Asha Parekh reaction: આશા પારેખે પોતાની હરીફો સાથેની મિત્રતાનું ઉદાહરણ આપીને કંગના રનૌતને કર્યો ધારદાર સવાલ

અભિનેત્રી કંગના રનૌત (Kangna Ranaut)એ બોલિવુડમાં સાચી મિત્રતા અસ્તિત્વમાં જ નથી તે અર્થનું નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ દિગ્ગજ અભિનેત્રી આશા પારેખ (Asha Parekh reaction)ને બોલિવુડમાં મિત્રતા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કલાકારો વચ્ચે મિત્રતા માટે પોતાનું જ ઉદાહરણ રજૂ કર્યું હતું. આશા પારેખે કહ્યું હતું કે, તેમની વહીદા રહમાન અને હેલેન સાથેની મિત્રતા […]

Share:

અભિનેત્રી કંગના રનૌત (Kangna Ranaut)એ બોલિવુડમાં સાચી મિત્રતા અસ્તિત્વમાં જ નથી તે અર્થનું નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ દિગ્ગજ અભિનેત્રી આશા પારેખ (Asha Parekh reaction)ને બોલિવુડમાં મિત્રતા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કલાકારો વચ્ચે મિત્રતા માટે પોતાનું જ ઉદાહરણ રજૂ કર્યું હતું. આશા પારેખે કહ્યું હતું કે, તેમની વહીદા રહમાન અને હેલેન સાથેની મિત્રતા આ અંગેનું પ્રમાણ કહી શકાય. 

આ સાથે જ આશા પારેખે એમ પણ કહ્યું હતું કે, જે લોકોને એમ લાગે છે કે, ઈન્ડસ્ટ્રીના લોકો વચ્ચે મિત્રતા નથી હોતી તેમને આવું શા માટે છે તેવો સવાલ કરવો જોઈએ. આશા પારેખના કહેવા પ્રમાણે કોઈ ઈન્ડસ્ટ્રી અંગે જે સામાન્ય નિવેદન આપવામાં આવે તે સત્ય જ હોય તેવું જરૂરી નથી. આશા પારેખે બોલિવુડના કલાકારો વચ્ચેની મિત્રતાને લઈ કંગના રનૌતને તે પોતે મિત્રો શા માટે નથી બનાવતી તેવો સવાલ કરવા પણ જણાવ્યું હતું. 

વધુ વાંચો: ઈન્ડિયા/ભારત વિવાદ મુદ્દે કંગના રનૌતે રજૂ કર્યો પોતાનો પક્ષ, ‘ઈન્ડિયા’ને ગણાવ્યું ગુલામીનું પ્રતીક

કંગનાના સવાલ બાદ સામે આવ્યું આશા પારેખનું રિએક્શન (Asha Parekh reaction)

હકીકતે એક ઈવેન્ટ દરમિયાન કંગના રનૌતે બોલિવુડમાં સાચી મિત્રતા અસ્તિત્વમાં જ નથી તે અર્થનું નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ પીઢ અભિનેત્રી આશા પારેખને કલાકારો વચ્ચેની મિત્રતા અંગે કંગના રનૌતના નિવેદન અંગે ટિપ્પણી કરવા કહેવામાં આવ્યું હતું. ત્યારે આશા પારેખે પોતે વહીદા રહમાન અને હેલેનજી સાથે કેટલા ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે તે યાદ કરાવીને તેમની ગાઢ મિત્રતા અંગે વાત કરી હતી. 

વધુમાં આશા પારેખે (Asha Parekh reaction) કહ્યું હતું કે, કોઈ સાથે મિત્રતા કરવી કે નહીં તે કંગના રનૌત (Kangna Ranaut)ની પસંદગીની વાત છે. આશા પારેખને વર્તમાન સમયમાં ફિલ્મ ઉદ્યોગમાં ગાઢ મિત્રતા અસ્તિત્વમાં છે કે નહીં તેવો સવાલ કરવામાં આવ્યો ત્યારે જવાબમાં તેમણે આ સવાલ કંગના રનૌતને કરવા કહ્યું હતું. 

વધુ વાંચો: ઓસરી રહ્યો છે કંગના રનૌતની ચંદ્રમુખી 2નો જાદુ, રીલિઝના 8મા દિવસે માત્ર 1.6 કરોડની કમાણી

આશા પારેખે કહ્યું હતું કે, “તમે કંગના રનૌતને જ પુછોને કે શા માટે નથી. તમને કંગના રનૌતને તે આમ શા માટે કહે છે તેવો સવાલ કેમ ન કર્યો. મિત્રતા દરેકની વ્યક્તિગત પસંદગી છે. પછી ભલે તે કોઈ સાથે મિત્રતા કરવા માગે છે કે નહીં તે તમારે કંગના રનૌતને જ પુછવું જોઈએ. કંગના રનૌતનો મારી સાથેનો વર્તાવ તો ખૂબ સારો છે.”

નોંધનીય છે કે, કંગના રનૌત (Kangna Ranaut)એ ગત વર્ષે પણ કર્લી ટેલ્સ સાથેના ઈન્ટરવ્યુમાં તેને જ્યારે બોલિવુડના કયા 3 કલાકારોને તે રવિવારે બ્રન્ચ માટે પોતાના ઘરે આમંત્રણ આપવા માગે છે તેવો સવાલ કરવામાં આવ્યો ત્યારે ચોંકાવનારો જવાબ આપ્યો હતો. કંગના રનૌતે તે વખતે બોલિવુડમાં કોઈ તેનું મિત્ર બનવાને લાયક નથી અને ઘરે બોલાવવા માટે તો બિલકુલ નહીં તેમ કહી દીધું હતું. 

કંગના રનૌતે બોલિવુડના કલાકારોને બહાર મળવું ઠીક છે પણ ઘરે બોલાવવાને લાયક કોઈ નથી અને મિત્રતા માટે પણ લાયકાત જરૂરી છે તે અર્થનું નિવેદન આપીને વિવાદ સર્જ્યો હતો.