CID ફેમ દિનેશ ફડનીસનું નિધન, લિવર ડેમેજ થતા થયુ એક્ટરનું મોત

Dinesh Phadnis: ટીવીનો પ્રખ્યાત શો સીઆઈડીના એક્ટર દિનેશ ફડનીસનું નિધન થયું છે. તેઓ ગઈ રાત્રીથી જ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. લગભગ રાત્રે 12 વાગ્યે તેમનું નિધન થયું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • CID ફેન દાનિશ ફડનીસનું 57 વર્ષની વયે નિધન થયું છે.
  • ફેન્સ અને પરિવારના સભ્યોમાં શોક છવાયો છે.
  • લિવર ડેમેજ થવાની બીમારીથી પીડાતા હતા.

મુંબઈઃ ફેમસ ક્રાઈમ શો સીઆઈડીમાં ઈન્સપેક્ટર ફ્રેડિક્સની ભૂમિકા ભજવનારા એક્ટર દિનેશ ફડનીસનું ગઈ રાત્રે નિધન થયુ હતુ. મોત સામે ઝઝૂમી રહેલાં એક્ટરનું ગઈ રાત્રે 12 વાગે હોસ્પિટલમાં મોત થયુ હતુ. તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. તેઓને મુંબઈની તુંગા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, લિવર ડમેજ થતા તેઓનું મોત નીપજ્યું હતું. પહેલાં એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે હાર્ટ એટેક આવ્યો હોવાથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ વાત પાયા વિહોણી નીકળી હતી. 

લિવર ડેમેજ થયુ હતુ
તેઓ લિવર ડેમેજની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. હાર્ટ એટેક આવ્યો હોવાની વાત તેમના નજીકના મિત્ર દયાનંદ શેટ્ટીએ નકારી હતી. તેઓએ કહ્યું કે, તેમનું લિવર ડેમેજ થયુ હતુ. આજે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહત્વનું છે કે, સીઆઈડીના સ્ટારકાસ્ટ પણ તેમના ઘરે પહોંચ્યા હતા. 

પરિવારમાં કોણ કોણ?
તેમના પરિવારમાં તેમની પત્ની નૈના અને એક નાની દીકરી તનુ છે. દિનેશ ફડનીસને ક્રાઈમ શોમાં ઈન્સપેક્ટર ફ્રેડિક્સના નામથી ઓળખવામાં આવતા હતા. સીઆઈડી ભારતનો નંબર વન ક્રાઈમ શો છે. દર્શકો પણ આ શોને ખૂબ જ વખાણે છે. તેઓએ 1998થી 2018 સુધી આ શોમાં કાર્યુ હતુ. એટલું જ નહીં કેટલીક ફિલ્મોમાં કેમિયો પણ કરી ચૂક્યા છે. 

ફેન્સને ઝટકો
આ સમાચાર સામે આવ્યા બાદ તેમના ફેન્સ પણ ટ્રોમામાં છે. માત્ર 57 વર્ષની ઉંમરમાં જ તેઓએ દેહ છોડતા ઈન્ડસ્ટ્રીમાં શોક જોવા મળી રહ્યો છે. તેમના અંતિમ સંસ્કાર દોલતનગર ઘાટ ખાતે કરવામાં આવશે. 57 વર્ષની ઉંમરે આ રીતે ચાલ્યા જવાથી તેમને ફેન્સને પણ ખૂબ ઝાટકો લાગ્યો છે. તેમના નજીકના દોસ્તો, પરિવારના સભ્યો, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક જોવા મળી રહ્યો છે. ફેન્સ, સેલિબ્રિટીસ અને પરિવારના સભ્યો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.