Kareena Kapoor: વર્ષ 2000માં ફિલ્મ રેફ્યુજી દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી કરીના કપૂરે (Kareena Kapoor) પોતે કઈ રીતે આટલો લાંબો સયમ ઈન્ડસ્ટ્રીમાં ટકી શકી તેના પાછળનું કારણ જાહેર કર્યું છે. કરીનાએ જણાવ્યું હતું કે, અન્ય કલાકારોની માફક તે હંમેશા કશુંક બોલીને ચર્ચામાં નથી રહી શકતી. આ સાથે જ બેબોએ દરેક વ્યક્તિએ પોતાનું આગવું વ્યક્તિત્વ શોધવું જોઈએ તેમ પણ જણાવ્યું હતું.
કરીના કપૂરે ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, કલાકારો કશુંક કહેતા રહે છે પણ તે એવું નથી કરી શકતી. આ કારણે જ તે આટલું ટકી શકી છે. કરીનાના કહેવા પ્રમાણે દરેક વ્યક્તિએ પોતાનું એક અનન્ય વ્યક્તિત્વ શોધવું જોઈએ અને તેને હંમેશા જાળવી રાખવું જોઈએ.
વધુમાં જણાવ્યું હતું કે, "તમે લોકો હજુ પણ કહો છો કે મારે ડર્ટીના કવર પર હોવું જોઈએ? મતલબ કશું એવું હોવું જોઈએ જે તમને ખેંચે છે. મારામાં હજું તે છે અને હું હજુ પણ હોટ છું."
આ સિવાય અભિનેત્રી કરીના કપૂરે (Kareena Kapoor) તાજેતરમાં જ પોતાના લગ્ન જીવન અંગે પણ ખુલીને વાત કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, 'સૈફ અને મેં એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યા હતા અને જ્યારે અમે આગળ વધવાનું નક્કી કર્યું તો તેની પાછળનું કારણ એ હતું કે અમે બાળક ઈચ્છતા હતા.'
સૈફ અલી ખાને પ્રથમ લગ્ન વર્ષ 1991માં અમૃતા સિંહ સાથે કર્યા હતા. આ પછી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો અને વર્ષ 2004માં છૂટાછેડા લઈ લીધા. બંનેને 2 બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન છે. સૈફ અને કરીનાએ ફિલ્મ 'ટશન' દરમિયાન એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.
બાળકોના ઉછેર વિશે વાત કરતાં કરીના કપૂરે કહ્યું હતું કે, 'અમે બાળકોને માણસ તરીકે જોઈએ છીએ અને માનીએ છીએ. અમે તેમનો આદર કરીએ છીએ અને અમે તેમને જેમ રહેવું હોય એમ રહેવા દઈએ છીએ. તેઓ પોતાનો રસ્તો શોધી લેશે.
કરીના કપૂરે (Kareena Kapoor) એમ પણ કહ્યું હતું કે, 'બાળકો બધું જાતે શીખી જાય છે, હું મારા બાળકોની સામે મારું જીવન જીવવા માંગુ છું. હું તેમની સાથે બધું કરવા માંગુ છું. આપણે ખુશ રહેવાનું છે, તો જ તેઓ ખીલશે.'
કરીનાએ તાજેતરમાં જાને જાન દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું હતું અને તે કોફી વિથ કરણની સીઝન 8ના ચોથા એપિસોડમાં આલિયા ભટ્ટ સાથે મહેમાન તરીકે જોવા મળશે.