Disha Patani: દિવાળી પાર્ટીમાં બોટલ ગ્રીન સાડીમાં ગ્લેમરસ લૂકમાં જોવા મળી

દિશા પટની હાલમાં જ Lifestyle Asiaની દિવાળી પાર્ટીમાં જોવા મળી હતી

Courtesy: Twitter

Share:

 

Disha Patani: બોલીવુડમાં દિવાળી 2023 માટે જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક સેલેબ કોઈને કોઈ દિવાળી પાર્ટીમાં હાજરી આપી રહ્યા છે. અભિનેત્રી દિશા પટણી (Disha Patani) એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં બોટલ ગ્રીન સાડીમાં ગ્લેમરસ લૂકમાં જોવા મળી હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. 

 

બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી (Disha Patani) તેની ફિલ્મો કરતાં તેના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર વધુ ચર્ચામાં રહે છે. દિશા પટણી દિવાળી પાર્ટીમાં કટ-સ્લીવ સિઝલિંગ લુક અને ખૂબ જ સ્લીક પલ્લા સાડી પહેરી હતી. દિશા પટણીએ ન્યૂડ મેકઅપ કર્યો એન્ડ રેડ લિપસ્ટિક સાથે તેનો લૂક કમ્પ્લીટ કર્યો હતો. બોટલ ગ્રીન કલરની સાડીમાં અભિનેત્રી સુંદર લાગી રહી હતી.

 

આ અગાઉ શહેરમાં આયોજિત બીજી દિવાળી પાર્ટી માટે, રેડ કલરની સાડી પહેરીને તેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દિશા પટણી (Disha Patani)ના લુકની સાથે તેના બ્લાઉઝ ડિઝાઈનના પણ ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. દિશા પટણી બોલ્ડ લૂકમાં જોવા મળી હતી. 

Disha Pataniએ સિલ્કની સાડીમાં હોટનેસનો કહેર વરસાવ્યો

મનીષ મલ્હોત્રા દ્વારા આયોજિત દિવાળી પાર્ટીમાં, દિશા પટણી (Disha Patani)એ સિલ્કની સાડી અને ગ્લેમરસ લૂકમાં હોટનેસનો કહેર વરસાવ્યો હતો. ડિઝાઈનરના કલેક્શનમાંથી સિક્વિન કરેલી સાડી આ ફેશનિસ્ટાની શૈલીની ભાષામાં સંપૂર્ણ રીતે બંધબેસે છે. દિશા પટણી સિલ્કની સાડી અને વેલ્વેટ હેલ્ટર બ્લાઉઝમાં તદ્દન હોટ લાગી રહી હતી.

 

દિશા પટણી (Disha Patani) તેની ફિલ્મો કરતાં તેના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર વધુ ચર્ચામાં રહે છે. આ વર્ષની શરૂઆતમાં અંબાણી નિવાસ પર ગણેશ ચતુર્થીની ઉજવણી માટે દિશા પટણીએ સિલ્ક સાડી અને ગોલ્ડન ડીપ બ્લાઉઝ પહેર્યું હતું. પરંતુ કેટલાંક યુઝર્સને દિશા પટણીની આ સ્ટાઈલ પસંદ આવી ન હતી. ઘણા લોકોએ તેને ટ્રોલ કરી હતી. 

 

દિશા પટણીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું, "દર્શન કરવા આવ્યા છો તો તે પ્રમાણે કપડાં તો પહેરો." બીજા યુઝરે લખ્યું, "આ કોઈ ફેશન ઈવેન્ટ નથી પણ પૂજા છે. અહિયાં તે મુજબ કપડાં પહેરવા જોઈએ." એક અન્ય યુઝરે કમેન્ટ કરી, "કોઈ તમને ઘૂંઘટ કરવાનું નથી કહેતું, પરંતુ તમારે જાણવું જોઈએ કે તમે પૂજા ફંક્શનમાં જઈ રહ્યા છો, તેથી તે મુજબ કપડાં પહેરવા જોઈએ, તમે બીચ પાર્ટીમાં નથી જઈ રહ્યા."

 

દિશા પટણીનું ગીત 'ક્યો ફિકર કરું મેં' થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું હતું, જેને દર્શકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. આ ગીતમાં દિશાએ માત્ર પરફોર્મ જ નથી કર્યું પરંતુ આમાં તેનું વોઈસ ઓવર પણ હતું અને આ ગીતને દિશાએ ડાયરેક્ટ પણ કર્યું હતું. દિશા 'વેલકમ ટુ ધ જંગલ' માં પણ જોવા મળી હતી.