Arjun Kapoor: સલમાન સાથેના કોલ્ડ વોરનો અંત? થિએટરમાં જઈને જોઈ ભાઈજાનની ફિલ્મ

એક સમય એવો હતો જ્યારે અર્જુન કપૂર સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને ડેટ કરી રહ્યો હતો

Courtesy: Image: Twitter

Share:

 

Arjun Kapoor: બોલિવુડના ભાઈજાન સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-3 દિવાળીના દિવસે થિએટર્સમાં રીલિઝ થઈ ચુકી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર કમાણી કરી રહી છે. સલમાન ખાનના ચાહકોથી થિએટર્સ ઉભરાઈ રહ્યા છે ત્યારે અભિનેતા અર્જુન કપૂર (Arjun Kapoor) પણ ટાઈગર-3 જોવા માટે થિએટરમાં પહોંચ્યો હતો. થિએટરની બહાર પહોંચેલા અર્જુન કપૂરની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. 

થિએટરમાં જોવા મળ્યો Arjun Kapoor

અભિનેતા અર્જુન કપૂર બોલિવુડના ભાઈજાન સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-3 જોવા માટે થિએટરમાં પહોંચ્યો હતો. તેણે બ્લેક સ્વેટશર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું અને સાથે જ બ્લેક કેપ પણ પહેરી હતી. તે ફિલ્મ પઠાણના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ સાથે ટાઈગર-3 જોવા માટે થિએટરમાં પહોંચ્યો હતો. 

સલમાન સાથેના સંબંધોમાં ખટાશ 

અર્જુન કપૂર હંમેશા સલમાન ખાનને ફોલો કરતો આવ્યો હતો અને સલમાને પણ અર્જુન કપૂર (Arjun Kapoor)ને એક્ટિંગમાં કરિયર બનાવવા માટે પ્રેરિત કર્યો હતો. આ સિવાય જ્યારે અર્જુન કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો હતો ત્યારે સલમાન ખાને તેની મદદ કરી હતી. 

સલમાનની બહેનને ડેટ કરતો હતો અર્જુન

જો કે એક સમય એવો હતો જ્યારે અર્જુન કપૂર સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને ડેટ કરી રહ્યો હતો પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને વર્ષ 2005માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. ત્યાર બાદ અર્જુન કપૂર મલાઈકા અરોરાની નજીક આવ્યો હતો.

 

મલાઈકાને ડેટ કર્યા બાદ સલમાન ખાન અને અર્જુન કપૂર વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. 

અગાઉ મલાઈકા સલમાનના ભાઈ અરબાઝ ખાનની પત્ની હતી. જોકે અર્જુન કપૂરે સલમાન સાથેના તેના ખરાબ સંબંધો વિશે ક્યારેય ટિપ્પણી કરી ન હતી પરંતુ તેના પિતા બોની કપૂરે ચોક્કસપણે પુષ્ટિ કરી હતી કે છેલ્લા કેટલાક વર્ષોથી સલમાન સાથે તેના સંબંધો સારા નથી ચાલી રહ્યા.

સલમાને અર્જુનને હીરો બનાવ્યો

અર્જુન કપૂરે  (Arjun Kapoor) ક્યારેય સલમાન સાથેના વિવાદ વિશે વાત નથી કરી નથી પરંતુ તેના પિતા બોની કપૂરે સલમાન સાથેના સંબંધો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે વર્ષ 2020માં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'અર્જુન હંમેશા ડિરેક્ટર બનવા માંગતો હતો, તેથી મારી તેને હીરો તરીકે લોન્ચ કરવાની કોઈ યોજના નહોતી. પરંતુ એક દિવસ મને સલમાનનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે અર્જુને એક્ટિંગમાં હાથ અજમાવવો જોઈએ કારણ કે તેની પાસે હીરો બનવા માટે ઘણા પાસાઓ છે. 

 

આ પછી સલમાને અર્જુનની જવાબદારી લીધી અને તેને ફિલ્મો માટે તૈયાર કર્યો. દુર્ભાગ્યે, સલમાન સાથેના મારા સંબંધો હવે થોડા વણસેલા છે, પરંતુ સલમાને જ અર્જુનને અભિનય તરફ પ્રેરિત કર્યો હતો. આ માટે હું હંમેશા સલમાનનો આભારી રહીશ.