બહિષ્કારના ડરથી બુકમાયશૉએ સિંગર શુભનીત સિંહનો શો રદ્દ કર્યો

બુકમાયશૉએ બુધવારના રોજ પંજાબી-કેનેડિયન સિંગર શુભનીત સિંહનો ભારત પ્રવાસ રદ્દ કર્યો હતો. ટિકિટ બુકિંગ એપ બુકમાયશૉએ કથિત રીતે ખાલિસ્તાની સમર્થક ગાયક શુભનીત સિંહની યજમાનીને લઈ સોશિયલ મીડિયા પર બહિષ્કારના આહ્વાનનો સામનો કરવો પડ્યો તો. બુકમાયશૉએ X (ટ્વિટર) પોસ્ટમાં લખ્યું હતું કે, તે 7-10 દિવસમાં તમામ ટિકિટોનું સંપૂર્ણ રિફંડ આપી દેશે.  બહિષ્કારના ડરે શુભનીત સિંહનો રદ્દ […]

Share:

બુકમાયશૉએ બુધવારના રોજ પંજાબી-કેનેડિયન સિંગર શુભનીત સિંહનો ભારત પ્રવાસ રદ્દ કર્યો હતો. ટિકિટ બુકિંગ એપ બુકમાયશૉએ કથિત રીતે ખાલિસ્તાની સમર્થક ગાયક શુભનીત સિંહની યજમાનીને લઈ સોશિયલ મીડિયા પર બહિષ્કારના આહ્વાનનો સામનો કરવો પડ્યો તો. બુકમાયશૉએ X (ટ્વિટર) પોસ્ટમાં લખ્યું હતું કે, તે 7-10 દિવસમાં તમામ ટિકિટોનું સંપૂર્ણ રિફંડ આપી દેશે. 

બહિષ્કારના ડરે શુભનીત સિંહનો રદ્દ કરાયો

બુકમાયશૉએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગાયક શુભનીત સિંહની ભારતીન સ્ટિલ રોલિન ટૂર રદ્દ કરી દેવામાં આવી છે. આ માટે બુકમાયશૉએ એ તમામ ઉપભોક્તાઓ માટે ટિકિટની રાશિ સંપૂર્ણ રીતે પરત કરવાનું શરૂ કરી દીધું છે. જેમણે શો માટે ટિકિટ ખરીદી હતી તેમને ટૂંક સમયમાં જ પૈસા પાછા આપી દેવામાં આવશે. રિફંડ ગ્રાહકના મૂળ લેવડ-દેવડ ખાતામાં 7-10 ચાલુ દિવસોમાં જોવા મળી જશે.”

અગાઉ X પર #Uninstallબુકમાયશૉ ટ્રેન્ડ કરી રહ્યું હતું. MyShowBook પર એક એવા ગાયકને ભારતમાં આમંત્રણ આપવાનો આરોપ હતો જે અન્ય દેશમાં બેસીને ભારતના વિભાજનની વાતો કરે છે, ભારતનો વિકૃત નકશો શેર કરે છે. 

શુભનીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર ખાલિસ્તાનીઓના સમર્થનમાં એક પોસ્ટ શેર કરી હતી. તેણે ભારતનો ખોટો નકશો પણ શેર કર્યો હતો જેમાં જમ્મુ કાશ્મીર, પંજાબ અને પૂર્વોત્તરના રાજ્યોને નહોતા દર્શાવ્યા. આ તસવીર શેર કરીને તેણે ‘પ્રે ફોર પંજાબ’ એવું કેપ્શન આપ્યું હતું જેથી વિવાદ જાગ્યો હતો. 

શુભનીત સિંહને લઈ વિવાદ વકર્યો

વિવાદ બાદ વિરાટ કોહલી, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યાએ શુભને અનફોલો કરી દીધો છે. 23થી 25 સપ્ટેમ્બરના રોજ મુંબઈ ખાતે શુભનીત સિંહનો શો યોજાવાનો હતો પણ તે પહેલા જ ઈલેક્ટ્રોનિક બ્રાંડ boATએ શોની સ્પોન્સરશિપ પાછી ખેંચી લીધી હતી. ત્યાર બાદ બુકમાયશૉએ પણ બહિષ્કારના ડરથી ટિકિટ રદ્દ કરવાની જાહેરાત કરી છે. 

ભારત-કેનેડા વચ્ચે તણાવ

આ બધા વચ્ચે ભારત અને કેનેડા વચ્ચે એક રાજદ્વારી વિવાદ જાગ્યો છે જેમાં બંને દેશોએ એક વરિષ્ઠ રાજદ્વારીની હકાલપટ્ટી કરી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ વર્ષે જૂન મહિનામાં બ્રિટિશ કોલંબિયા ખાતે 45 વર્ષીય શીખ અલગાવવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઈ હતી તેમાં દિલ્હીનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. 

ભારતે ત્વરિત પ્રતિક્રિયા આપીને કેનેડાના દાવાને પાયાવિહોણો ઠેરવી ફગાવી દીધો હતો. જોકે આ વિવાદ બાદ બંને દેશ વચ્ચેના પહેલેથી જ ખરાબ સંબંધો વધુ ખરાબ બન્યા છે અને વ્યાપાર વાર્તા પર પણ પાણી ફરી વળ્યું છે અને ટ્રેડ ટોક અટકાવી દેવામાં આવી છે.

બુકમાયશૉએ જેની ભારત ટૂર કેન્સલ કરી તે શુભનીત સિંહ એક ઉભરતો પંજાબી રેપર છે અને તે પોતાના ગીત ‘સ્ટિલ રોલિન’ની ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર મોટી સંખ્યામાં સ્ટ્રીમ થવાના કારણે પ્રસિદ્ધ બની ગયો છે.