પ્રકાશ રાજની ચંદ્રયાન-3 અંગેની પોસ્ટના વિરોધ બાદ હિંદુ સંગઠન દ્વારા ફરિયાદ દાખલ 

અભિનેતા પ્રકાશ રાજ વિરૂદ્ધ કર્ણાટકના બાગલકોટ જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવાઈ છે. હકીકતે ચંદ્રયાન-3 મિશન અંગે પ્રકાશ રાજ દ્વારા કરવામાં આવેલી ટ્વિટનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યાર બાદ પ્રકાશ રાજ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે.  પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પ્રકાશ રાજે પોતાની X (પોસ્ટ)માં ભારતના અતિ મહત્વાકાંક્ષી લૂનાર પ્રોજેક્ટ […]

Share:

અભિનેતા પ્રકાશ રાજ વિરૂદ્ધ કર્ણાટકના બાગલકોટ જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવાઈ છે. હકીકતે ચંદ્રયાન-3 મિશન અંગે પ્રકાશ રાજ દ્વારા કરવામાં આવેલી ટ્વિટનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યાર બાદ પ્રકાશ રાજ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે. 

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પ્રકાશ રાજે પોતાની X (પોસ્ટ)માં ભારતના અતિ મહત્વાકાંક્ષી લૂનાર પ્રોજેક્ટ ચંદ્રયાન-3ની કથિત રીતે મજાક ઉડાવી હતી. 

પ્રકાશ રાજની પોસ્ટનો વિરોધ

ચંદ્રયાન-3 મિશન અંગે કરવામાં આવેલી ટ્વિટને લઈ અભિનેતા પ્રકાશ રાજ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હિંદુ સંગઠનોના નેતાઓએ બાગલકોટ જિલ્લાના બનહટ્ટી પોલીસ સ્ટેશનમાં પ્રકાશ રાજ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવીને કાર્યવાહીની માગણી કરી હતી. 

જાણો શું છે સમગ્ર વિવાદ

દક્ષિણના અભિનેતા પ્રકાશ રાજે રવિવારના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શર્ટ અને લૂંગી પહેરેલા એક વ્યક્તિનું કેરિકેચર શેર કર્યું હતું જેમાં તેને ચા રેડતો દર્શાવ્યો હતો. આ સાથે જ તેને ચંદ્ર પરનો પ્રથમ વ્યૂ ગણાવ્યો હતો. ઉપરાંત હેશટેગમાં વિક્રમલેન્ડર વાઉ, જસ્ટઆસ્કિંગ એમ લખ્યું હતું. 

પ્રકાશ રાજની આ પ્રકારની પોસ્ટ બાદ લોકો ભારે રોષે ભરાયા હતા અને અભિનેતાએ લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ ચંદ્રયાન-3 મિશનને દેશના ગૌરવ સાથે જોડાયેલી વાત ગણાવીને પ્રકાશ રાજનો ઉધડો લીધો હતો. વિવાદ બાદ પ્રકાશ રાજે અન્ય એક પોસ્ટમાં પોતે માત્ર મજાક કરી હોવાનું જણાવ્યું હતું. 

ખુલાસો કરતી પોસ્ટમાં પ્રકાશ રાજે લખ્યું હતું કે, “નફરત ફેલાવનારાઓને ફક્ત નફરત જ દેખાશે… હું આપણા કેરાલા ચાઈવાલાને સેલિબ્રેટ કરવા માટે આર્મસ્ટ્રોંગ સમયનો એક જોક યાદ કરાવી રહ્યો હતો. ટ્રોલ કરનારાઓએ કયો ચાવાળો જોયો? જો તમે મજાક નથી સમજી શકતા તો એ તમારા પરની એક મજાક છે.. મોટા થાઓ.” આ સાથે જ હેશટેગમાં જસ્ટ આસ્કિંગ લખીને પોતાની વાત પૂરી કરી હતી. 

નોંધનીય છે કે, આજ રોજ (23 ઓગષ્ટ) ચંદ્રયાન-3 સાંજે 6:04 કલાકે ચંદ્ર પર ઉતરાણ કરશે. ચંદ્રયાન-3ને 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને 23 ઓગષ્ટના રોજ તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ માટે તૈયાર છે. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનારૂ પ્રથમ લેન્ડર બનશે. 

પ્રકાશ રાજની પોસ્ટનો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એક વ્યક્તિએ લખ્યું હતું લખ્યું હતું કે, “પ્રકાશજી, આ ચંદ્રયાન મિશન ઈસરોનું છે, ભાજપનું નહીં. જો એ સફળ બનશે તો તે ભારતની સફળતા ગણાશે કોઈ પાર્ટીની નહીં. તમે શા માટે એમ ઈચ્છો છો કે મિશન અસફળ રહે? ભાજપ માત્ર સત્તારૂઢ પાર્ટી છે. એક દિવસ તે જતી રહેશે પણ ઈસરો અનેક વર્ષ સુધી રહેશે અને આપણું ગૌરવ વધારશે.”