સેલિના જેટલીએ X પર કર્નલ નાનાનો ફોટો શેર કરતા ભારત-પાકિસ્તાન વિશે શું કહ્યું?

સેલિના જેટલીએ તેના નાનાની એક જૂની તસવીર શેર કરી છે. એ સમયે તેઓ બ્રિટીશ સેનામાં કામ કરતા હતા. આ વાત ભારત પાકિસ્તાનના વિભાજન પહેલાની છે. સેલિનાએ કેટલીક ભાવુક વાત પણ કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • સેલિના જેટલીએ તેના કર્નલ નાના વિશે વાત કરી શેર
  • ભારત પાકિસ્તાનના ભાગલા પહેલાં કેવી સ્થિતિ હતી, કરી વાત
  • સેલિનાએ તેના નાનાનો ફોટો શેર કરી ભાવુક વાત લખી

મુંબઈઃ અભિનેત્રી સેલિના જેટલીએ ટ્વિટર પર તેના પરિવારની એક જૂની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા તેણે તેના નાના અને ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધની પણ વાત કરી છે. તેણે યુદ્ધ અને ભારત-પાકિસ્તાનના વિભાજનની શું અસર થઈ એ અંગે પણ પોસ્ટમાં વાત કરી છે. તેના નાના કર્નલ હતા અને તેઓએ બ્રિટીશ શાસનમાં ફરજ બજાવી હતી અને યુદ્ધમાં ભાગીદાર પણ બન્યા હતા. 

તસવીર શેર કરીને લખ્યું 
સેલિના જેટલીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા તેણે લખ્યું છે કે, મારા પરિવારના આર્કાઈવ્સમાંથી આ ફોટો મળ્યો છે. મારા દાદા કર્નલ એરિક ફ્રાન્સિસ એક યુવાન લેફ્ટનન્ટ તરીકે (કાળા વાળ, તમારી જમણી બાજુએથી ખાખી યુનિફોર્મમાં બેસેલાં) લેફ્ટનન્ટ કર્નલ અયુબ ખાનની બાજુમાં હતા. જેઓ પાકિસ્તાનના બીજા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવા માટે આગળ આવ્યા હતા. તેઓએ પાકિસ્તાનમાં અધિકારીતરીકે કામ કર્યું. બ્રિટીશ સેનામાં અને એ પણ આઝાદી પહેલાં. 

સાથે યુદ્ધ લડ્યા 
તેઓ બંને દ્વિતીય વિશ્વ યુદ્ધ વખતે બ્રિટીશ પક્ષ તરફથી બર્મામાં શાહી જાપાની સેના વિરુદ્ધ લડ્યા હતા. તેઓ સૈનિક હતા અને એકબીજા માટે જીવ આપી દેતા પણ અચકાય એવા નહોતા. ખેર, નસીબ બદલાયું અને ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા. એ પછી તેઓ એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા. એ પછી બંને 1965ના યુદ્ધમાં સામ સામે થયા. 

આ કારણે યુદ્ધ થયુ 
એ સમયે કર્નલ અયુબે ભારત વિરુદ્ધ ઓપરેશન જિબ્રાલ્ટર શરું કર્યુ હતુ. જેના કારણે યુદ્ધ થયુ હતું. એ પછી તાશ્કંદ ડિક્લરેશન બાદ શાંતિ સ્થપાઈ હતી. ભાગ્ય અને રમતમાં ક્યારે વળાંક આવે એ કહી શકાય નહીં. એ જ રીતે તે જીવનમાં સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા આપે છે. હું ઈચ્છું છું કે, જો મારા નાના જીવતા હોત તો એમને ઘણું બધુ પૂછી શકત. હું તેમની ખૂબ જ આભારી છું. એક્સના આ પરિવાર સાથે આ ઐતિહાસિક ફોટો શેર કરવાની તક મળી.