EDએ Prakash Rajને ₹100-કરોડના પોન્ઝી કૌભાંડ કેસમાં સમન્સ પાઠવ્યું

પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર હતા

Courtesy: Image: Twitter

Share:

 

Prakash Raj: અભિનેતા પ્રકાશ રાજ (Prakash Raj)ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જ્વેલર સાથે જોડાયેલી ₹ 100 કરોડની કથિત પોન્ઝી સ્કીમમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું  છે. પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર હતા, જેના પર આ કૌભાંડ ચલાવવાનો આરોપ હતો.

 

પ્રકાશ રાજ (Prakash Raj) તેમના બેબાક નિવેદનો માટે જાણીતા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીકાકાર તરીકે જાણીતા છે. તેઓ અવારનવાર એમની વિરુદ્ધ ટીકા કરતા હોય છે. તેમણે હજુ સુધી પોન્ઝી સ્કીમ કૌભાંડ બાબતે કોઈ નિવેદન આપ્યું નથી.

 

પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસમાં EDએ Prakash Rajને સમન્સ પાઠવ્યા 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તિરુચિરાપલ્લી સ્થિત જવેલરી જૂથો વિરુદ્ધ કથિત પોન્ઝી અને 100 કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં પ્રકાશ રાજ (Prakash Raj)ને સમન્સ પાઠવ્યા છે. 

 

EDએ 20 નવેમ્બરે દરોડા પાડ્યા હતા, જ્યાં તેણે 23.70 લાખ રૂપિયાની રોકડ તેમજ કેટલાક સોનાના દાગીના જપ્ત કરવાનો દાવો કર્યો હતો. તે જ સમયે, EDએ તેમને સમન્સ પાઠવ્યા છે અને આગામી સપ્તાહે ચેન્નાઈ સ્થિત ફેડરલ એજન્સી સમક્ષ હાજર થવા જણાવ્યું છે.

 

EDએ બુધવારે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રણવ જ્વેલર્સ અને અન્ય સંલગ્ન વ્યક્તિઓએ સોનાના દાગીના ખરીદવાની આડમાં નકલી સંસ્થાઓને જાહેર નાણાં આપીને જનતા સાથે છેતરપિંડી કરી છે. તે જ સમયે, પ્રણવ જ્વેલર્સ સામેની કાર્યવાહી ફાઈનાન્શિયલ ક્રાઈમ પ્રોબ એજન્સીની મની લોન્ડરિંગ ઈકોનોમિક ક્રાઇમ બ્રાન્ચ, ત્રિચી દ્વારા દાખલ કરવામાં આવેલી FIRના આધારે કરવામાં આવી છે."

 

ગોલ્ડ સ્કીમ હેઠળ EDનું સમન

ત્રિચી સ્થિત પ્રણવ જ્વેલર્સે ઉચ્ચ વળતરના વચન સાથે સોનાની રોકાણ યોજનાની આડમાં લોકો પાસેથી કથિત રીતે 100 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા અને  58 વર્ષીય પ્રકાશ રાજ (Prakash Raj) આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેઓ આ કેસમાં "તપાસ હેઠળ" છે.  EDએ સોમવારે કથિત પોન્ઝી સ્કીમ ચલાવવાના આરોપમાં કંપની પર દરોડા પાડ્યા હતા.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કેસમાં ગોલ્ડ સ્કીમ દ્વારા જનતા પાસેથી 100 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા અને પછી આ રકમ અનેક શેલ કંપનીઓ દ્વારા ડાયવર્ટ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે, પ્રણવ જ્વેલર્સ અને તેની સાથે સંકળાયેલા લોકોએ છેતરપિંડી કરીને પૈસા મેળવ્યા હતા અને તેને શેલ કંપનીઓમાં વાળ્યા હતા. 

 

ED એ તેના નિવેદનમાં કહ્યું કે, "તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે પ્રણવ જ્વેલર્સના પુસ્તકોમાં સપ્લાયર પક્ષો એન્ટ્રી પ્રોવાઈડર હતા, જેમણે તપાસ દરમિયાન પ્રણવ જ્વેલર્સ અને બેંકોમાં 100 કરોડ રૂપિયાથી વધુની રકમ માટે એડજસ્ટમેન્ટ કર્યાની કબૂલાત કરી હતી. ચુકવણીના બદલામાં આરોપીઓને રોકડ આપવાની પણ કબૂલાત કરી હતી."

Tags :