આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 રક્ષાબંધનને કારણે બોક્સ ઓફિસ પર છવાઈ, 50 કરોડના ક્લબમાં સામેલ

આયુષ્માન ખુરાનાની તાજેતરની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ કોમેડી-ડ્રામા ફિલ્મ કે જે 2019ની ફિલ્મની સિક્વલ છે. રક્ષાબંધન તહેવારના કારણે ફિલ્મના કલેક્શનમાં વૃદ્ધિ જોવા મળી હતી. બીજા સપ્તાહના અંતે ફિલ્મને ‘હિટ’ સ્ટેટસ પર લઈ જશે.  ડ્રીમ ગર્લ 2ની કમાણી ડ્રીમ ગર્લ 2 એ શુક્રવારે 10.69 કરોડ રૂપિયા, શનિવારે […]

Share:

આયુષ્માન ખુરાનાની તાજેતરની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ કોમેડી-ડ્રામા ફિલ્મ કે જે 2019ની ફિલ્મની સિક્વલ છે. રક્ષાબંધન તહેવારના કારણે ફિલ્મના કલેક્શનમાં વૃદ્ધિ જોવા મળી હતી. બીજા સપ્તાહના અંતે ફિલ્મને ‘હિટ’ સ્ટેટસ પર લઈ જશે. 

ડ્રીમ ગર્લ 2ની કમાણી

ડ્રીમ ગર્લ 2 એ શુક્રવારે 10.69 કરોડ રૂપિયા, શનિવારે 14.02 કરોડ રૂપિયા, રવિવારે 16 કરોડ રૂપિયા, સોમવારે રૂપિયા 5.42 કરોડ, મંગળવારે રૂપિયા 5.87 કરોડ અને બુધવારે રૂપિયા 7.50 કરોડની કમાણી કરી હતી.    

અગાઉ અહેવાલ હતો કે ડ્રીમ ગર્લ 2 ફિલ્મ તેની રિલીઝના પાંચ દિવસમાં ₹50 કરોડના ક્લબમાં પ્રવેશવામાં સફળ રહી છે. પ્રારંભિક અંદાજ મુજબ, રક્ષાબંધન પર ₹ 7.75 કરોડનું કલેક્શન કર્યું હતું. ડ્રીમ ગર્લ 2ની રિલીઝના છ દિવસ પછી તેણે કુલ ₹ 59.75 કરોડની કમાણી કરી છે.

એક અહેવાલ મુજબ, ડ્રીમ ગર્લ 2 ફિલ્મે શરૂઆતના દિવસે મજબૂત કલેક્શન ₹10.69 કરોડ કર્યું હતું . ધ કેરલા સ્ટોરી, જરા હટકે ઝરા બચકે, સત્ય પ્રેમ કી કથા, રોકી ઔર રાની કી પ્રેમ કહાની, ગદર 2, OMG 2 પછી હવે ડ્રીમ ગર્લ 2ની ઉત્સાહપૂર્ણ શરૂઆત બોલિવૂડના પુનરુત્થાનમાં મદદ કરી છે. 

રાજ શાંડિલ્યા દ્વારા દિગ્દર્શિત, ડ્રીમ ગર્લ 2 ફિલ્મ 2019ની ફિલ્મ ડ્રીમ ગર્લની સિક્વલ છે જે બોક્સ ઓફિસ પર હિટ થઈ હતી. જેમાં આયુષ્માન ખુરાના એક કોલ સેન્ટરમાં કામ કરે છે જે સ્ત્રીની જેમ વાત કરી શકે છે. ડ્રીમ ગર્લ 2માં, આયુષ્માન ખુરાના પૂજાનું પાત્ર ભજવે છે. 

ડ્રીમ ગર્લ 2 રિલીઝના સમય પર આયુષ્માન ખુરાનાની પ્રતિક્રિયા 

પ્રથમ સપ્તાહમાં પોતાની ફિલ્મના શાનદાર પ્રદર્શન વિશે વાત કરતાં આયુષ્માન ખુરાનાએ કહ્યું, “છેલ્લા 3 મહિનામાં મિડ-બજેટ અને સ્મોલ-બજેટની ફિલ્મો પણ સફળતાપૂર્વક ચાલી રહી છે. પહેલા લોકોને લાગતું હતું કે માત્ર મોટા બજેટની ફિલ્મો જ ચાલશે. તેથી, ફિલ્મનો રિલીઝનો સમય સાચો છે અને તે જવાન અને ગદર 2 વચ્ચે આવી હતી પરંતુ તેમ છતાં તેણે પોતાની જગ્યા બનાવી છે અને આ ડ્રીમ ગર્લ 2ની સૌથી મોટી જીત હશે.”

ડ્રીમ ગર્લ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની સાથે નુસરત ભરુચા, અન્નુ કપૂર, વિજય રાઝ અને મનજોત સિંહ મુખ્ય ભૂમિકામાં હતા. જયારે ડ્રીમ ગર્લ 2માં અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત, ડ્રીમ ગર્લ 2 ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની, વિજય રાઝ, અન્નુ કપૂર, સીમા પાહવા, મનોજ જોશી, અભિષેક બેનર્જી અને મનજોત સિંહ પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રાજ શાંડિલ્યા દ્વારા કરવામાં આવ્યું છે અને એકતા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા નિર્મિત કરવામાં આવી છે.