Elvish Yadavની તબિયત લથડી, રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપોની થઈ રહી છે પૂછપરછ

Elvish Yadav: બિગ બોસ ઓટીટી સીઝન-2ના વિજેતા, યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર એલ્વિશ યાદવની તબિયત અચાનક જ ખરાબ થતાં તેને ગુરૂગ્રામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એલ્વિશ યાદવ (Elvish Yadav) રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવા મામલે પોલીસને પૂછપરછ માટે સહકાર નથી આપી રહ્યો.  એલ્વિશ યાદવ બુધવારે સાંજે ફરી પૂછપરછ માટે નહોતો પહોંચ્યો. નોઈડા […]

Share:

Elvish Yadav: બિગ બોસ ઓટીટી સીઝન-2ના વિજેતા, યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર એલ્વિશ યાદવની તબિયત અચાનક જ ખરાબ થતાં તેને ગુરૂગ્રામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એલ્વિશ યાદવ (Elvish Yadav) રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવા મામલે પોલીસને પૂછપરછ માટે સહકાર નથી આપી રહ્યો. 

એલ્વિશ યાદવ બુધવારે સાંજે ફરી પૂછપરછ માટે નહોતો પહોંચ્યો. નોઈડા પોલીસ મોડી રાત સુધી તેની રાહ જોતી રહી હતી અને આખરે પોલીસે એલ્વિશનો ફોન પર સંપર્ક કર્યો તો તબિયત ખરાબ હોવાનું બહાનુ ધરી દીધું હતું. આ પછી તેણે ફરીથી ફોન ઉપાડ્યો નહોતો. આ કેસમાં ધરપકડ કરાયેલા 5 આરોપીઓને 54 કલાકના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવશે.

Elvish Yadavની બીમારી એક બહાનું?

એલ્વિશ યાદવના કહેવા પ્રમાણે તેની તબિયત ઠીક નથી માટે તે પૂછપરછ માટે નહીં આવી શકે. જો કે એલ્વિશ યાદવે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં એલ્વિશ યાદવ કારની અંદર જોવા મળી રહ્યો છે અને એક ગીત ગઈ રહ્યો છે. આમ વીડિયોમાં તે બીમાર હોવાનું નથી લાગી રહ્યું. 

વધુ વાંચો: Ankita Lokhande બિગ બોસ 17માં સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરતા ભાવુક થઈ

રિમાઈન્ડર નોટિસ મોકલવામાં આવે તેવી શક્યતા

નોએડામાં એક રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપનો સામનો કરનારા યુટ્યુબર એલ્વિશ યાદવ (Elvish Yadav)ની તબિયત અચાનક બગડી ગઈ છે. ડોક્ટરે એલ્વિશ યાદવને ડેન્ગ્યુ, મેલેરિયા અને સીબીસીના ટેસ્ટ કરાવવા અને આરામ કરવાની પણ સલાહ આપી છે. હાલમાં ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં એલ્વિશ યાદવની સારવાર ચાલી રહી છે. એલ્વિશ યાદવની તબિયત સારી નહીં હોવાથી તે હજુ સુધી પોલીસ સમક્ષ હાજર નથી થયો. 

એલ્વિશે પોલીસને પોતે બીમાર છે એવું કારણ જણાવી પૂછપરછ માટે હાજરી નહીં આપી શકે તેમ જણાવ્યુ હતું. જો તે થોડા દિવસોમાં નોએડા પોલીસ સામે હાજર નહીં થાય તો તેને રિમાઈન્ડર નોટિસ પણ મોકલવામાં આવી શકે છે. 

વધુ વાંચો: Shikhar Pahariyaએ જાન્હવી કપૂર સાથેના સંબંધોની પુષ્ટિ કરી! જાણો તમામ વિગતો

3 કલાક ચાલી પૂછપરછ

મંગળવારે મધરાતે લગભગ 2 વાગ્યે એલ્વિશ યાદવ કોતવાલી સેક્ટર 20 પહોંચ્યો હતો અને ત્યાં પોલીસ ટીમે તેની પૂછપરછ કરી હતી. આ દરમિયાન સાપના ઝેરના સપ્લાયને લઈને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. હવે એલ્વિશ યાદવની ફરીથી પૂછપરછ કરવામાં આવશે અને તેને ફરીથી બોલાવવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી રાહુલના રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ એલ્વિશને તેની સામે બેસાડી તેની પૂછપરછ કરી શકે છે.

વન વિભાગ એલ્વિશના ગળામાં સાપ સાથેના વીડિયોની પણ તપાસ કરી રહ્યું છે. આ મામલે જિલ્લા વન અધિકારી પીકે શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, તપાસ પૂર્ણ થયા બાદ વિભાગમાં એલ્વિશ વિરુદ્ધ HTU કેસ પણ નોંધવામાં આવશે. જો દોષી સાબિત થાય તો ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

Tags :