Durga Puja: દિકરા યુગ સાથે રાણી પિંક સાડીમાં છવાઈ ગઈ કાજોલ

Durga Puja: સર્વ પિતૃ અમાસ બાદ 9 દિવસની શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. પશ્ચિમ બંગાળમાં નવરાત્રીની રોનક વિશિષ્ટ પ્રકારની હોય છે કારણ કે, તે બંગાળીઓનો એક મહત્વનો તહેવાર છે. બંગાળીઓ 5 દિવસ સુધી દુર્ગા પૂજા (Durga Puja)ના ઉત્સવની ખૂબ જ પરંપરાગત રીતે ઉજવણી કરે છે.  આ વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ, 20મી ઓક્ટોબરથી […]

Share:

Durga Puja: સર્વ પિતૃ અમાસ બાદ 9 દિવસની શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. પશ્ચિમ બંગાળમાં નવરાત્રીની રોનક વિશિષ્ટ પ્રકારની હોય છે કારણ કે, તે બંગાળીઓનો એક મહત્વનો તહેવાર છે. બંગાળીઓ 5 દિવસ સુધી દુર્ગા પૂજા (Durga Puja)ના ઉત્સવની ખૂબ જ પરંપરાગત રીતે ઉજવણી કરે છે. 

આ વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ, 20મી ઓક્ટોબરથી દુર્ગા પૂજાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બોલિવુડના કલાકારો પણ તેમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. સપ્તમીએ એટલે કે, દુર્ગા પૂજાના બીજા દિવસે અભિનેત્રી કાજોલે (Kajol) પોતાના પુત્ર યુગ સાથે દુર્ગા પૂજા પંડાલની મુલાકાત લીધી હતી. 

કાજોલનો Durga Puja લુક ચર્ચામાં

દુર્ગા પૂજાની ઉજવણીમાં પહોંચેલી કાજોલન તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. કાજોલની સાથે તેનો દિકરો યુગ પણ જોવા મળ્યો હતો. પાપારાઝીઓએ દુર્ગા પૂજા પંડાલમાં તનિષા મુખર્જીને પણ ક્લિક કરી હતી. મુંબઈના દુર્ગા પૂજા (Durga Puja) પંડાલમાં કાજોલે માતા દુર્ગાની મૂર્તિની સામે ઉભા રહીને મીડિયા માટે પોઝ પણ આપ્યો હતો.

વધુ વાંચો… Koffee With Karan Season 8: દીપિકા-રણવીર શોમાં સાથે જોવા મળશે, કપલના લગ્નનો વીડિયો બતાવવામાં આવશે!

રાણી પિંક સાડીમાં Kajol દેખાઈ સ્ટનિંગ

કાજોલે દુર્ગા પૂજા માટે રાણી પિંક રંગની સાડી અને સ્લિવલેસ બ્લાઉઝ પર પસંદગી ઉતારી હતી. બોર્ડર અને ડ્રેપ પર ઝીણવટભર્યા એમ્બ્રોડરી વર્કવાળી શિફોન સિલ્કની સાડીના લુકને તેણે માત્ર લટકણવાળી મોટી ઈઅરરિંગ્સ અને હાથમાં 1-1 બેન્ગલ સાથે કમ્પલીટ કર્યો હતો.

કાજોલે માથામાં ફૂલોવાળા બન સાથે સાડીને મેચિંગ રિયલ ફૂલ પણ કેરી કર્યા હતા અને હાથમાં બટવો પણ રાખ્યો હતો. કાજોલની સાડીમાં ખૂબ ઓછું ભરતકામ હતું પરંતુ બ્રોડ યુ નેકલાઈનવાળો બ્લાઉઝ આખો ભરચક હતો જે તેના લુકને ચાર ચાંદ લગાવી રહ્યો હતો. 

વધુ વાંચો… આવતા વર્ષે Ed Sheeran ત્રીજી વખત ભારતમાં પર્ફોર્મ કરશે

પંડાલમાં કાજોલ સાથે નાનકડી દુર્ઘટના

મહાસપ્તમીના પ્રસંગે કાજોલની સાથે તેનો દિકરો યુગ સફેદ કુર્તા પાયજામામાં પિતા અજય દેવગણની કોપી લાગી રહ્યો હતો. દર્શન કરીને કાજોલ જ્યારે પરત ફરી રહી હતી તે સમયે તેણે બેલેન્સ ગુમાવ્યુ હતું અને લડખડાઈ હતી. કાજોલ (Kajol) તે સમયે ફોનમાં બિઝી હતી અને ઉતરતી વખત તેનું ધ્યાન ન રહ્યું માટે તે પડવા જેવી થઈ ગઈ હતી અને તેનો ફોન જમીન પર પડ્યો હતો. 

બહેન તનિષા મુખર્જીએ તરત જ કાજોલને હાથ આપીને સહારો પૂરો પાડ્યો હતો પણ ફોન જમીન પર પડી ગયો હતો જેને કાજોલે તરત જ ઉઠાવી લીધો હતો. તે સમયે દિકરા યુગે પણ તરત માતાને સહારો આપવા પોતાનો હાથ લંબાવ્યો હતો અને તેનો હાથ પકડી રાખ્યો હતો.