ચાલુ કાર્યક્રમ દરમિયાન પોપસ્ટાર નિક જોનસ સાથે ચાહકની ગેરવર્તણૂક, નિક પર ફેંકી વસ્તુ

હોલિવુડના ફેમસ પોપસ્ટાર નિક જોનસ એવા કલાકારોની યાદીમાં સામેલ થયા છે જેમના પર તાજેતરના દિવસોમાં કોઈ વસ્તુ ફેંકવામાં આવી હોય. ટોરન્ટો ખાતે જોનસ બ્રધર્સની તાજેતરની કોન્સર્ટ દરમિયાન નિક જોનસ જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા તે સમયે ત્યાં હાજર રહેલી ભીડમાંથી એક વ્યક્તિએ નિક જોનસ તરફ તેમનો રિસ્ટબેન્ડ ઉછાળ્યો હતો. રિસ્ટબેન્ડ નિક જોનસની છાતી […]

Share:

હોલિવુડના ફેમસ પોપસ્ટાર નિક જોનસ એવા કલાકારોની યાદીમાં સામેલ થયા છે જેમના પર તાજેતરના દિવસોમાં કોઈ વસ્તુ ફેંકવામાં આવી હોય. ટોરન્ટો ખાતે જોનસ બ્રધર્સની તાજેતરની કોન્સર્ટ દરમિયાન નિક જોનસ જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા તે સમયે ત્યાં હાજર રહેલી ભીડમાંથી એક વ્યક્તિએ નિક જોનસ તરફ તેમનો રિસ્ટબેન્ડ ઉછાળ્યો હતો. રિસ્ટબેન્ડ નિક જોનસની છાતી સાથે અથડાયો હતો અને આ સમગ્ર ઘટના એક ચાહકના ટિકટોક વીડિયોમાં કેપ્ચર થઈ ગઈ હતી અને હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

નિક જોનસની કોન્સર્ટમાં હાજર રહેલા એક ચાહકને નિક પર વસ્તુ ફેંકવામાં આવી તે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લેવામાં સફળતા મળી હતી. ભીડમાંથી એક વ્યક્તિએ નિક જોનસ તરફ રિસ્ટબેન્ડ ફેંક્યો હતો જે નિકને છાતીમાં જમણી બાજુએ વાગ્યો હતો અને તેમને આંચકો લાગ્યો હતો. 

નિક જોનસ પર ચાહકનો બીજી વખત પ્રહાર

છાતી પર કોઈ વસ્તુ અથડાયા બાદ ચોંકી ગયેલા નિકે તરત જ નિકે ચાહકોને આંગળીનો ઈશારો કરીને ફરી આવું ન કરવા માટે સંકેત આપ્યો હતો અને શાંતિપૂર્વક પોતાનું પરફોર્મન્સ આગળ વધાર્યું હતું. 

થોડા સમય પહેલા ન્યૂયોર્કના યાન્કી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ દરમિયાન અન્ય એક ચાહકે સ્ટેજ પર રહેલા નિક જોનસ તરફ કાળી બ્રા ઉછાળી હતી. તે સમયે નિકે એક ક્ષણ માટે ઉભા રહીને સ્ટેજ પર જોયું હતું અને ગાવાનું ચાલુ રાખ્યું હતું.

નિક જોનસના ચાહકોમાં રોષ

આંતરરાષ્ટ્રીય ચાહના મેળવનારી ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસના પતિ નિક જોનસ સાથે બનેલી આ પ્રકારની ઘટના બાદ તેમના ચાહકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર નિક જોનસ ફેન પેજ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં અનેક લોકોએ આ ઘટનાને વખોડી હતી અને તેનાથી નિકને ઈજા પહોંચી શકે તે અંગે ચિંતા દર્શાવી હતી. 

અન્ય એક ચાહકે લખ્યું હતું કે, “કલાકારો તરફ વસ્તુ ઉછાળવી સારી વાત નથી, તમને લોકોને સમજાતું નથી. નિકે પણ ઘણી વખત આ માટે ના પાડેલી છે.”

થોડા સમય પહેલા પણ નિક જોનસનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ સ્ટેજ પર ગીત ગાઈ રહ્યા હતા ત્યારે અચાનક લથડીને નીચે પડી ગયા હતા. જોકે તેમણે તરત પોતાની જાતને સંભાળી લીધી હતી અને પરફોર્મન્સ ચાલુ રાખ્યું હતું. 

આ પ્રકારે ચાહકોની ગેરવર્તણૂકનો ભોગ બનેલા કલાકારોની યાદી ઘણી લાંબી છે. ગત મહિને વિયેનામાં હેરિ સ્ટાઈલ્સના લાઈવ પરફોર્મન્સ દરમિયાન હેરિ પર કોઈ વસ્તુ ઉછાળવામાં આવી હતી જે તેની આંખને વાગી ગઈ હતી. આંખ સાથે વસ્તુ અફળાવાથી હેરિ પીડાના કારણે આંખ પર હાથ દબાવી બેસી ગયો હતો અને બાદમાં સ્ટેજ છોડીને જતો રહ્યો હતો.