આલિયા ભટ્ટ અને કૃતિ સેનનની નેશનલ એવોર્ડમાં બેસ્ટ એક્ટ્રેસ તરીકે પસંદગી બાદ કરણ જોહરની એક ક્લિપ વાયરલ

ગુરૂવારે, 24 ઓગષ્ટ 2023ના રોજ 69મા નેશનલ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વિભિન્ન કેટેગરીના નેશનલ ફિલ્મ એવોર્ડ વિનર્સના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે અને કૃતિ સેનનની ફિલ્મ મિમિ માટે બેસ્ટ એક્ટ્રેસ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં કોફી વિથ કરણમાં પહોંચેલી કૃતિ સેનનની એક […]

Share:

ગુરૂવારે, 24 ઓગષ્ટ 2023ના રોજ 69મા નેશનલ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વિભિન્ન કેટેગરીના નેશનલ ફિલ્મ એવોર્ડ વિનર્સના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે અને કૃતિ સેનનની ફિલ્મ મિમિ માટે બેસ્ટ એક્ટ્રેસ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં કોફી વિથ કરણમાં પહોંચેલી કૃતિ સેનનની એક ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે. 

નેશનલ એવોર્ડ્સમાં પોતાના ફેવરેટ સ્ટાર્સની એવોર્ડ માટે પસંદગી બાદ તેમના ચાહકોમાં ભારે આનંદ વ્યાપ્યો છે. આ સાથે જ કૃતિ સેનનની બેસ્ટ એક્ટ્રેસ તરીકે પસંદગી બાદ તેના ચાહકો કૃતિની કરણ જોહર સાથેની એક ક્લિપની ભારે મજા લઈ રહ્યા છે. આ ક્લિપમાં કરણ જોહર આલિયા ભટ્ટને ભારતની બેસ્ટ એક્ટ્રેસ ગણાવીને કૃતિ સેનનને એવો સવાલ કરી રહ્યા છે કે, શું તેને આલિયાની ઈર્ષ્યા થાય છે. જોકે કૃતિ સેનને તે સમયે કરણ જોહરના સવાલનો ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો હતો. 

કરણ જોહરે આલિયા ભટ્ટને ગણાવી ભારતની બેસ્ટ એક્ટ્રેસ

જૂની વીડિયો ક્લિપમાં કરણ જોહર કૃતિ સેનનને એવો સવાલ કરે છે કે, “ઈર્ષ્યા અથવા તો સ્પર્ધા કે પછી કોઈ કોઈ વખત તમારી આસપાસના લોકોથી ઈર્ષ્યા વિશે શું વિચારો છો? શું તમારામાં આવી ભાવના છે? મને આ અલગ રીતે જોવાની જરૂર છે કે તેનાથી (આલિયા)થી વધુ સારૂ કરવું છે અને બધાથી શ્રેષ્ઠ કરવું છે? જેમ આલિયા દેશની બેસ્ટ એક્ટ્રેસ છે તો તેમની ખૂબ ચર્ચા થાય છે. તો શું તમારા સ્તરે તમે આ સ્વીકારો છો? કે આ તમને ત્યાં સુધી પહોંચવા પ્રેરિત કરે છે?”

ગંગુબાઈના જવાબમાં કૃતિએ કરી હતી મિમિની વાત

કરણના તે સવાલનો જવાબ આપતા કૃતિ સેનને કહ્યું હતું કે, “હું ચોક્કસથી એ અનુભવું છું. હું આ માટે લાયકાત પણ ધરાવું છું અને જ્યારે હું શ્રેષ્ઠ કામ જોઉં છું તો તે મને વધુ શ્રેષ્ઠ કરવાની પ્રેરણા પણ આપે છે.” તે વખતે કરણ જોહરે ગંગુબાઈનું ઉદાહરણ આપ્યું હતું. જેના જવાબમાં કૃતિએ કહ્યું હતું કે, “હા, અને તમે પણ જાણો છો કે મને આવી તક મળશે તે ગમશે. હું કશુંક કરવાનું પસંદ કરીશ કારણ કે મને લાગે છે કે મિમિ એક આવી તક છે. માટે મને આ ફિલ્મમાં ઘણું કરવાની પ્રેરણા મળી છે.”

નેટિઝન્સના નિશાના પર કરણ જોહર

કૃતિ સેનન ફિલ્મ મિમિ માટે નેશનલ એવોર્ડ જીતી ત્યાર બાદ કરણ જોહરની આ વીડિયો ક્લિપ વાયરલ થવાની સથે જ તે નેટિઝન્સના નિશાન પર આવી ગઈ છે.