Atif Aslam: USમાં ચાહકે પૈસા ઉડાડ્યા તો શાંતિથી કોન્સર્ટ રોકીને આપ્યું જોરદાર રિએક્શન

Atif Aslam: અમેરિકા ખાતે આયોજિત એક કોન્સર્ટ દરમિયાન બનેલી ઘટનાના કારણે પાકિસ્તાની ગાયક (Pakistani singer) આતિફ અસલમ (Atif Aslam) ની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આતિફ અસલમના અવાજના લાખો-કરોડો ચાહકો છે ત્યારે તાજેતરની ઘટનાએ આતિફના ચાહકોનું દિલ જીતી લીધું છે.  Atif Aslamએ કોન્સર્ટ રોકીને કહ્યું… સોશિયલ મીડિયામાં આતિફ અસલમનો એક વીડિયો ખૂબ જ વાયરલ […]

Share:

Atif Aslam: અમેરિકા ખાતે આયોજિત એક કોન્સર્ટ દરમિયાન બનેલી ઘટનાના કારણે પાકિસ્તાની ગાયક (Pakistani singer) આતિફ અસલમ (Atif Aslam) ની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આતિફ અસલમના અવાજના લાખો-કરોડો ચાહકો છે ત્યારે તાજેતરની ઘટનાએ આતિફના ચાહકોનું દિલ જીતી લીધું છે. 

Atif Aslamએ કોન્સર્ટ રોકીને કહ્યું…

સોશિયલ મીડિયામાં આતિફ અસલમનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે, આતિફ જ્યારે સોચતા હું મેં વો કિતને માસૂમ થે… પર્ફોર્મ કરી રહ્યો હોય છે ત્યારે એક ચાહક આગળ આવીને તેમના પર પૈસા ઉડાડવા લાગે છે. આ જોઈને આતિફ પોતાનિ કોન્સર્ટ વચ્ચે અટકાવી દેવા ઈશારો કરે છે. ઉપરાંત તે પૈસા ઉડાડનારા વ્યક્તિને ત્યાં આવીને પૈસા ઉઠાવી લેવા માટે આગ્રહ કરે છે અને કહે છે કે, “મારા મિત્ર, આ પૈસાનું દાન કરી દો, મારા પર ન ઉડાડશો, આ પૈસાનું અપમાન છે.”

આતિફ અસલમ (Atif Aslam) પોતાના પર ઉડાડવામાં આવેલા તે પૈસાને અડતો પણ નથી અને ત્યાર બાદ ચાહક સ્ટેજ પર જઈને તે પૈસા ઉઠાવી લે છે. આતિફે તે ચાહકને એમ પણ કહ્યું હતું કે, “મને ખબર છે તમે ખૂબ અમીર છો. હું તમારી પ્રશંસા કરૂં છું પણ પૈસાની આ પ્રકારે બેઈજ્જતી ન કરશો.”

વધુ વાંચો: અચાનક ભારત આવેલી દેશી ગર્લનો સ્ટનિંગ એરપોર્ટ લુક જોઈ ક્રેઝી થયા ચાહકો

ચાહકો દ્વારા આતિફની પ્રશંસા

આ ઘટના બાદ ઈન્ટરનેટ પર પાકિસ્તાની ગાયક (Pakistani singer)ની ભારે પ્રશંસા થઈ રહી છે. યુઝર્સ આતિફના પોતાના પ્રશંસક સાથેના સૌજન્યપૂર્ણ વ્યવહારની પણ પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ પૈસાના યોગ્ય ઉપયોગ અંગેના આતિફના વિચારને પણ આવકારી રહ્યા છે. 

પાકિસ્તાની કલાકારો પર ભારતમાં પ્રતિબંધ

નોંધનીય છે કે, ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ જાહેર કરવામાં આવેલો છે. બાકી એક સમયે આતિફે ભારતમાં પણ ખૂબ જ હિટ ગીતો આપ્યા છે જેમાં કલયુગ, રેસ, બસ એક પલ, ટાઈગર જિંદા હૈ, બાગી 2 વગેરેના ગીતોનો સમાવેશ થાય છે. તાજેતરની ઘટના બાદ ગ્લોબલ ફેન ફોલોઈંગ ધરાવતા આતિફની પાકિસ્તાની ગાયક આઘા અલીએ પણ પ્રશંસા કરી હતી. 

આઘા અલીએ લખ્યું હતું કે, આ માત્ર લીજેન્ડ જ કરી શકે. આતિફ અસલમે સ્થિતિને ખૂબ શાનદાર રીતે હેન્ડલ કરી. 

વધુ વાંચો:તેજસની રિલીઝ પહેલા કંગના રનૌતે અયોધ્યામાં રામ લલ્લાના આશીર્વાદ લીધા

આતિફ અસલમ ત્રીજા સંતાનનો પિતા બન્યો

આતિફ અસલમ અને તેની પત્ની સારાહે તાજેતરમાં જ તેમના ત્રીજા બાળક- બેબી ગર્લ હલીમા આતિફ અસલમનું સ્વાગત કર્યું હતું. આતિફે માર્ચ મહિનામાં દીકરીના આગમનની જાહેરાત કરતી પોસ્ટમાં લખ્યું હતું કે, “આખરે આતુરતાનો અંત આવ્યો. મારા હૃદયની નવી રાણી પધારી ચુકી છે.”

Tags :