જોનસ બ્રધર્સ કોન્સર્ટમાં સાથે જોવા મળી બોલિવુડની બે બહેનપણીઓ પ્રીતિ ઝિન્ટા અને પ્રિયંકા ચોપરા

અભિનેત્રી પ્રિયંકા ચોપરા યુએસમાં તેના પતિ નિક જોનસના વિવિધ કોન્સર્ટ્સમાં ખૂબ જ ગ્લેમર્સ અંદાજ દ્વારા દ્વારા આકર્ષણનું કેન્દ્ર બનતી રહે છે. ત્યારે બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પણ જીન ગુડઈનફ સાથે લગ્ન કરીને લોસ એન્જલ્સમાં શિફ્ટ થઈ ગઈ છે. તાજેતરમાં પ્રીતિ ઝિન્ટાએ જોનસ બ્રધર્સની કોન્સર્ટમાં હાજરી આપીને પોતાની ખાસ દોસ્ત પ્રિયંકા ચોપરા સાથે ધૂમ મચાવી […]

Share:

અભિનેત્રી પ્રિયંકા ચોપરા યુએસમાં તેના પતિ નિક જોનસના વિવિધ કોન્સર્ટ્સમાં ખૂબ જ ગ્લેમર્સ અંદાજ દ્વારા દ્વારા આકર્ષણનું કેન્દ્ર બનતી રહે છે. ત્યારે બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પણ જીન ગુડઈનફ સાથે લગ્ન કરીને લોસ એન્જલ્સમાં શિફ્ટ થઈ ગઈ છે. તાજેતરમાં પ્રીતિ ઝિન્ટાએ જોનસ બ્રધર્સની કોન્સર્ટમાં હાજરી આપીને પોતાની ખાસ દોસ્ત પ્રિયંકા ચોપરા સાથે ધૂમ મચાવી હતી.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા તેમના વીડિયોઝ તેમણે સાથે વિતાવેલા ધમાકેદાર સમયની સાક્ષી પુરાવે છે. પ્રિયંકા ચોપરા અને પ્રીતિ ઝિન્ટા 2003માં સની દેઓલની ફિલ્મ ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાયમાં સાથે કામ કર્યું હતું. પ્રીતિ ઝિન્ટાએ 1998માં ફિલ્મ દિલ સે દ્વારા અભિનયની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ સોલ્જર ફિલ્મ દ્વારા તે વધુ લોકપ્રિય બની હતી. જ્યારે તે જ સમયમાં પ્રિયંકા ચોપરા જોનસ મિસ વર્લ્ડ 2000ની પ્રતિયોગીતા જીતી હતી અને 2003માં પ્રિયંકા ચોપરા અને પ્રીતિ ઝિન્ટા ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાયમાં સાથે જોવા મળ્યા હતા. 

પ્રિયંકા ચોપરા અને પ્રીતિ ઝિન્ટાએ લગભગ સાથે જ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી અને પોતાનું સ્થાન મજબૂત કરવા માટે કમર કસી હતી પરંતુ તેમની મિત્રતા સમય સાથે વધારે ગાઢ બની છે અને હવે બંને તેમના પતિ અને બાળકો સાથે લોસ એન્જલ્સમાં સ્થાયી થઈ ગઈ છે. 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં પ્રિયંકા ચોપરા બ્લેક કટ આઉટ ડ્રેસમાં સ્ટ્રેટ વાળમાં અદભૂત દેખાઈ રહી છે જ્યારે બ્લેક ટોપ, શોર્ટ રેડ ચેક સ્કર્ટમાં પ્રીતિ ઝિન્ટા પણ ખૂબ ચાર્મિંગ લાગી રહી હતી અને બંનેએ સાથે શાનદાર સમય વિતાવ્યો હતો. પ્રીતિ ઝિન્ટાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની પ્રથમ જોનસ બ્રધર્સ કોન્સર્ટનો વીડિયો શેર કર્યો હતો અને અદભૂત હોસ્ટ બનવા બદલ પ્રિયંકા ચોપરાનો આભાર માન્યો હતો. વીડિયોમાં પ્રિયંકા ચોપરા અને પ્રીતિ ઝિન્ટા લાઈવ મ્યુઝિક સાથે ધૂમ મચાવતા જોવા મળ્યા હતા. 

બોલિવુડની આ બંને ચુલબુલી અભિનેત્રીઓ લગ્ન બાદ લોસ એન્જલ્સમાં શિફ્ટ થઈ ગઈ છે. પ્રિયંકા ચોપરાએ ગાયક અને અભિનેતા નિક જોનસ સાથે લગ્ન કર્યા છે અને તેમને સરોગેસી દ્વારા જન્મેલી પુત્રીનું નામ માલતી મેરી છે. જ્યારે પ્રીતિ ઝિન્ટાએ જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા છે અને તેને સરોગેસીથી બે બાળકો છે. 

યુએસમાં શિફ્ટ થયા બાદ પ્રીતિ ઝિન્ટાએ ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું છે. પ્રિયંકા ચોપરા અને પ્રીતિ ઝિન્ટા જોનસ બ્રધર્સના કોન્સર્ટનો આનંદ માણી રહ્યા હતા તે સમયે જ એક ચાહકે પ્રિયંકા ચોપરા સમક્ષ પોતે નિક જોનસને ખૂબ પસંદ કરે છે અને તેના સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી પરંતુ તેણે (પ્રિયંકા ચોપરાએ) કરી લીધી એમ કહ્યું હતું.