર રહેમાનના સૌથી મોટા ચાહકો હોવા છતાં તેમના કોન્સર્ટમાં ક્યારેય હાજરી આપશે નહીં. ટિકિટ ધરાવતા લોકો સ્થળ પરથી પાછા ફર્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. કેટલાકે ગુસ્સામાં પોતાની ટિકિટ પણ ફાડી નાખી હતી. 

ચાહકો કોન્સર્ટના નબળા આયોજન પર રોષે ભરાયા 

ફિલ્મ ટ્રેડ વિશ્લેષકે એક નિરાશ ચાહકનો વિડિયો શેર કર્યો હતો કે તેઓ તેમની કોન્સર્ટ ટિકિટ ફાડી નાખે છે, તેને “અવિસ્મરણીય ઘટના” અને એઆર રહેમાન તરફથી “સૌથી ખરાબ ભેટ” તરીકે વર્ણવે છે. કોન્સર્ટનો બીજો વીડિયો શેર કરતાં, એક નારાજ પ્રશંસકે લખ્યું, “આ કોન્સર્ટનું આયોજન ખુબ જ નબળું હતું. પૈસાનો વ્યય થયો. વિશ્વાસઘાતની વિશાળ લાગણી અનુભવાઈ.” 

એઆર રહેમાનના કોન્સર્ટમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ 

બીજાએ લખ્યું, “મેં આ કોન્સર્ટ માટે 15 હજાર ચૂકવ્યા હતા. દરેક ખૂણેથી લોકો ઉમટી પડયા હતા. નાસભાગની સ્થતિ સર્જાઈ હતી અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મહિલાઓએ છેડતીની ફરિયાદ કરી હતી. કોઈ માટે ખુરશીની વ્યવસ્થા ન હતી. કોન્સર્ટમાં ઓડિયો બરાબર સંભળાતો ન હતો. અમે તમારા કોન્સર્ટમાં ક્યારેય હાજરી નહીં આપીએ.” 

એક ચાહકે વ્યવસ્થા અંગે ફરિયાદ કરતા લોકોના કેટલાક વીડિયો શેર કર્યા અને લખ્યું, “ઈતિહાસમાં અત્યાર સુધીનો આ સૌથી ખરાબ કોન્સર્ટ હતો.”

ગોલ્ડ ટિકિટ મેળવનાર એક વ્યક્તિએ પોતાનો અનુભવ શેર કરતા ટ્વીટ કર્યું, “એઆર રહેમાન એકમાત્ર કલાકાર છે જેને હું પસંદ કરું છું. તે મારા માટે બધું જ છે. હું તેને મારા હૃદયથી પ્રેમ કરું છું. પરંતુ, મેં ગોલ્ડ ટિકિટ ખરીદી હોવા છતાં મને કોન્સર્ટમાં પ્રવેશ કરવા દેવામાં ન આવ્યો.”

એઆર રહેમાન એક ઓસ્કર વિજેતા મ્યુઝિક કંપોઝર છે જે પોનીયિન સેલવાન સિરીઝ, એન્થિરન, શિવાજી: ધ બોસ, રંગીલા, બોમ્બે, તાલ, રોકસ્ટાર અને સ્લમડોગ મિલિયનેર જેવી ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા છે.