Deep Fake Video Case: રશ્મિકા મંદાનાનો વીડિયો વાયરલ થયા બાદ એક્શનમાં આવી સરકાર

Deep Fake Video Case: રશ્મિકા મંદાનાના વાયરલ ડીપફેક વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. સૌ કોઈ આ ટેક્નોલોજીની ભયાનકતા વિશે વાત કરી રહ્યા છે. ડીપફેક વીડિયો કેસ (Deep Fake Video Case) બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના દુરૂપયોગને લઈ લોકોમાં ચિંતા વ્યાપી છે ત્યારે કેન્દ્ર સરકારે આ અંગે એક એડવાઈઝરી જાહેર કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સજાની જોગવાઈ તથા નિયમો […]

Share:

Deep Fake Video Case: રશ્મિકા મંદાનાના વાયરલ ડીપફેક વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. સૌ કોઈ આ ટેક્નોલોજીની ભયાનકતા વિશે વાત કરી રહ્યા છે. ડીપફેક વીડિયો કેસ (Deep Fake Video Case) બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના દુરૂપયોગને લઈ લોકોમાં ચિંતા વ્યાપી છે ત્યારે કેન્દ્ર સરકારે આ અંગે એક એડવાઈઝરી જાહેર કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સજાની જોગવાઈ તથા નિયમો અંગે માહિતી આપી છે.

Deep Fake Video Case બાદ સરકાર એક્શનમાં

અભિનેત્રી રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયોએ સોશિયલ મીડિયાની સાથે સાથે સરકારને પણ હલબલાવી દીધી છે. એક્શનમાં આવેલી સરકારે એડવાઈઝરી જારી કરીને સોશિયલ મીડિયા કંપનીઓને કડક સૂચના આપી છે. અભિનેત્રીએ પોતે પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા બનાવટી વીડિયો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તે સિવાય અન્ય બોલિવુડ સેલિબ્રિટી દ્વારા પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. 

ડીપફેક વીડિયો કેસ (Deep Fake Video Case)ની ગંભીરતા સામે આવ્યા બાદ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે સોશિયલ મીડિયા કંપનીઓ માટે એડવાઈઝરી જારી કરીને વર્તમાન એડવાઈઝરીની યાદ અપાવી છે. સરકારે કંપનીઓને IT ઈન્ટરમીડિયેટ નિયમોનું કડકાઈથી પાલન કરવા જણાવ્યું છે. 

વધુ વાંચો: Amitabh Bachchanએ રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો મામલે કરી લીગલ એક્શનની માગણી

સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000ની કલમ 66Dનો ઉલ્લેખ કર્યો કર્યો છે જેમાં કોમ્પ્યુટર સંસાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવતી છેતરપિંડી માટે સજાની જોગવાઈ છે. આવુ કરવા પર 3 વર્ષ સુધીની કેદ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

નિયમ પ્રમાણે સોશિયલ મીડિયા મીડિયેટરે ખાતરી કરવી જરૂરી છે કે મધ્યસ્થીના નિયમો અને ગોપનીયતા નીતિ અથવા વપરાશકર્તા કરારનું પાલન થઈ રહ્યું છે. ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈપણ સામગ્રી સંબંધિત ફરિયાદ પ્રાપ્ત થયાના 24 કલાકની અંદર તેને દૂર કરવા માટે પગલાં લેવાશે. કૃત્રિમ રીતે સંશોધિત ફોટો બનાવનાર કોઈપણ સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

વધુ વાંચો: રશ્મિકા મંદાના બાદ હવે Katrina Kaif  ડીપફેકનો શિકાર બની

અભિનેત્રીની પ્રતિક્રિયા

બીજી તરફ રશ્મિકા મંદાનાએ ડીપફેક વીડિયો કેસ (Deep Fake Video Case) મામલે પ્રતિક્રિયા આપી આ ઘટનાને ખૂબ ડરાવણી ગણાવી પોતે આ તેનાથી દુઃખી હોવાનું જણાવ્યું હતું.  તેણીએ લખ્યું હતું કે, સાચું કહું તો આ પ્રકારની વસ્તુ માત્ર મારા માટે જ નહીં પરંતુ આપણા દરેક માટે ખૂબ જ ડરામણી છે. ટેક્નોલોજીના દુરુપયોગને કારણે આજે દરેક વ્યક્તિ ભારે નુકસાનમાં છે.

મહાનાયક અમિતાભ બચ્ચન સહિત અનેક સેલેબ્રિટીઝે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી કાયદાકીય પગલા લેવાની માગ કરી હતી. 6 નવેમ્બરે સાઉથની સુપરહિટ અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ફેક વીડિયો સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયો હતો. ખરેખર તો આ વીડિયો સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર ઝારા પટેલનો છે. તેના વીડિયોને રશ્મિકાના ચહેરા સાથે સુપરઈમ્પોઝ કરવામાં આવ્યો હતો.