Deep Fake Photo: રશ્મિકા-કેટરિના બાદ સચિન તેંડુલકરની લાડલીનો ગિલ સાથેનો ફોટો વાયરલ

Deep Fake Photo: હાલમાં જ સોશિયલ મીડિયામાં નેશનલ ક્રશ બની ચુકેલી અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો હતો. ત્યારે હવે ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકરની દીકરી સારા અલી ખાનનો પણ એક ડીપ ફેક ફોટો (Deep Fake Photo) વાયરલ થઈ રહ્યો છે. સારા તેંડુલકરનો Deep […]

Share:

Deep Fake Photo: હાલમાં જ સોશિયલ મીડિયામાં નેશનલ ક્રશ બની ચુકેલી અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો હતો. ત્યારે હવે ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકરની દીકરી સારા અલી ખાનનો પણ એક ડીપ ફેક ફોટો (Deep Fake Photo) વાયરલ થઈ રહ્યો છે.

સારા તેંડુલકરનો Deep Fake Photo વાયરલ

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે ચર્ચાઈ રહ્યું છે અને બંનેની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સારાએ શુભમન સાથેના સંબંધોને મંજૂરી આપી દીધી છે અને આ કેપ્શન સાથે એક તસવીર શેર કરવામાં આવી રહી છે. જોકે તે ફોટો ફેક છે અને તેને એડિટ કરીને શેર કરવામાં આવ્યો છે. 

વધુ વાંચો: રશ્મિકા મંદાના બાદ હવે Katrina Kaif  ડીપફેકનો શિકાર બની

વાસ્તવિક તસવીરમાં છે ભાઈ-બહેનની જોડી

સારા-શુમનનો ડીપ ફેક ફોટો (Deep Fake Photo) વાયરલ થઈ રહ્યો છે પણ રિયલ ફોટોમાં સારાનો ભાઈ અર્જુન તેની સાથે છે. સારાએ 24 સપ્ટેમ્બરના રોજ ભાઈ અર્જુનના જન્મ દિવસ પર તે તસવીર શેર કરી હતી. સારાએ તે દિવસે ઘણી તસવીરો શેર કરી હતી જેમાંથી એક ફોટોને મોર્ફ કરવામાં આવ્યો છે. આ પહેલા અભિનેત્રી કેટરીના કૈફનો પણ એક ફેક વીડિયો વાયરલ થયો હતો.

ફેક વીડિયો બનાવવા પર સજા

રશ્મિકા મંદાનાનો કેસ ચર્ચામાં આવ્યા બાદ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નૉલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે કોમ્યૂનિકેશન ડિવાઈસ અથવા કોમ્પ્યુટર રિસોર્સનો ઉપયોગ કરીને નકલ કરીને કોઈ વ્યક્તિ છેતરપિંડી માટે દોષિત સાબિત થઈ શકે છે. આવા કિસ્સાઓમાં 3 વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીના દંડની સજાની જોગવાઈ છે. આ નિયમની યાદ અપાવતા સરકારે સોશ્યલ મીડિયા કંપનીઓને પણ આવી સામગ્રી સામે કડક પગલાં લેવા અને પ્રાથમિક સ્ત્રોતની ઓળખ કરવા જણાવ્યું હતું. 

વધુ વાંચો: Deep Fake Video Case: રશ્મિકા મંદાના સાથેના બનાવ બાદ સોનાલી સેગલે પણ વર્ણવી આપવીતી

ફેક વીડિયોથી રોષે ભરાયા મહાનાયક

રશ્મિકા મંદાનાનો આવો ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ખૂબ નારાજ થયા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો અને કાયદાકીય કાર્યવાહીની માગણી કરી હતી. અમિતાભ બચ્ચને માઈક્રો બ્લોગિંગ સાઈટ X (ટ્વિટર) પર આ વાયરલ વીડિયો શેર કરીને લખ્યું હતું કે, “હા, આ કાયદાકીય રીતે સ્ટ્રોન્ગ કેસ છે.”

આ ઉપરાંત તેમણે વીડિયોની સત્યતા સાબિત કરવા માટે અન્ય એક ઓરિજનલ વીડિયો પણ શેર કર્યો છે જેમાં જારા પટેલ જોવા મળી રહી છે અને તેને તેમણે ‘ઈન્ફોર્મેશન’ એવું કેપ્શન આપ્યું છે.