સલમાન ખાનની ફિલ્મ Tiger 3નું બોક્સ ઓફિસ કલેક્શન 100 કરોડને પાર

ટાઈગર 3 દિવાળીના અવસર પર 12 નવેમ્બરે રિલીઝ થઈ હતી

Courtesy: Image: Twitter

Share:

 

Tiger 3: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 (Tiger 3) રિલીઝ થતાની સાથે જ સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે. દિવાળીની રજાઓમાં જોરદાર બિઝનેસ કર્યા બાદ ટાઈગર 3ની કમાણીમાં ઘટાડો થયો હોવા છતાં પણ તેની ગતિ અટકી નથી. ટાઈગર 3એ રિલીઝના પાંચમા દિવસે લગભગ 19 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ટાઈગર 3એ સ્થાનિક બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં ₹ 183 કરોડની કમાણી કરી છે.

Tiger 3એ પાંચમા દિવસે ₹ 18.50 કરોડનું કલેક્શન કર્યું 

ટાઈગર 3 (Tiger 3) દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અહેવાલ અનુસાર, ટાઈગર 3એ પહેલા દિવસે 44.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે 59.25 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 44.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

 

ચોથા દિવસથી ટાઈગર 3ના કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો છે. ટાઈગર 3 એ ચોથા દિવસે 21.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એક અહેવાલ મુજબ, ટાઈગર 3નું પાંચમા દિવસનું કલેક્શન 18.50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

 

વર્લ્ડવાઈડ કલેક્શન 300 કરોડ થવાના આરે

વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 (Tiger 3) 300 કરોડ રૂપિયાના આંક તરફ આગળ વધી રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડની મેચ હોવા છતાં આ ફિલ્મે વૈશ્વિક બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. 

 

ફિલ્મે પહેલા દિવસે રૂપિયા 95.23 કરોડ, બીજા દિવસે રૂપિયા 88.16 કરોડ, ત્રીજા દિવસે રૂપિયા 67.34 કરોડ અને ચોથા દિવસે રૂપિયા 31.54 કરોડની કમાણી કરી હતી. આ સાથે, ફિલ્મનું કલેક્શન તેની રિલીઝના ચાર દિવસમાં જ વિશ્વભરમાં રૂપિયા 282.27 કરોડ સુધી પહોંચી ગયું હતું.

 

સલમાન ખાનની 17મી ફિલ્મ 100 કરોડને પાર

સલમાન ખાન બોક્સ ઓફિસ પર સતત 17 100 કરોડથી વધુ ફિલ્મ આપનાર પ્રથમ એક્ટર બન્યો છે. કિસી કા ભાઈ કિસી કી જાન (110.94 કરોડ), દબંગ 3 (146.23 કરોડ), ભારત (212.03 કરોડ), રેસ 3 (169.5 કરોડ), ટાઈગર ઝિંદા હૈ (339.16 કરોડ), ટ્યુબલાઈટ (119.26 કરોડ), સુલતાન (300.45 કરોડ), પ્રેમ રતન ધન પાયો (210.16 કરોડ), બજરંગી ભાઈજાન (320.34 કરોડ), કિક (231.85 કરોડ), જય હો (117.2 કરોડ), એક થા ટાઈગર (198.78 કરોડ)ની કમાણી કરી હતી.

 

ટાઈગર 3 (Tiger 3)માં સલમાન ખાને મુખ્ય ભૂમિકા ભજવી છે તેમજ કેટ્રીના કૈફ અને ઈમરાન હાશ્મી લીડ એક્ટર તરીકે છે. ટાઈગર 3 આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત અને લખવામાં આવી છે અને મનીષ શર્મા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે.