Dunki First Review: માસ્ટરપીસ છે શાહરુખ ખાનની 'ડંકી', ઈમોશનલ કરી દેશે સ્ટોરી

Dunki First Review: શાહરુખ ખાનની ફિલ્મ ડંકીનો પહેલો રિવ્યૂ આવી ચૂક્યો છે. આ ફિલ્મને 5 સ્ટાર મળ્યા છે. ડંકી ફિલ્મ જોનારાઓએ આ ફિલ્મને માસ્ટરપીસ ગણાવી હતી અને દેશમાં સિનેમાનો ઈતિહાસ બદલશે એવું પણ જણાવ્યું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • ડંકીનો ફર્સ્ટ રિવ્યૂ આવ્યો સામે, મળ્યા ફાઈવ સ્ટાર
  • ડિસ્ટ્રીબ્યુટર્સ માટે ખાસ સ્ક્રિનીંગ રાખવામાં આવ્યું હતું
  • ભારતીય સિનેમા માટે ઐતિહાસિક ફિલ્મ ગણાવી

Dunki Review: આ વર્ષે શાહરુખ ખાન પઠાણ અને જવાન જેવી બે બ્લોકબસ્ટર મૂવી આવવી ચૂક્યો છે. હવે તે તેની ત્રીજી ફિલ્મ ડંકી માટે તૈયાર છે. રાજકુમાર ઈરાનીની આ ફિલ્મ 21 ડિસેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવા માટે જઈ રહી છે. ફેન્સ પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ જ રાહ વચ્ચે ફિલ્મનો પહેલો રિવ્યૂ આવી ચૂક્યો છે અને તેની જોરદાર પ્રશંસા થઈ રહી છે. શાહરુખ ખાને ફરી એકવાર ફેન્સનું દિલ જીતી લીધું છે. બે દિવસ પહેલાં દેશમાં ડિસ્ટ્રીબ્યુટર્સ માટે ફિલ્મનું સ્ક્રિનીંગ રાખવામાં આવ્યું હતું અને આ રિવ્યૂ ત્યાંથી આવ્યો છે. ફિલ્મને માસ્ટરપીસ ગણવામાં આવી રહી છે. 

ફર્સ્ટ રિવ્યૂ શું કહે છે?
Dunki ફિલ્મને રિલીઝ થવામાં ભલે હજુ વાર હોય. પણ મૂવી હબ નામના એક પોર્ટલે ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ રિલીઝ કર્યો છે. સાથે જ એ પણ જણાવ્યું કે, ફિલ્મનો ફર્સ્ટ હાફ શેના પર છે. આ ફિલ્મ એવા દોસ્તોની છે કે જેઓ લંડન જવાનું સપનું જોઈ રહ્યા છે. એના માટે તેઓ ડંકીનો રસ્તો અપનાવે છે. ફેક પાસપોર્ટ અને વિઝા લઈને ગેરકાયદે રીતે ડંકી ફ્લાઈટ્સ લઈને વિદેશમાં ફરવાની સ્ટોરી છે. 

માસ્ટરપીસ છે ફિલ્મ 
જે લોકોએ પણ આ ફિલ્મ જોઈ છે તેઓ તેની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી. મૂવી હબે ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ આપતા ફાઈવ સ્ટાર આપ્યા છે. સાથે જ એક્સ પર લખ્યું છે કે, ડંકી રાજકુમાર ઈરાનીની માસ્ટરપીસ છે. જેમાં સ્ટોરીને ખૂબ જ સારી રીતે બતાવવામાં આવી છે. જે રીતે તેઓએ ફિલ્મ બનાવી છે એ જોતા ભારતીય સિનેમામાં આવું ક્યારેય જોવા મળ્યું નથી. શાહરુખ ખાને એક બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે અને એક એક્ટર તરીકે ખુદને માત આપી છે. 

કેવી છે ફિલ્મ? 
રિવ્યૂમાં કહેવામાં આવ્યું છે કે, ફર્સ્ટ હાફમાં ડંકીથી લંડન સુધીની સફરની વાત આવે છે. જેમાં કોમેડી, દોસ્તી, રોમાન્સ, પ્રેમ વગેરે બતાવવામાં આવ્યો છે. જ્યારે સેકન્ડ હાફ જ મૂવીનો મેઈન પાર્ટ છે. આ સેકન્ડ હાફ તમને રડાવી દેશે. આ વાત ફિલ્મના પ્રમોશનમાં ક્યાંય પણ બતાવવામાં આવી નથી. જો કે, ફિલ્મ જોનારા કહી રહ્યા છે કે, આ ફિલ્મ ભારતીય સિનેમામાં ઈતિહાસ બનશે.