લકી અલીએ બ્રાહ્મણોના નિવેદન પર માફી માગી

સિંગર લકી અલીએ પોતાના નિવેદન પર વધી રહેલા વિવાદને જોઈને ફેન્સની માફી માંગી છે. લકીએ મંગળવારે તેના ફેસબુક પરથી તે પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે, જેમાં તેણે બ્રાહ્મણોને ઈબ્રાહિમના વંશજ ગણાવ્યા હતા. જૂનું નિવેદન કાઢી નાખતા, લકીએ બીજી પોસ્ટ શેર કરી, જેમાં તેણે કહ્યું કે તેનો ઈરાદો કોઈને નારાજ કરવાનો કે નુકસાન પહોંચાડવાનો નહોતો. […]

Share:

સિંગર લકી અલીએ પોતાના નિવેદન પર વધી રહેલા વિવાદને જોઈને ફેન્સની માફી માંગી છે. લકીએ મંગળવારે તેના ફેસબુક પરથી તે પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે, જેમાં તેણે બ્રાહ્મણોને ઈબ્રાહિમના વંશજ ગણાવ્યા હતા. જૂનું નિવેદન કાઢી નાખતા, લકીએ બીજી પોસ્ટ શેર કરી, જેમાં તેણે કહ્યું કે તેનો ઈરાદો કોઈને નારાજ કરવાનો કે નુકસાન પહોંચાડવાનો નહોતો. તે પોતાના નિવેદન માટે દિલથી માફી માંગે છે. મહત્વનું છેકે, આજકાલ સોશિયલ મીડિયામાં ધર્મને લઈને અલગ જ યુદ્ધ ચાલી રહ્યું છે.

હું બધાને સાથે લાવવાનો ઇરાદો રાખતો હતો

લકીએ પોસ્ટમાં લખ્યું કે,’બધા પ્રિય લોકો, હું મારી અગાઉની પોસ્ટના વિવાદથી વાકેફ છું. મારો આશય કોઈને દુઃખી કરવાનો કે તમારા મનમાં ગુસ્સો ઉભો કરવાનો નહોતો. મને આનો ઊંડો અફસોસ છે. મારો ઇરાદો આપણે બધાને એક સાથે લાવવાનો હતો, પરંતુ મને સમજાયું કે હું જે રીતે ઇચ્છું છું તે રીતે મેં કહ્યું નથી.

લકીએ વધુમાં કહ્યું કે- હવેથી હું કંઈ પણ પોસ્ટ કરતી વખતે મારા શબ્દોનું વધુ ધ્યાન રાખીશ, કારણ કે હવે હું જોઈ રહ્યો છું કે મારા આ નિવેદનથી ઘણા હિંદુ ભાઈઓ અને બહેનો નારાજ થયા છે. હું તેના માટે ખૂબ જ દિલગીર છું. હું તમને બધાને ચાહું છુ.’

‘બ્રાહ્મણો ઈબ્રાહિમના વંશજ છે’ – લકી અલી

વાસ્તવમાં, લકીએ તેની પોસ્ટમાં કહ્યું હતું કે, બ્રાહ્મણ નામ બ્રહ્મા પરથી આવ્યું છે, જે અબ્રામ શબ્દ પરથી ઉતરી આવ્યું છે. અબ્રામ શબ્દ અબ્રાહમ અથવા ઈબ્રાહીમ પરથી આવ્યો છે. બ્રાહ્મણો ઈબ્રાહીમના વંશજ છે. અલયહિસ્સલામ (આદમ) તમામ રાષ્ટ્રોના પિતા છે. તો શા માટે દરેક વ્યક્તિ પોતાની વચ્ચે તર્ક વગર દલીલ કરે છે અને લડે છે.

લકીના નિવેદન પર થયો વિવાદ

સોશિયલ મીડિયા પર વિવાદિત નિવેદન સામે આવતા જ સોશિયલ મીડિયા યુઝર્સે લકી અલીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું કે, ‘લકી અલીએ તાલિબાન કોલેજ ઓફ આર્ટસ એન્ડ હિસ્ટ્રીમાંથી ડિગ્રી લીધી છે.’ અન્ય યુઝરે લખ્યું કે, ‘લકી અલી ઓસામા બિન લાદેનના હિસ્ટ્રી ક્લાસમાં હાજરી આપ્યા બાદ આ બધુ લખી રહ્યો છે.’ ત્રીજા યુઝરે લખ્યું કે- ‘શું લકી અલીનો તર્ક સમજાવી શકે છે કે 1400 વર્ષ પહેલાં જન્મેલી શ્રદ્ધાએ ઓછામાં ઓછા 5000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલી સંસ્કૃતિને કેવી રીતે પ્રેરણા આપી?’