સેક્સ કોમેડી ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’માં ભૂમિ પેડનેકરના અભિનયની આંતરરાષ્ટ્રીય સમીક્ષકો દ્વારા પ્રશંસા

કરણ બુલાનીની સેક્સ કોમેડી ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’ને ટોરંટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ- TIFF 2023 ખાતેના તેના વર્લ્ડ પ્રીમિયર બાદ આંતરરાષ્ટ્રીય પ્રકાશનો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. સમીક્ષકોએ ફિલ્મમાં ભૂમિ પેડનેકરના સેન્ટ્રલ પરફોર્મન્સ અને તેના હિલેરિયસ ટોનની ખૂબ જ પ્રશંસા કરી છે.  ભૂમિ પેડનેકર સહિતના કલાકારોને લઈ બનેલી મલ્ટી સ્ટારર ફિલ્મ ‘થેન્ક યુ ફોર […]

Share:

કરણ બુલાનીની સેક્સ કોમેડી ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’ને ટોરંટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ- TIFF 2023 ખાતેના તેના વર્લ્ડ પ્રીમિયર બાદ આંતરરાષ્ટ્રીય પ્રકાશનો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. સમીક્ષકોએ ફિલ્મમાં ભૂમિ પેડનેકરના સેન્ટ્રલ પરફોર્મન્સ અને તેના હિલેરિયસ ટોનની ખૂબ જ પ્રશંસા કરી છે. 

ભૂમિ પેડનેકર સહિતના કલાકારોને લઈ બનેલી મલ્ટી સ્ટારર ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’ એક ખૂબ જ બોલ્ડ સબ્જેક્ટ પરની ફિલ્મ છે. ‘થેન્ક યુ ફોર કમિંગ’ આગામી 6 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે અને TIFF 2023માં ગાલા સ્ક્રીનિંગ પ્રીમિયરથી સન્માનિત થનારી તે એકમાત્ર ભારતીય ફીચર ફિલ્મ છે. 

ભૂમિ પેડનેકર ઉપરાંત શહનાજ ગિલ, શિબાની બેદી, નતાશા રસ્તોગી, કુશા કપિલા, ડોલી સિંહ અને અનિલ કપૂરને ચમકાવતી આ ફિલ્મમાં ઓર્ગેઝમના ટોપિકને ખૂબ મજાકિયા અંદાજમાં રજૂ કરવામાં આવ્યો છે. ‘થેન્ક યુ ફોર કમિંગ’માં ભૂમિ પેડનેકર ફરી એક વખત લાઈટ અને કોમેડી રોલમાં જોવા મળી રહી છે. 

ભૂમિ પેડનેકરનું સ્ટાર પરફોર્મન્સ

ઈન્ડીવાયરે આ ફિલ્મની સમીક્ષામાં લખ્યું હતું કે, “રાધિકા આનંદ અને પ્રશસ્તિ સિંઘ દ્વારા સહ-લિખિત અને ભૂમિ પેડનેકરના વાઈબ્રન્ટ કોમેડિક પરફોર્મન્સ સાથેની આ ફિલ્મમાં વાર્તાને એક દંતકથાની જેમ વર્ણવવામાં આવી  સાથે જ ઈન્ડીવાયરે ફિલ્મમાં ભૂમિ પેડનેકરના અદમ્ય ચાર્મની પણ પ્રશંસા કરી હતી. 

સ્ક્રીન રેન્ટની સમીક્ષામાં ભૂમિ પેડનેકરના અભિનયની પ્રશંસા કરવામાં આવી છે અને ભૂમિ પેડનેકરના કારણે આ ફિલ્મ એક અનેરા ઉંચા સ્ટેજનો અનુભવ કરાવે છે તેમ જણાવવામાં આવ્યું હતું. સાથે જ ફિલ્મમાં ભૂમિ પેડનેકર પાસેથી સહજ કોમેડી ટાઈમિંગ લેવા બદલ પટકથા લેખક અને ડિરેક્ટરના પણ વખાણ કરવામાં આવ્યા હતા. 

ભૂમિ પેડનેકરની આ ફિલ્મના TIFF 2023 ખાતે પ્રમોશન દરમિયાન અનિલ કપૂરનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં અનિલ કપૂર અને ભૂમિ પેડનેકર આઈકોનિક સોંગ ‘વન ટુ કા ફોર’નો હુક સ્ટેપ કરતા દેખાય છે. આ વીડિયોમાં ભૂમિ પેડનેકર બ્લેક અને બેજ ડ્રેસમાં ખૂબ ચાર્મિંગ દેખાઈ રહી હતી. 

એકતા કપૂર અને રિયા કપૂર દ્વારા નિર્મિત ‘થેન્ક યુ ફોર કમિંગ’માં ભૂમિ પેડનેકરના અભિનયના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે અને ઈન્ટરનેશનલ સમીક્ષકોએ પણ આ ફિલ્મ અને ભૂમિ પેડનેકરના અભિનયના વખાણ કર્યા છે. જોકે ભારતમાં આ ફિલ્મને લઈ ખાસ કોઈ ઉત્સાહ નથી જણાઈ રહ્યો. 

ભૂમિ પેડનેકરે TIFF 2023 પ્રમોશનમાં હાજરી અંગે પોતાની એક્સાઈટમેન્ટ શેર કરી હતી. ભૂમિ પેડનેકરે જણાવ્યું હતું કે, એક ભારતીય અભિનેત્રી તરીકે આ પ્રકારની ઈવેન્ટમાં પોતાના દેશને વૈશ્વિક સ્તરે રિપ્રેઝન્ટ કરવામાં ગર્વની લાગણી અનુભવાય છે. ‘થેન્ક યુ ફોર કમિંગ’ એવી યુવાન છોકરીઓ પર આધારીત છે જે પ્રેમની તલાશમાં છે અને કોઈ પણ રીતે પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા ઈચ્છે છે.