રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં પિતા ધર્મેન્દ્રના કિસિંગ સીન અંગે ઈશા દેઓલે કહી રસપ્રદ વાત

અભિનેત્રી ઈશા દેઓલ હાલ પોતાની શોર્ટ ફિલ્મ એક દુઆને મળેલા નેશનલ એવોર્ડનો આનંદ માણવામાં વ્યસ્ત છે. આ બધા વચ્ચે તેણે પોતાના પિતા, પીઢ અભિનેતા ધર્મેન્દ્રના ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં શબાના આઝમી સાથેના કિસિંગ સીન અંગે પણ ખુલીને વાતચીત કરી હતી.  નોંધનીય છે કે, ગત મહિને સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ રોકી ઔર રાની […]

Share:

અભિનેત્રી ઈશા દેઓલ હાલ પોતાની શોર્ટ ફિલ્મ એક દુઆને મળેલા નેશનલ એવોર્ડનો આનંદ માણવામાં વ્યસ્ત છે. આ બધા વચ્ચે તેણે પોતાના પિતા, પીઢ અભિનેતા ધર્મેન્દ્રના ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં શબાના આઝમી સાથેના કિસિંગ સીન અંગે પણ ખુલીને વાતચીત કરી હતી. 

નોંધનીય છે કે, ગત મહિને સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમી વચ્ચેનો કિસિંગ સીન ભારે ચર્ચાસ્પદ બન્યો છે. 

પિતાના કિસિંગ સીન અંગે ઈશા દેઓલે શું કહ્યું?

ઈશાએ પોતાના પિતાના ચર્ચાસ્પદ સીન અંગે સવાલ કરતા કહ્યું હતું કે, “કોણે કહ્યું કે પ્રેમ અથવા ચુંબન માટે ઉંમરનો કોઈ બાધ હોય છે? મારા પિતા સૌથી વધુ કૂલ છે. તે ખૂબ જ હેન્ડસમ છે અને સ્વભાવથી પણ તેઓ ખૂબ જ રોમેન્ટિક છે. તેઓ પોતાની શાયરીને એ બધું કરતા રહે છે. તેઓ પહેલેથી જ આવા છે. શબાનાજી પણ ખૂબ અદભૂત છે અને મને જયા આન્ટી માટે ખૂબ કૂણી લાગણી છે. કરણ જોહર પણ અમેઝિંગ છે અને તે સીન ખૂબ જ સુંદર રીતે શૂટ કરવામાં આવેલો તથા તેઓ સૌ વ્યાવસાયિક કલાકારો છે.”

ઈશા દેઓલને તેણે ધર્મેન્દ્રની તાજેતરની ફિલ્મ તેમની દીકરી તરીકે જોઈ કે પછી એક સામાન્ય દર્શકની માફક તેવો પણ સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ઈશા દેઓલે કહ્યું હતું કે, “હું એમની (ધર્મેન્દ્રની) દીકરી છું માટે મોટે ભાગે ફિલ્મ એક દર્શકની માફક ન જોઈ શકી. તેમાં અનેક લાગણીસભર દૃશ્યો હતા અને તે જોવા સહેલા નહોતા પણ મારે તે ફિલ્મ જોવી જ હતી.”

સની દેઓલે પણ કરી ધર્મેન્દ્રના કિસિંગ સીન અંગે વાત

તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અભિનેતા સની દેઓલે પણ ફિલ્મમાં પિતાના રોમેન્ટિક સીન અંગે ખુલીને વાત કરી હતી. તેમણે ધર્મેન્દ્રના તે સીનને તેમના લોહીમાં વણાયેલા રોમાન્સ સાથે સાંકળી લીધો હતો. સની દેઓલે કહ્યું હતું કે, “હું માનું છું કે મારામાં મારા પિતા, દાદા અને પરદાદાના જીન્સ ઉતર્યા છે. અમે આ રીતે જ આગળ જીવીશું કારણ કે આ અમારા લોહીમાં વણાયેલું છે. તમે મારા પિતાને તેમની તાજેતરની ફિલ્મમાં જોયા, એમાં તેમનો એક સુંદર રોમેન્ટિક સીન હતો. તે અમારા જનીનોમાં જ છે.”

નોંધનીય છે કે, થોડા સમય પહેલા ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીની સક્સેસ પાર્ટી દરમિયાન ધર્મેન્દ્રએ પોતાને આ ફિલ્મમાં કામ કરીને મજા આવી હોવાનું જણાવી ખાસ કરીને કિસિંગ સીન અંગે કરવામાં આવેલા સવાલને એ તેમના ડાબા હાથનું કામ હતું કહીને ઉડાવી દીધો હતો. જ્યારે અભિનેત્રી શબાના આઝમીએ પણ પોતાના આ અલગ અવતાર અંગે ખુલીને વાત કરી હતી અને પોતાને મળેલા પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.